SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ જું ] સેલંકી રાજ્યને અભ્યદય [ ૩૩ વંશનું આધિપત્ય પ્રવર્તતું હતું. ઈ. સ. ૧૦૧૧ માં ત્યાં શાસન કરતા રાજપુત્ર વત્સરાજ ગગિરાજના પુત્ર કીર્તિરાજને પુત્ર હોવો સંભવે છે.૮૨ કીર્તિરાજે શાક વર્ષ ૯૪ (ઈ. સ. ૧૦૧૮)માં તાપીના તટે આવેલા એક ગામનું દાન દીધેલું.૮૩ એ કલ્યાણીના ચાલુક્ય રાજ્યનો મહામંડલેશ્વર હતો. કલ્યાણીનરેશ જયસિંહ જગદેકમલ ઈ. સ. ૧૦૧૮ થી ૧૦૨૪ સુધી ચોળ રાજ્ય સાથે લડવામાં રોકાઈ રહ્યો હતો એ દરમ્યાન દુલભરાજે કતિરાજને હરાવી લાટ પ્રદેશ જીતી લો લાગે છે.૮૪ છતાં પરમાર ભોજરાજે થોડા વખતમાં લાટ અને કોંકણ પર પિતાનું આધિપત્ય પ્રવર્તાવ્યું જણાય છે.૮૫ નાંદિપુરને રાજા વત્સરાજ તથા સંખેડાને રાજા સુરાદિત્ય ભોજરાજના સામંત હતા.૮૬ | મરદેશના રાજા મહેકે યોજેલા પિતાની બહેન દુર્લભદેવીના સ્વયંવરમાં દુર્લભરાજ વરમાળ પામ્યાનું હેમચંદ્રાચાર્યે દયાશ્રયકાવ્યમાં જણાવ્યું છે.૮૭ રાજા મહેદ્ર નડુલને ચાહમાન રાજા હતા. દયાશ્રયકાવ્યમાં આપેલું સ્વયંવરનું વર્ણન મહાકાવ્યમાં એક આવશ્યક વિષય તરીકે કવિએ કપેલું હોય તોપણ દુર્લભરાજ નડુલની કુંવરી દુર્લભદેવીને પરણ્યા એ મુખ્ય હકીકત વાસ્તવિક લાગે છે. પછી મહેકે પિતાની નાની બહેન દુર્લભરાજના નાના ભાઈ નાગરાજ વેરે પરણાવી.૮૮ લલ્લનો પુત્ર મુંજ અને એ પછી મુંજને પુત્ર સોમેશ્વર 1 લે દુર્લભરાજનો પુરોહિત હતો.૮૯ દુર્લભરાજે શ્રીપત્તન(અણહિલવાડ પાટણ)માં દુર્લભ-સરોવર કરાવ્યું તેમજ કેશગૃહ, હતિશાલા અને ઘટિકાગ્રહ સહિત સાત મજલાનું ધવલગ્રહ કરાવ્યું. વળી વલ્લભરાજના શ્રેય અર્થે “મદનશંકર-પ્રાસાદ” કરાવ્યો.૯૦ દુર્લભરાજ અનેકાંતમત (જૈન દર્શન) તરફ અનુરાગ ધરાવતો. આ રાજાએ જૈન મંદિર પણ બંધાવ્યાં. સુવિહિત (વસતિવાદી) વર્ધમાનસૂરિ અને એમના શિષ્ય જિનેશ્વર દુર્લભરાજના સમયમાં અણહિલપાટક આવ્યા ત્યારે ત્યાં ચિત્યવાસીઓનું વર્ચસ હતું. પુરે હિત સોમેશ્વર અને માહેશ્વર આચાર્ય જ્ઞાનદેવની ભલામણથી સુવિહિતાને માંડ રહેવાનું મળ્યું. રાજસભામાં થયેલા વાદવિવાદમાં જિનેશ્વરને વિજય થયો, તેથી રાજાએ વધુ તીક્ષ્ણ મેધા ધરાવતા એ વિદ્વાનને ખરતર” (વધુ તીર્ણ) બિરુદ આપ્યું. જિનેશ્વરસૂરિ થયા ત્યારે એમનો ગચ્છ ખરતરગચ્છ” તરીકે જાણીતા થયા.૯૧ જ્ઞાનવિમલ “શબ્દભેદપ્રકાશ” પરની ટકાના અંતે આ ઘટના નિરૂપતાં વિ. સં. ૧૦૮૦ નું વર્ષ આપે છે, પરંતુ એ વર્ષ વાદવિવાદનું નહિ, પણ જિનેશ્વરના સૂરિપદનું ગણવું જોઈએ, કેમકે દૂર્લભરાજનું રાજ્ય પ્રબંધે પ્રમાણે વિ. સં. ૧૦૭૮ માં સમાપ્ત થયું હતું. સે. ૩
SR No.032607
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1976
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy