SearchBrowseAboutContactDonate
Page Preview
Page 552
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ સુ* ] શિલ્પકૃતિઓ [પર૧ નાગફણા અને એની ઉપર ત્રિત્ર વગેરેની ગોઠવણી વિશિષ્ટ કલામય રીતે કરી કલાકારે નયનાભિરામ મૂર્તિ ભરેલી છે. અકાટાના ધાતુપ્રતિમા સંગ્રહમાંથી દસમા સૈકામાં મૂકી શકાય તેવી કેટલીક જૈન પ્રતિમાએ છે. તેમાં ભરૂચની પાધિ લ્લગણિ-પ્રતિષ્ઠિત શક સ ંવત ૯૧૦ વાળી પ્રતિમાની રચના સાથે ઘણું સામ્ય ધરાવતી પણુ, એનાથી કંઇક પ્રાચીન શૈલીની એક પ્રતિમા ભાલ(કે માલા)સુત રંગટે બનાવડાવેલી છે, જેને દસમા સૈકાની શરૂઆતમાં મૂકી શકાય.૧૬ ગુજરાતના કેટલાક ભાગે। પર રાષ્ટ્રકૂટને અધિકાર હતો ત્યારે રાષ્ટ્રકૂટોની આશ્રિત કલાની અસરવાળી કેટલીક પ્રતિમાઓ ભરાયેલી. તેવી એક નાની પાર્શ્વનાથની ત્રિતીથી તથા ખીજ એક નાની પાર્શ્વનાથની યા—યક્ષી સહિતની પ્રતિમા પણ અકાટામાંથી મળી છે.૧૭ આ સિવાય ભિન્ન પારેખની પુત્રી શરણિકાએ કરેલા દેયધર્મના લેખવાળી ઋષભનાથની સેવીસી, અકોટામાંથી મળેલી, દસમા સૈકાના મધ્ય ભાગની ઈ. સ. ૯૬૦ આસપાસની,૧૮ તેમજ દ્રોણાચાય –પ્રતિષ્ઠિત સુંદર તારયુક્ત૧૯ આદિ નાથની છ-તીથી ખાસ નોંધપાત્ર છે. આ સાથે સંવત ૧૦૮૮(ઈ.સ. ૧૦૯૧-૩૨)માં મહત્તમ ચચ્ચ અને સજ્જને ભરાવેલી સુ ંદર કલામય તારયુક્ત. વસંતગઢ(જૂના સિરાહી રાજ્ય)માંથી મળેલી પાર્શ્વનાથની છતીથી પ્રતિમા સરખાવવા જેવી છે.૨૦ અકોટાની ચદ્રકુલના, મેઢ ગચ્છના નિટ શ્રાવકે પધરાવેલી તેારયુક્ત અષ્ટતાકિ પ્રતિમા દસમા સૈકાના અંત ભાગની છે.૨૧ ચામુંડ અને દુર્લભરાજના સમય(ઈ સ. ૯૯૭-૧૦૨૪)માં ચોક્કસપણે મૂકી શકાય તેવી અને અગિયારમા સૈકાની શરૂઆતની જ શિલ્પ-શૈલીને ખ્યાલ આપી શકે તેવી આરસની એક લેખયુક્ત સુંદર પ્રતિમા શત્રુ ંજય ઉપર દાદાજીની દેરીમાં મૂળ ગભારાની બાજુમાંની એરડીમાં છે. શ્રી પુડેંડરીક ગણધરની આ મૂર્તિના ઉપલા ખ`ડમાં પુડરીક સ્વામી છે. એક મેટા કમલદંડ પર કમલ ઉપર ગણધર પુ'ડરીક પદ્માસને બેઠા છે. નીચેના ખંડમાં એક આચાય, વચ્ચે વણી અને સામે શિષ્ય છે. પીઠ ઉપર લેખ સંસ્કૃતમાં છે તેમાં જણાવ્યા મુજબ વિદ્યાધર કુલના મહાન જૈન શ્રમણ શ્રી સંગમ સિદ્ધમુનિ,જેમણે સ. ૧૦૬૪ માં અહા' અનશન અને સલેખનાપૂર્વક દેહ છેડેલા તેમના સ્મરણાર્થે આ પ્રતિમા કોઈ શ્રેષ્ઠીએ ભરાવી છે. સ, ૧૦૬૪ ઈ. સ. ૧૦૦૮)માં બનેલી આ સુંદર સ્મૃતિ સેાલકાકાલીન શિલ્પના ઇતિહાસને એક અગત્યતામા ં સૂચક સ્ત ંભ છે.૨૨ આ અને આ પછીની ઘણી મૂતિએ ગુજરાતનાં સાલકીકાલીન નામશેષ મંદિરના અવશેષ હોય તેમ જણાય છે.૨૩
SR No.032607
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1976
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy