SearchBrowseAboutContactDonate
Page Preview
Page 577
Loading...
Download File
Download File
Page Text
________________ સોલંકી કાલ * પિરિ ૫૪૬] રાજવૈદ્ય લીલે કર્ણદેવ અને સિદ્ધરાજના સમયમાં લીલે લોકપ્રિય રાજવૈદ્ય હતે. એક પ્રપંચીએ વૃષભનું સૂત્ર તપાસવા આપતાં એ કહે: “આ વૃષભનું સૂત્ર છે. એને અતિભોજનથી આફરો ચડ્યો હોવાથી જલદી નાળ દ્વારા તેલ પાઓ, નહિ તે એ મરી જશે.” આ વૈદ્ય રાજાને ગ્રંવાબાધ કસ્તુરીને લેપથી મટાડ્યો, જ્યારે એના પાલખીવાહકને કેરડાના મૂળને પ્રયોગ સૂચવ્યું. રાજાએ પૂછતાં કહે : “દેશ, કાળ, શક્તિ અને શરીરપ્રકૃતિ અનુસાર ચિકિત્સા કરવી જોઈએ.” કેટલાક ધૂએ જુદે જુદે સ્થળે “કેમ, આજે તબિયત કંઈ ખરાબ છે?" એ પ્રશ્ન વારંવાર કરતાં શંકાદૂષણથી વૈદ્યને માહેદ્રજવર લાગુ પડ્યો અને તેરમે દિવસે વૈદ્ય અવસાન પામ્યો.” ઉદ મંત્રી બન્યા મારવાડમાંથી નસીબ અજમાવવા કર્ણાવતી આવેલ ઉદ્યો વાણિયો લાછિ. છીંપણે આપેલ ઓરડીમાં રહ્યો. એ જમીનમાંથી મળેલું ધન લાછિએ ન લેતાં એ સમૃદ્ધ થયે અને ઉદયન મંત્રી તરીકે પ્રસિદ્ધ થયો. એણે ચોવીસ તીર્થકરને ઉદયન-વિહાર કર્ણાવતીમાં કરાવ્યું. ૧ પત્ની સુહાદેવી અને પુત્ર બાહડ સાથે એ કર્ણાવતી આ. શાલાપતિ તિહુણસિંહને મહેમાન બની એના એક ઓરડામાં રહ્યો. એને જ્યાં ત્યાં ધન દેખાવા લાગ્યું. ભાગ્યવાન સમજી રાજાએ મંત્રી બનાવ્યો. એની પત્ની મરતાં પુત્ર બાહડે (વાભટે) સંધની મદદ લઈ એને સિત્તેર વર્ષની વયે પણ પરણાવ્યો. એને પુત્ર રાયવિાર આંબડ. ૧૨ મયણલદેવીને ગર્વ ગળી ગયે કર નહિ ભરી શકનાર બાવાઓનું દુઃખ જોઈ મયણલદેવીએ બોતેર લાખની આવક આપનાર એ વેરે સિદ્ધરાજ પાસે માફ કરાવ્યો. તેમનાથની સવા કરોડની પૂજા કરી મહાદાન આપનાર મયણલ્લદેવીને ગર્વ ભિક્ષાવૃત્તિવાળી બાવીના પુણ્યને સમજતાં એગળી ગયે. ૧૩
SR No.032607
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1976
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy