SearchBrowseAboutContactDonate
Page Preview
Page 572
Loading...
Download File
Download File
Page Text
________________ શિe] આનુતિક વૃત્તાંત [૫૪૧ હતું ત્યારે એ એના પૂર્વજ દુર્લભરાજે બંધાવેલ સરવર જળપૂર્ણ કેમ થાય એને વિચાર કરવા લાગ્યો. વિચાર કરતાં એ નિદ્રાધીન થઈ ગયે. એને સ્વપ્ન આવ્યું તેમાં એને પિતાના કુલપતિ ભરદ્વાજ મુનિનાં દર્શન થયાં. પછી મુનીશ્વર ભરાજે સિદ્ધરાજને જણાવ્યું કે મેં તારા હૃદયની જે ઈચ્છા છે તે દિવ્ય દૃષ્ટિ વડે જાણી છે. સિદ્ધરાજે ઘેર નિદ્રામાં હોવા છતાં ભરદ્વાજ મુનિને સત્કાર કર્યો. પછી ભરદ્વાજ ઋષિ કહેવા લાગ્યા કે હે વત્સ, તું જે સરોવરને જળપૂર્ણ કરવા માગે છે તેને ઉપાય બતાવું. તું બ્રહ્મપુત્રી સરસ્વતીનું આરાધન કર. હે સિદ્ધરાજ, પૂર્વે તે જે સિદ્ધેશને પ્રસન્ન કર્યા હતા તે સરસ્વતીને ઉત્તર કિનારા ઉપર, શહેરથી ઉત્તરમાં, સ્મશાનની અંદર આવેલ છે. એ સિદ્ધેશ્વરને ભક્તિ વડે પ્રસન્ન કરી, ઉત્તરાભિમુખે બેસી આસન લગાવી, પ્રાણાયામપૂર્વક સરસ્વતીનું આરાધન કરજે, જે તને સિદ્ધિ આપશે. આ પ્રમાણે સ્વપ્નમાં કહી ભરદ્વાજ મુનિ અંતર્ધાન થઈ ગયા. બીજે દિવસે સિદ્ધરાજે સ્વપ્નની હકીકત મંત્રીઓ અને પિતાના આપ્તજને કરી. પછી પવિત્ર દિવસે પ્રસ્થાન કરી ગણપતિના મંદિરે ગયો. એમનું વિધિપૂર્વક પૂજન અર્ચન કરી એ ઉત્તરમાં સિદ્ધેશ્વર ગયે. ત્યાં મહાદેવનું શ્રદ્ધાપૂર્વક યજન પૂજન કરી ત્યાં સરસ્વતીનું આરાધન કર્યું. ત્રીજે દિવસે સરસ્વતી પ્રઃ ન થઈ એની સામે પ્રત્યક્ષ થયાં. શુકલ વસ્ત્ર ધારણ કરેલાં, હાથમાં વીણું ધારણ કરેલાં તેમજ મત પુષ્પોથી અલંકૃત એ દેવીએ રાજાને કહ્યું : હે વત્સ, તારા આરાધનથી હું પ્રસન્ન થઈ છું, વરદાન માગ. સરસ્વતીનાં વચનોથી સિદ્ધરાજ જાગ્રત બન્યો, એણે દેવીનું પૂજન કર્યું અને પ્રાર્થના કરી કે જે આપ પ્રસન્ન થયાં છે તે આ સ્થાનને કદી ત્યાગ કરશે નહિ. બીજું આ નગરની નજદીકમાં મારું જે જળહીન સરોવર છે તેને આપના પુણ્ય-પવિત્ર જળ વડે પરિપૂર્ણ કરો, એટલું જ નહિ, પણ આકાશ પાતાળ અને પૃથ્વી ઉપરનાં સર્વ તીર્થ મારા આ સરોવરમાં નિવાસ કરે. સરસ્વતીએ રાજાનું વચન સાંભળી જણાવ્યું કે હે રાજન , તે માગ્યું તે જ પ્રમાણે થશે. મારી જળમયી મૂર્તિ છે તે અહીંના શ્મશાનને પ્લાવિત કરી તારા પવિત્ર સરોવરમાં સદાકાળ નિવાસ કરશે. એમ કહી સરસ્વતી ત્યાંથી અંતર્ધાન થયાં.૪૩ પુરાણકારે આ સરોવરમાં જળ લાવવા બંધેલી જળવીથિકાના બંને કિનારા ઉપર આવેલ દેવમંદિરે કુંડ વા વગેરેની વિગતવાર માહિતી દરેકના તીર્થ માહાતમ્ય સાથે આપી છે. સહસ્ત્રલિંગ સરોવર નજદીક આવતાં જળવીથિકાનું જળ જે કાંપ અને કચરો ઘસડી લાવતું તે અહીં કરીને સ્વચ્છ બને એટલા માટે કપ બનાવ્યું હોવાનું પણ જણાવેલ છે.
SR No.032607
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1976
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy