SearchBrowseAboutContactDonate
Page Preview
Page 584
Loading...
Download File
Download File
Page Text
________________ શિષ્ટ) આનુશ્રુતિક વૃત્ત [૫૫૩ ફેડેલે ચઉલગ સમજી ચાહડ હાથી પર પગ મૂકવા ગયે, પણ હાથી ખસતાં નીચે પડ્યો. આનાક હાર્યો.૮૦ રાજઘર ચાહડની રાજપુત્રતા કુમારપાલે સપાદલક્ષ તરફ કૂચ કરતાં સૈન્યને સેનાપતિ વાટના ખર્ચાળ નાના ભાઈ ચાહઠને બનાવ્યો. માર્ગમાં પુષ્કળ યાચકે એકઠા થતાં એણે એક લાખ સિક્કા માગ્યા. કેશાધ્યક્ષે ના પાડતાં ચાબુકથી ભારી કાઢી મૂકો અને યાચકને દાન આપતે બંબેરાનગર પહોંચ્યા. ત્યાં સાતસે કન્યાઓનાં લગ્ન થવાનાં હતાં તેથી સાત કરોડ સુવર્ણસિકકા અને અગિયાર હજાર ઘડીની વિજ્ઞપ્તિ રાજાને મોકલી. ત્યાં કુમારપાલની આણ વર્તાવી પાછો ફર્યો. ખુશ થયેલ રાજાએ “તમારા જેટલું ખર્ચ હું પણ કરી શકતું નથી.” એમ કહેતાં ચાહડે કારણ દર્શાવ્યું કે “તમે રાજાના પુત્ર નથી, જ્યારે હું છું.”૯૧ આભડ વસાહ સિદ્ધરાજના સમયમાં પાટણમાં અનાથ શ્રીમાળી વણિક આભડ ઘૂઘરા ઘસી પાંચ લેહડિયા કમાતે. બાળક માટે ખરીદેલી બકરીની ડોકમાંના નીલમણિથી એ શ્રીમંત બને. ત્રણ વહીઓ રાખતે : કડવહી, વિલંબવહી અને પરલેકવહી. શ્રાવકેની સહાય માટે હાર દીનાર વાપરવા કુમારપાલે સૂચવ્યું તે એક કરોડ વાપર્યા. હેમચંદ્ર રાજાને ભાણેજ પ્રતાપમલને રાજગાદી ઍપવા કહ્યું, તે આભડે “વાદાસ્તાદરાઃ વઝીય gવોપરી” કહી વિરોધ કર્યો. હેમચંદ્ર અને કુમારપાલના મૃત્યુ બાદ અજયપાલે જન ચૈત્યને નાશ કરવા માંડ્યો તે સીલણું કૌતુકીની મદદથી અટકા. દૂર કરેલ ભંડારીની ચડવીથી રાજા ભીમદેવ (ર જાઓ) એનું ધન પ્રાપ્ત કરવા આભડને ત્યાં બકરીના માંસને થાળ મોકલે. આભડની વિધવા પુત્રી ચાંપલદેએ બદલામાં સવા લાખને હાર મોકલ્યા. પછી આભડે સર્વસ્વ ધન ટીપીને ધરી દેતાં શરમાઈ રાજાએ કંઈ લીધું નહિ. આભડે ભરતી વખતે ચાર ખૂણામાં ચાર નિધિ રાખ્યા, પરંતુ નિધિ એના પુત્રોને ન મળ્યા. અંજનીએ જણાવ્યું કે કેઈ કાળા દેહવાળા અને મુગરધારીઓ એ નીચે ને નીચે જાય છે, આથી તેઓ સામાન્ય વણિક થયા. પુ. 5. સં. પ્રમાણે ઘૂઘરા ઘસી એક માણસ જવ મેળવતે. પાંચ દ્રમ્પ બચતાં પાંચ દીનારમાં બકરી ખરીદી. ૮૩
SR No.032607
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1976
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy