SearchBrowseAboutContactDonate
Page Preview
Page 547
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૬] સેલંકી કાલ [પ્ર. મર્દિની, શીતલા, હનુમાન, ગણેશ આદિની મૂર્તિઓ નોંધપાત્ર છે. આ મંદિરનું લગભગ સમકાલીન અને કદાચ સહેજ જૂનું મંદિર સૌરાષ્ટ્રમાંનું મૂળ માધવપુર–ડનું મંદિર એની એક નાની છતમાંના નાગદમનના શિલ્પ માટે જાણીતું છે. આ સમયની ખેડબ્રહ્માના પંખનાથ મહાદેવના ભદ્ર પરના ગોખમાંની નૃત્ય કરતા શિવની સુંદર મૂતિ નોંધપાત્ર છે. | મૂળ વિમલવસહીનાં શિલ્પ બહુ જ થોડા પ્રમાણમાં બચ્યાં છે. આ મંદિરમાં દેવકુલિકા ક્રમાંક ૨૧ માં આરસની અંબિકાની મૂર્તિની સાથે એ જ દેવીની એક સુંદર ધાતુપ્રતિમા છેક (પટ ૩૧, આ. ૭૧ ). આ પ્રતિમા વિમલમંત્રીના સમયની કે કદાચ એનાથી કંઈક જૂની-દસમા સૈકાના ઉત્તરાર્ધની છે. સોલંકી કાલની ધાતુકલાને આ એક અતિ સુંદર નમૂને છે. વિમલશાહના સમયમાં બનેલા આ મંદિરનાં સુંદર શિપોમાંના એકમાં નારીદેહને ભનેતર રીતે કંડારેલ છે. આંખો કેતરવાની ઢબ ભીમદેવકાલીન પ્રભાસનાં શિલ્પની યાદ આપે છે. આ શિલ્પમાં પહેલાંની કલાશૈલીની સુંદર ખૂબીઓ, ઊરુજાલક અલંકરણ, વિશિષ્ટ પ્રકારને બાજુબંધ, સુંદર મુખભાવ અને ઘડતર જળવાઈ રહેલાં છે. અંગોનું લાલિત્ય, સપ્રમાણતા વગેરે હજુ જોવા મળે છે. બારમા, તેરમા અને ચૌદમા સૈકાઓમાં વધતી નર કે નારીના દંડની જડતા-અકડાઈને બદલે હજુ શિલ્પમાં ચેતન, સજીવતા અને ભાવાલેખન નજરે પડે છે. ભીમદેવ ૧ લા ના સમયમાં, વિ. સં. ૧૦૮૮ માં, વિમલશાહે આ મંદિર બંધાવી પ્રતિષ્ઠા કરી. એ જ ભીમદેવે સેમિનાથના મંદિરના ભંગ પછી બંધાવેલા ગણુતા સોમનાથના મંદિરનાં શિલ્પ ઈ. સ. ૧૦૩૨ આસપાસનાં કે સહેજ પાછળનાં છે. ભીમદેવ ૧ લા (ઈ. સ. ૧૦૨૨ થી ૧૦૬૬)નાં સમકાલીન સોમનાથનાં શિલ્પ અને કિરાડુનાં શિપની કેટલીક એકસરખી લાક્ષણિકતાની ચર્ચા કરતાં એના ખુલાસારૂપ કેટલાક વિકલ્પ આપણે જોઈ ગયા. આમાંના છેલ્લા વિકલ્પને અનુમોદન આપે તેવાં શિલ્પ પાલિતાણા–શત્રુંજયથી લંડન પહોંચેલાં હાલ વિકટોરિયા ઍન્ડ આલ્બટ મ્યુઝિયમમાં સચવાયેલાં છે. આમાંનાં કેટલાંક શિલ્પ ભીમદેવ ૧ લાનાં સમકાલીન હોઈ શકે, પણ મોટા ભાગનાં શિલ્પ ભીમદેવથી પૂર્વકાલીન અને દસમા સૈકાનાં જ ગણવા પડે તેવાં ભવ્ય અને સુંદર છે. આવા નમૂનાઓમાંને એક તેરણની કેબી મોટી કમાનને ખંડિત ભાગ છે. એના બહારના છેડા પરની ભાત, જે વાલ-જ્યોતિ–ની સૂચક છે તેવા લગભગ ૬ ઠ્ઠા સૈકાથી શરૂ થયેલી ગુજર–પ્રતીહાર કાલમાં ઘણું અપનાવાયેલી સ્વરૂપે ક્રમશઃ શેડો
SR No.032607
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1976
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy