________________
સોલંકી કાલ
[પ્ર.. ૧૧૩૫ કે ૧૧૩૬ ને મે)થી શરૂ થતાં લખાણોમાં એનું “અવંતીનાથ” બિરદ આપેલું છે, જ્યારે વિ. સં. ૧૧૯૧ (ઈ. સ. ૧૧૩૫) સુધીનાં લખાણોમાં એનાં બિરદોમાં એ બિરુદનો સમાવેશ થયો નથી. વળી યશોવર્મા વિ. સં. ૧૧૯૨ ના. માગસર (ઈ. સ. ૧૧૩૫ ના નવેમ્બર) સુધી તો માળવામાં અધિકાર ધરાવતા. હતો, જ્યારે સિદ્ધરાજ એ વર્ષના જેઠ માસ (જે કાર્તિકાદિ ૧૧૯૨ ને એક હોવો જોઈએ.)માં “અવંતીનાથ' કહેવાય છે,૩૪ એ પરથી યશોવર્માને પરાજય અને સિદ્ધરાજને વિજય વિ. સં. ૧૧૯૨( ઈ. સ. ૧૧૩૫-૩૬)ના. માગસર-જેઠ દરમ્યાન થયે હોવો જોઈએ.
એ અગાઉ સિદ્ધરાજને એ ચડાઈમાં સફળતા મેળવતાં બાર એટલે બાર જ નહિ, પણ અનેક વર્ષ લાગ્યાં હશે. પાટણથી ઉજન જતાં માર્ગમાં કિરાતની મદદ મળ્યાનો ઉલ્લેખ આવે છે તે પંચમહાલના ભીલ લોકોને લગતો લાગે. છે.૩૫ માળવાની ચડાઈને લગતા કેટલાક વૃત્તાંતોમાં નરવર્મા અને યશવર્મા વચ્ચે ગોટાળો થયે લાગે છે. સિદ્ધરાજ સોરઠમાં યાત્રાએ ગયો ત્યારે આ સંઘર્ષને. આરંભ નરવર્માએ કર્યો હશે. સિદ્ધરાજે માળવા પર ચડાઈ કરવા પ્રયાણ કર્યું ત્યારે પણ માળવામાં નરવર્મા રાજ્ય કરતા હશે, પરંતુ સિદ્ધરાજે ધારાનો દુર્ગ કબજે કર્યો ત્યારે ત્યાં નરવર્માની જગ્યાએ યશોવર્મા રાજ્ય કરતો હતો.'
માળવાના રાજા યશોવર્માને કેદ કરીને સિદ્ધરાજ જયસિંહ પિતે “અવંતીનાથ” બન્યો ને માળવાના રાજ્યને પોતાના રાજ્યમાં ભેળવી દઈ નાગર દંડનાયક દાદાના પુત્ર મહાદેવને અવંતિમંડલને વહીવટ સોં.૩૭ દાહોદના શિલાલેખમાં જયસિંહદેવે માલવરાજને કારાગૃહમાં નાખ્યા અને સેનાપતિ કેશવને દધિપદ્ધ (દાહોદ) આદિ મંડલમાં સેનાપતિ નીમ્યાને ઉલ્લેખ આવે છે, તેમજ ગદ્રહક(ગોધરા)માં પણ સોલંકી રાજ્યને મહામંડલેશ્વર નિમાયે હેવાનું સચિત થાય છે. માળવાના તાબે રહેલે મેવાડને તથા ગુજરાત અને માળવાની વચ્ચે આવેલા વાગડ(વાંસવાડા-ડુંગરપુર)ને પણ હવે સોલંકી રાજ્યમાં સમાવેશ થયો હતે.
જ યશોવર્માનું પછી શું થયું એ જાણવા મળતું નથી. ઈ. સ. ૧૧૩૮ માં માળવામાં વર્ધમાનપુરની આસપાસના વિભાગમાં એને પુત્ર જયવર્મા રાજ્ય. કરતો હોવાનો ઉલ્લેખ મળે છે, પરંતુ ધારા કે ઉજ્જૈનમાં પરમાર વંશને સત્તા પુનઃ પ્રાપ્ત થઈ જણાતી નથી.૩૯
માલવ-વિજયથી સિદ્ધરાજ જયસિંહ ઘણું પ્રતાપી રાજવી તરીકે ખ્યાતિ પામ્યા. એ વિજયથી ભોજ રાજાનો પ્રસિદ્ધ ગ્રંથભંડાર પાટણ આવ્યું. “પ્રભાવક