SearchBrowseAboutContactDonate
Page Preview
Page 539
Loading...
Download File
Download File
Page Text
________________ સેલંકી કાલ , નોંધ મળે છે (અબુંદ પ્રાચીન જૈન લેખ સંદેહ, ૫, ૩, લેખાંક ૧). પદરમાં શતકના કેટલાયે પ્રબંધે, જેમકે રાજશેખરસૂરિના પ્રકાશ (. ૧૨૧), પુરાતનપ્રવધસંગ્રહ (પૃ. ૧૧), જિનહર્ષના વક્રતુણાચરિત (જૈસા સંઈ. પૃ. ૨૧૦ ટિ. ૨૨૯) વગેરેમાં વિમલવસહીની સ્થાપનાનું એ જ વર્ષ બતાવ્યું છે (મધુસૂદન ઢાંકી વિમલવસહીની કેટલીક સમસ્યાઓ.” “સ્વાધ્યાય” પુ. ૯, અંક ૩, પૃ. ૩૫૩, પાદટીપ ૧૫). ર૭૪. ટાંકી, એજન, પૃ. ૩૪૯ થી તથા જુઓ મંદિરના તલદશનનો નકશે, પૃ. ૩પર સામે. 204. R. C. Parikh, Kāvyānus'āsana,' Vol. II, Introduction, p. CXLIX ૨૭૬, જયંતવિજયજી, આબ, ભા. ૧, પૃ. ૮૩ ર૭૭. સં. ૧૩૬૮(ઈ. સ. ૧૩૧૧-૧ર)માં મુસલમાનોએ આબુનાં મંદિર પર જે વિનાશ વે તેમાંથી આ મંદિર બચ્યું નહિ હોય ! મુસલમાનોનું આક્રમણ દૂર થતાં તરત જ મંદિરના મૂળ ગભારા અને ગૂઢમંડપનું સમારકામ થયું હોવાની સંભાવના છે. તેથી એ બંને સારાં રહી ગયાં હોય (આબૂ, ભા. ૧, પૃ. ૩૩). વિમલવસહી પછી લગભગ બસે વર્ષે નિર્માણ પામેલ લુણવસહીનાં પણ આ બંને અંગ સાવ સારાં છે, જે એ જ પરિસ્થિતિને નિર્દેશ કરતાં જણાય છે. શ્રી ઢાંકીએ નિયું છે તેમ મૂળ પ્રાસાદના ત્રણે ભદ્ર ગોખલાઓની જૂની સપરિકર પ્રતિમાઓ હજી પણ એના મૂળ સ્થાને પ્રતિષ્ઠિત છે એટલે મૂળ પ્રાસાદ વિમલમંત્રીના સમયનો જ છે એમાં સંદેહને સ્થાન નથી. વિમલે શ્યામશિલાના ચૈત્યમાં પ્રતિષ્ઠિત કરાવેલ અસલી પ્રતિમા મંદિરના નૈઋત્ય ખૂણે આવેલા ભાડાગારમાં મોજૂદ રહેલી શ્યામશિલાની આદિનાથની મૂર્તિ હોવાનું શ્રી ઢાંકી માને છે (ઢાંકી, ઉપયુક્ત, પૃ. ૩૫૬-૩૫૭), પરંતુ ઉપદેશતરંગિણીના આધારે શ્રી જયંતવિજયજીએ વિમલે પ્રતિષ્ઠિત કરાવેલી ભૂલનાયક આદિનાથની મૂર્તિ ધાતુમૂર્તિ હોવાનું તથા આ મૂર્તિ સપરિકર પ૧” ઊંચાઈની હોવાનું જણાવ્યું છે અને એની પ્રતિષ્ઠા વિ. સં. ૧૦૮૮ (ઈ. સ. ૧૦૨૧) માં જૈનના મુખ્ય ચાર ગચ્છના આચાર્યોના હાથે થઈ હતી (U. P. Shah, Holy Abu, p. 29). મૂળ ચૈત્યમાંની ભૂલનાયક ઋષભદેવની હાલની પ્રતિમા આરસની છે ને એ ઈ. સ. ૧૩રર ના જીર્ણોદ્ધાર-સમયની હોવાનું સૂચવાયું છે (ઢાંકી, ઉપર્યુક્ત, પૃ. ૩પ૬). ૨૮. ઢાંકી, ઉપર્યુકત, ચિત્ર ૧, પૃ. ૩૬૦ સામે ર૭૦. ૧૪ મી-૧૫ મી સદીના પ્રબધામાં મૂલવાયની પ્રતિમા ધાતુની હોવાનું જણાવ્યું છે (એજન, પૃ. ૩૫૭, પાદટીપ ર૬). ૨૮૦. આ અંગેની વિસ્તૃત ચર્ચા માટે જુઓ ઢાંકી, ઉપર્યુક્ત, પૃ. ૩૫૭–૩૬૦ તથા પૃ. ૩૬ર ૨૮૧. પુરાતનgધસંઘરુ રંગમંડપનું નિર્માણ વિમલના પુત્ર ચાહિલને સમપે છે (પૃ. ૨૫). 3. ઉમાકાંત શાહે આ મંડપ તથા હસ્તિપાલા પૃથ્વીપાલની કૃતિઓ હોવાનું સૂચવ્યું . (Holy Abu, Intro., pp. iii-vi).
SR No.032607
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1976
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy