SearchBrowseAboutContactDonate
Page Preview
Page 550
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ મું શિલ્પકૃતિઓ [૫૧૯ પાટણમાં પૂજાતી બ્રહ્માની એક સુંદર પ્રતિમા (પટ્ટ ૨૯, આ. ૬૭) દસમા સૈકાના અંતભાગની ભીમદેવ ૧લાના સમયથી કંઈક પહેલાંની છે. આ પ્રતિમા ગુજરાતની બ્રહ્માની પ્રતિમાઓમાંને એક ઉત્કૃષ્ટ પ્રકારને અને આ સેલંકી કાલને પણ એક આકર્ષક સુંદર નમૂનો છે. થોડાંક વર્ષો ઉપર વડોદરા મ્યુઝિયમે એક વેપારી પાસેથી આરસની એક સુંદર તીર્થંકર-પ્રતિમા ખરીદી છે. વેપારીએ જણાવ્યા મુજબ એ સિદ્ધપુર તરફની છે. લાલનાં શિલ્પ જોતાં આ પ્રતિમા એ તરફની પણ હોઈ શકે. ઉત્તર ગુજરાતની છે એટલું તો ચોક્કસ માની શકાય. પગની નીચેના વિશ્વપદ્મની નીચેથી પીઠને તમામ ભાગ ખંડિત હોવાથી લાંછનના અભાવે આ પ્રતિમા ક્યા તીર્થકરની છે એ કહી શકાય નહિ, પણ દસમા સંકાનાં જૈન શિને આ એક સુંદર નમૂને છે. પગ પાસે બેઠેલાં શ્રાવક અને શ્રાવિકા, જે કદાચ આ પ્રતિમા ભરાવનાર હશે, તેમની કૃતિઓનું ઘડતર ખાસ ધ્યાન ખેંચે તેવું સુંદર અને ઊંચી કેટિનું છે. કાયોત્સર્ગ ધ્યાને ઊભેલા તીર્થકરની છેતીની રચના, ખાસ કરીને ડાબા સાથળ ઉપર ખેંચેલી પાટલી અથવા પJસક વસ્ત્રની રચના રાજસ્થાન તથા ગુજરાતની આ અને આ પહેલાંના સમયની વિશિષ્ટતા છે. સાબરકાંઠા જિલ્લામાં માલપુર પાસે “કલેશરીની નાળ નામથી ઓળખાતા સ્થળે એક પ્રાચીન સુંદર મંદિરના ભગ્નાવશેષ પડેલા છે, જેમાંનાં શિલ્પ ગુજરાતના દસમા સૈકાની કલાના ઉત્કૃષ્ટ નમૂના છે.૧૦ આમાંથી દિપાલ ઇદ્રની દ્વિભુજ આકૃતિનું શિપ અહીં (પટ્ટ ૩૦, આ. ૭૦) આપ્યું છે, કલેશરીના મંદિરની ઊર્ધ્વજધા પરનું એક શિલ્પ પણ આકર્ષક છે. દસમા સંકાના અંતમાં અને અગિયારમા સૈકાના પૂર્વાર્ધમાં મૂકી શકાય તેવાં આરસપહાણનાં થોડાંક સુંદર શિલ્પ કપડવંજ પાસેના તૈલપુરથી વર્ષો પહેલાં મળેલાં તે હાલ મુંબઈના પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝિયમમાં સુરક્ષિત છે.૧૧ ઉપરનાં જુદાં જુદાં ઘડતર અને અલંકાયુકત દસમા સૈકાનાં શિના અભ્યાસ પછી હવે ગંગાનું એક શિલ્પ જોઈએ (પટ ૩૩, આ ૭૭.). આ શિલ્પનું મસ્તક તેમજ પગના ભાગ ખંડિત છે. મોટા મત્સ્ય પર બેઠેલી ગંગાની સાકડી કેડ અને શરીરના જુદા જુદા અંગેના ખૂણા પાડતી રેખાઓવાળું, અલંકાના ઘાટ અને સુંદર શરીર ઘડતરની દૃષ્ટિએ દસમા સૈકાના ઉત્તરાર્ધ માં મૂકી શકાય એવું, પણ છાતી અને કમરના ભાગની રચનામાં જોરદાર ખૂણું પાડતી રેખાઓમાં રજૂ થયેલ છે. અગિયારમા સૈકાનાં કેટલાંક લઘુચિત્રોની યાદ આપે તેવું લગભગ મનુષ્ય કદનું એક સુંદર શિલ્પ વડોદરા મ્યુઝિયમમાં ઘણાં વર્ષોથી સુરક્ષિત છે. આ શિલ્પ
SR No.032607
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1976
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy