SearchBrowseAboutContactDonate
Page Preview
Page 522
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ સુ' ] સ્થાપત્યકીય સ્મારકા [ ૪૧. અને ત્રીજા દસકાના રાજા પાસે અનુક્રમે એક મસ્જિદ અને એક કૂવા બંધાયાં ત્યારે એ રાજો બંધાયા હશે એવું મારું મંતવ્ય છે, કેમકે ગુંબજવાળા પ્રમાણમાં નીચેા અને ભારે શૈલી( Sqat and heavy in styte )વાળા આ રાજે દિલ્હીના ગિયાસુદીન તુલુકશાહના રાજાને મળતા છે. ૧૦ એ પ્રમાણે ખંભાત, પાટણું, પ્રભાસ વગેરે સ્થળાએ જે પુરુષાના મૃત્યુલેખા મળ્યા છે તેમાંના બહુધા મહાન વેપારી, નૌકામાલિકો, મેટા સ ંતા હોઈ એમની કાયમી યાદરૂપે મક ખરા બંધાયા હશે એમ માનવામાં વાંધા નથી. એ પ્રમાણે જે એક લેખ ખંભાતના નાઝિમની કબર તથા મૃત્યુને ઉલ્લેખ કરતા મળ્યા છે તે પણ એના મકબરા થતા સમયે તૈયાર થયા હોવા જોઇએ એમ જણાવે છે. આ સિવાય ભરૂચમાં એક મદ્રેસા ઈ. સ. ૧૦૩૮ માં બંધાયા હાવાનું વિધાન ત્યાં બાબા રૈહાનની દરગાહના દરવાજા ઉપર આવેલા લેખમાં થયુ છે એમ એક સાંપ્રત લેખકે તેાંધ્યું છે, પણુ આ લેખ મારા જોવામાં આવ્યે નથી.૩૧૧ એના વ–પાઠના વાચનમાં ભૂલ થઈ હાય તેમ લાગે છે. ટૂંકમાં, ગુજરાતમાં આઠમી સદીથી ૧૩મી સદી દરમ્યાન માટી સ ંખ્યામાં મસ્જિદો, જુમામસ્જિદે, મકબરા વગેરે બંધાયાં હોવાં જોઇએ. આ ઇમારતાનું નિર્માણ માટે ભાગે વૈભવશાળી પૈસાપાત્ર વેપારીઓ દ્વારા થયું હેાઈ સ્થાપત્યની દષ્ટિએ નોંધપાત્ર, બલ્કે ઊંચા પ્રકારનું, હાય એમ અનુમાન કરવામાં વાંધા નથી. ઉપર અક્ીનું કથન આપણે જોઈ ગયા છીએ કે ખંભાતમાં ત્યાંના અગ્રગણ્ય વેપારી સદે ઈ. સ. ૧૨૧૮માં બંધાવેલી મસ્જિદને ચાર સેનેરી ગુબજ હતા. એ જ પ્રમાણે ખંભાતના ખ્વાજા અમીનુદ્દીન જોહરે બંધાવેલી મસ્જિદ એછામાં ઓછા બે માળની હતી એ પણ ઉપર સૂચવાઈ ગયું છે. પણ આમાંના મેટા ભાગની મરિજદા અસ્તિત્વમાં ન હેાવાથી તેએની સ્થાપત્યશૈલી કેવી રીતે હતી એ કહેવુ મુશ્કેલ છે. અત્યાર સુધીમાં આ સમયની પથ્થરની ત્રણ મસ્જિદ અસ્તિત્વમાં હોવાની જાણ થઈ છે. આમાંની એ ભદ્રે શ્વરમાં છે અને એક જૂનાગઢમાં. ભદ્રેશ્વરની મસ્જિદા પર શિલાલેખ ન હેાવાથી. તેઓને ખરે। સમય નિશ્ચિત થઈ શકે એમ નથી, પણ એ ત્યાં જ આવેલી કબરા અને દરગાહની સમકાલીન એટલે કે ૧૨ મી સદીની કે ૧૩ મી સદીના પૂર્વાધ ની હાય એમ માની શકાય. વળી એ મસ્જિદો પરથી પણ સ્થાપત્યને બહુ સ્પષ્ટ ખ્યાલ આવતા નથી. એમાંથી સેાળખભી મસ્જિદના નામે એળખાતી મસ્જિદની પ્રમારતના મોટા ભાગ જમીનમાં રેતી નીચે દટાઈ ગયા છે. ઉપર જે ભાગ અનામત
SR No.032607
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1976
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy