________________
૮]
સલ્તનત કાલ
મિ.
અમદાવાદ તરફ પાછા ફર્યાં. ખીજે જ વર્ષે ઈડરના રાવે ઠરાવ મુજબ ખંડણીની રકમ ચૂકવવામાં આનાકાની કરી, તેથી સુલતાન ઈડરમાં ઇ.સ. ૧૪૨૮ ની નવેમ્બરની ૧૩ મીએ આવ્યા ત્યારે રાવ કાઈક જગ્યાએ નાસી ગયે।. સુલતાને ઈડરમાં રિજદ બધાવી અને એ પછી એ પાયતતમાં પાછે! ફર્યાં.
ઈડરની લડાઈમાંથી ફારેગ થયા પછી સુલતાન અહમદશાહે ક્ષેત્રણ વ વહીવટી સુધારા કરવામાં ગાળ્યાં. એમાં લશ્કર અને નાણાંને લગતા સુધારા મુખ્ય હતા. મહેસૂલી ખાતામાંપણ એ ઉપર સરકારી કામૂ રાખવા માટે યોગ્ય સુધારા કરવામાં આવ્યા.
દખ્ખણુના અહમની રાજ્ય સાથે લડાઈ
ઈ.સ. ૧૪૨૯માં રાજા કાન્હા(કૃષ્ણ)નેક હિંદુએ પ્રત્યેનું સુલતાન અહમદશાહનું ખરાબ વર્તન જોઈ એવુ લાગ્યું કે ઈડરની લડાઈ ખતમ થયા બાદ સુલતાન અહમદશાહ એના ઉપર વેર લીધા વિના રહેશે નહિ તેથી એ દક્ષિણ તરફ બહુમતી સુલતાન અહમદશાહ (ઈ.સ. ૧૪૨૨- ૧૪૩૫) પાસે ગુલમગ માં જઈ પહેાંચ્યા. એ સુલતાને એને એક ફ્રીજ આપી, તે લઈ કાન્હા નદરબાર જિલ્લામાં ત્યાંના પ્રદેશ લૂટવા તથા તારાજ કરવા રવાના થયે।. આ સમાચાર ગુજરાતના સુલતાન અહમદશાહને મળ્યા ત્યારે એણે પેાતાના શાહજાદા મુહમ્મદખાનને પેાતાના કેટલાક મહાન અસીરા સાથે મેકક્લ્યા, એ ગુજરાતી લશ્કરે બહુમની લશ્કરને હરાવ્યુ' અને દોલતાબાદ તરફ ભગાડી મૂકયું. આ સમાચાર બહુમતી સુલતાનને મળ્યા ત્યારે એણે પેાતાના શાહજાદા અલાઉદ્દીન અહમદની સિપાહસાલારીની નીચે ગુજરાત ઉપર આક્રમણ કરવા તથા કાન્હાને ફરીથી એના રાજ્યમાં સ્થાપિત કરવા માઢ્યા. આ લશ્કર દોલતાબાદ પહેાંચ્યું અને ત્યાં ખાનદેશને નસીરખાન અને કાન્હે રાજા એને આવી મળ્યા. ગુજરાતના શાહજાદા મુહમ્મદખાન પેાતાનું લશ્કર લઈ પેલાં મિત્ર–રાજ્યેાની ફાજો સામે દોલતાબાદ તરફ ગયા. એ શહેરની ઈશાનમાં ૩૮ માઈલ ઉપર આવેલા ખાનદેશમાંથી દખ્ખણમાં જવાના ઘાટ માણેકપુ જમાં ૨૭ માટી લડાઈ થઈ તેમાં પેલાં મિત્ર-રાજ્યેાની હાર થઈ અને શાહજાદા અલાઉદ્દીન અહમદ દોલતાબાદ નાસી ગયે। નસીરખાન અને કાન્હા ખાનદેશમાં ભાગી આવ્યા, શાહજાદા મુહમ્મદખાન નંદરબાર જઈ રહ્યો. એ પછી સુલતાન અહમદશાહ બહુમનીએ વધારાનાં લશ્કર મેલ્યાં અને ખાનદેશમાંથી નસીરખાન અને કાન્હા એની સાથે જોડાયા, પરંતુ ફરીથી દખ્ખણના લશ્કરને શિકસ્ત મળી. આ રીતે ગુજરાત અને બહુમન્ત સલ્તનત વચ્ચે સ ંધ શરૂ થયા અને એ એ વરસ ચાલ્યેા.