SearchBrowseAboutContactDonate
Page Preview
Page 543
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૨] સોલંકી કાલ [x, વર્ષના આ મેટા ગાળાની રોલંકીકાલીન શિલ્પકલા પણ આખા સેલંકીહાલમાં એકસરખી નથી, એમાં પણ ચડતી-પડતી નજરે પડે છે. સમકાલીન પ્રજાજીવનને કલાક્ષેત્રે કે સાહિત્યક્ષેત્રે–સમગ્ર સાંસ્કૃતિક ક્ષેત્રો–પડઘે પડતે હેવાથી, સેલંકીકાલની કલામાં પણ ગુજરાતમાંનાં શાંતિ, અશાંતિ, સમૃદ્ધિ, સંકટ વગેરેને પડઘો પડે છે. દાખલા તરીકે, ઉદયમતિની વાવનાં કર્ણ દેવકાલીન શિલ્પમાં નરનારીની આકૃતિઓ કાંઈક નબળી દેખાય છે, જ્યારે સિદ્ધરાજ અને કુમારૂ પાલના સમયમાં શિલ્પો કે ચિત્રોમાં નરનારી વધુ સશક્ત અને ખાધેપીધે સુખી દેખાય છે. કલાના અભ્યાસમાં પણ એતિહાસિક દૃષ્ટિબિંદુ રાખવું અને તત્કાલીન રાજકીય તથા સાંસ્કૃતિક ઈતિહાસને બરાબર ખ્યાલ રાખવો જરૂરી છે. સોલંકીકાલનાં શિલ્પ અને સ્થાપત્ય વિશે ઘણું લખાઈ ગયું છે. આ કાલનાં આશરે એંશી જેટલાં મંદિર, કિલ્લાઓ, તળાવો, વાવો વગેરે સ્થાપત્ય ના તેમજ સેંકડે શિલ્પના અવશપ મળે છે. હમણાં થોડાંક વર્ષોથી ડોકટર હરિલાલ ગૌદાણીએ ડાં વધુ સેલંકીકાલીન સ્થાપત્યો તેમજ શિલ્પો શોધી કાયાં છે. દક્ષિણ ગુજરાતનો પ્રદેશ આ દૃષ્ટિએ બરાબર તપાસા નથી, પણ ડાંગમાં, આહવામાં, લેકલ બોર્ડની ઓફિસના કંપાઉન્ડમાં આ લેખકે સોલંકીકાલની કલાના શિલ્પયુક્ત થાંભલા વગેરેના અવશેષ ડાંક વર્ષ ઉપર જોયા હતા. સમગ્ર ગુજરાતમાં આ કાલના અવશેષ ઠેર ઠેર પડ્યા છે. ડુંગરપુર તેમજ વાંસવાડાના પ્રદેશ મૂળ ગુજરાતી ભાષાવાળા ગુજરાતમાં પહેલાં હતા, હવે એ રાજસ્થાનમાં ભેળવેલા છે, છતાં એમાંનાં અર્થેણ વગેરે સ્થાન ખાસ નોંધપાત્ર છે. એવી જ રીતે, આબુ પાસે શિરોહી રાજયની રાજ્યભાષા પણું ગુજરાતી હતી. એ શિરેહી રિયાસતનાં અનેક ગામોમાં, અબુદાચલ આસપાસ માધોપુર-માધવાજી આદિ સ્થળોમાં, આબુ પાસે જૂની ચંદ્રાવતી નગરીમાં, મારવાડની જૈન પંચતીથી માં, નાડેલ નાડલાઈ ઘાણેરાવ આદિ પ્રદેશમાં, સાદડી રાણકપુર સેવાડી પાલી આદિ રાજસ્થાનનાં ગામો તથા શહેરમાં અને પાકિસ્તાનની સરહદ પાસે કિરાતુ કિરાતપ આદિ સ્થળોએ, ભિન્નમાલ પાસે જાલેર નજીક સુર્વણગિરિ પર, વગેરે અનેક સ્થળોએ સોલંકીકાલીન શિલ્પ તથા સ્થાપત્યના અવશેષ મળે છે. ગુજરાતનાં સોલંકીકાલીન શિલ્મમાં મુખ્યત્વે હિંદુ તથા જૈન ધર્મની મૂર્તિઓ મળે છે. હિંદુ શિલ્પમાં શૈવ તથા વૌષ્ણવ સંપ્રદાયનાં શિલ્પ, સૂર્યપૂજા
SR No.032607
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1976
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy