SearchBrowseAboutContactDonate
Page Preview
Page 561
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૦] લકી કાલ આલેખાયાં છે. પાટણના સંધવીના પાડાના ભંડારમાંની ત્રિષષ્ટિશલાકાપુરુષચરિતના અંતિમ પર્વની તાડપત્રીય પ્રતમાં છેલ્લાં ત્રણ પત્રો પર હેમચંદ્રસૂરિ, રાજા કુમારપાલ અને શ્રાવિકા શ્રીદેવી આલેખાયાં છે. ખંભાતના શાંતિનાથ ભંડારમાં આવેલી શ્રી નેમિનાથચરિતની વિ. સં. ૧૨૯૮ ની પ્રતમાં નેમિનાથ તથા અંબિકાનાં સુંદર ચિત્ર ચીતરેલાં છે. પાટણના સંઘવીના પાડાના ભંડારમાં આવેલી સં. ૧૩૧૮ ની કથારસાગરની પ્રતમાં પાર્શ્વનાથનું તથા શ્રાવકશ્રાવિકાનું ચિત્ર જોવા મળે છે. અમેરિકાના બેસ્ટન મ્યુઝિયમમાં આવેલી શ્રાવકપ્રતિક્રમણચૂર્ણની સં. ૧૩૧૩ ની તાડપત્રીય પ્રતમાં બે ચિત્ર આલેખેલાં છે, પાટણના સંઘવીના પાડાના ભંડારમાંની કલ્પસૂત્ર અને કાલક-કથાની સં. ૧૩૩૫ ની પ્રતમાં સાધ્વીઓ તથા શ્રાવિકાઓનાં સુંદર ચિત્ર ચીતરેલાં છે. પાટણના સંઘવીના ભંડારની કલ્પસૂત્ર અને કાલકકથાની તાડપત્રની વિ. સં. ૧૩૩૬ (ઈ. સ. ૧૨૭૯)ની પ્રતમાં પાંચ ચિત્ર છે, જેમાંનું એક બ્રહ્મશાંતિ યક્ષનું અને એક બીજું લક્ષ્મીદેવીનું છે. પાટણના સંઘવીના પાડાના ભંડારની બાહુકથા” આદિ નવ કથાઓની વિ. સં. ૧૩૪પ(ઈ. સ. ૧૨૮૮)ની પ્રતમાં ૨૩ ચિત્ર આલેખાયાં છે, જેમાં અનેક સુંદર કથાપ્રસંગ નજરે પડે છે. આ ચિત્રોમાં પ્રાકૃતિક દશ્યોની રજૂઆત નોંધપાત્ર છે. ખંભાતના શાંતિનાથ ભંડારની “પયુષણુંક૯૫”ની પ્રતિમાંનાં બે ચિત્ર તેરમા સૈકાનાં લાગે છે. પાટણના સંઘવીના પાડાના ભંડારની વભદેવચરિત્રની સચિત્ર પ્રત પણ આ સમયની જણાય છે. ત્યાંના તપગચ્છ ભંડારમાંની હેમલgવૃત્તિની તાડપ્રતિમાંનું ચતુર્વિધ સંઘનું ચિત્ર (પટ્ટ ૯, આ. ૩૩) પણ તેરમી સદીનું છે.” ખંભાત તથા પાટણમાંનાં તાડપત્રો ઉપરનાં નાના કદનાં ચિત્ર જોતાં ખાતરી થાય છે કે એ કાલની ચિત્રકલા કેઈ આગલી પેઢીઓના સમયથી સચવાતી, ઉછેરાતી અને માન પામતી હોવી જોઈએ. સમય જતાં, માત્ર ચિત્રો દરવાને હેતુ અને ચિત્રો દોરવા માટેનાં માધ્યમ બદલાયાં, છતાં મૂળ, રેખા-પ્રધાન એવી આલેખન–કલાનાં લક્ષણ કાયમ રહ્યાં. ભિત્તિ-ચિત્રો યાત્રિકેના સમૂહને એકસાથે ઊભાં ઊભાં જોવા માટે નિર્માણ થયાં હતાં, ત્યારે નાના કદનાં પિથી ચિત્ર ધાર્મિક સમુદાયને બેઠે બેઠે, અને એક પછી એક, જેવા માટે અથવા બતાવવા માટે જાયાં હતાં. આ પથીચિત્રોને, અનેકગણાં વિસ્તારીને, ચિત્રપટ માટેનાં ચકડાની પટ્ટી ઉપરનાં ચિત્રોની જેમ, પડદા ઉપર બતાવવામાં આવે તે ખાતરી થશે કે ભીંતના માધ્યમ અને મોટા કદના ફેરફાર સિવાય એમાં બધું જ એકસરખું છે.
SR No.032607
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1976
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy