________________
પ્રકરણ ૪ સોલંકી રાજ્યની જાહોજલાલી આમ સોલંકી રાજયની સત્તા ઉત્તરોત્તર ગુજરાતના સમસ્ત પ્રદેશ પર પ્રસરી. એટલું જ નહિ, આબુ જેવા પડોશી પ્રદેશો પર પણ એની આણ વિસ્તરી તેમજ માળવા અને શાકંભરી જેવાં પ્રબળ રાજ્યો સાથે પણ એ સ્પર્ધા કરતી. સિદ્ધરાજ જયસિંહ તથા કુમારપાલના સમયમાં સેલંકી રાજ્યની સત્તા સહુથી વધુ વિસ્તાર તથા પ્રાબલ્ય પામી તેમજ આર્થિક, સાહિત્યિક તથા સાંસ્કૃતિક ક્ષેત્રે પણું ઘણું જાહોજલાલી પ્રવર્તી.
૭. સિદ્ધરાજ જયસિંહ સિદ્ધરાજ જયસિંહ એ સોલંકી વંશને સહુથી પ્રતાપી અને સહુથી લોકપ્રિય રાજવી છે. જયસિંહ કર્ણદેવ તથા મયણલ્લાદેવીને પુત્ર હતું. કર્ણદેવને એ પુત્ર લક્ષ્મીદેવીની ઉગ્ર આરાધના વડે પ્રાપ્ત થયેલો એવું હેમચંદ્રાચાર્ય નિરૂપે છે. એ પરથી જયસિંહનો જન્મ કર્ણદેવની પ્રૌઢ અવસ્થાએ થયો હોવા સંભવ છે. એને જન્મ પાલણપુરમાં થયો હોવાની સ્થાનિક અનુશ્રુતિ છે, પરંતુ પાલણપુર તે ખરી રીતે જયસિંહના જન્મ પછી લગભગ સે વર્ષે આબુના પરમાર રાજા ધારાવર્ષના નાના ભાઈ પ્રહલાદને વસાવ્યું હતું. પ્રબંધચિંતામણિ જણાવે છે કે જયસિંહ ત્રણ વર્ષ થયો ત્યારે કર્ણદેવે એને રાજ્યાભિષેક કર્યો ને પિતે કર્ણાવતીમાં રહી રાજ્ય કરવા લાગ્યો,૪ પરંતુ હેમચંદ્ર જણાવે છે તેમ જયસિંહને રાજ્યાભિષેક એ પુખ્ત વયનો થયો ને માવિદ્યા, ગજયુદ્ધ તથા શસ્ત્રવિદ્યામાં નિપુણ થયે ત્યારે થયો હોવો જોઈએ." અર્થાત ત્યારે એ ઓછામાં ઓછાં સોળ વર્ષને હોવો જોઈએ.
પ્રબંધચિંતામણિમાં જણાવ્યા મુજબ એ વિ. સં. ૧૧૫૦ (ઈ.સ. ૧૦૯૪)માં ગાદીએ આવ્યો.
કર્ણદેવે ત્યારે એને પોતાના ભત્રીજા દેવપ્રસાદ સાથે સવર્તાવ રાખવાની ભલામણ કરી હતી. પછી કર્ણદેવ મૃત્યુ પામે, દેવપ્રસાદ અણહિલવાડ આવ્યો ને પિતાને પુત્ર ત્રિભુવનપાલ જયસિંહદેવને સોંપી એણે કર્ણદેવની પાછળ ચિતાપ્રવેશ કર્યો. જયસિંહદેવે ત્રિભુવનપાલને પોતાના પુત્રની જેમ રાખે. હેમચંદ્રાચાર્ય ક્ષેમરાજના વંશજે માટે આવી રજૂઆત કરે છેપરંતુ કવિ અહીં સમકાલીન રાજાને લગતી કેટલીક પ્રતિકૂળ હકીકત છુપાવતા લાગે છે. સંભવ છે કે