SearchBrowseAboutContactDonate
Page Preview
Page 518
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ મું ] સ્થાપત્યયકી સ્મારક વિમલવસહીની પાસે તેજપાલે બંધાવેલું નેમિનાથનું મંદિર (પટ ૨૮, આ. ૬૩, ૬૪) એના પુત્ર લૂણસિંહના નામ પરથી લૂણસહીના નામે જાણીતું છે. એની યોજના અને કારીગરી વિમલવસહીને મળતી છે. મંદિર ગભારે, અંતરાલ, ગૂઢમંઢ૫, નવચેકી, રંગમંડપ, દેવકુલિકાઓ,બલાનક(દારમંડ૫), હસ્તિશાલા વગેરેનું બનેલું છે. ૨૮૫ એ કદમાં વિમલવસહીની પાસે છતાં કંઈક મોટું છે. મૂળ ગભારાની નેમિનાથની શ્યામપાષાણમૂર્તિની પ્રતિષ્ઠા વિજયસેનસૂરિના હાથે વિ. સં. ૧૨૮૭( ઈ. સ. ૧૨૩૦-૩૧)માં થઈ હતી. આ મંદિરનો મુખ્ય સ્થપતિ અને શિલ્પી શેભનદેવ હતા. વિ. સં. ૧૮૬૮ માં વિમલવસહીની સાથે લૂણવસહીના અસલ ગભારા અને ગૂઢમંડપનો નાશ થયેલે, એનો જીર્ણોદ્ધાર વિ. સં. ૧૩૭૮ માં પેથડશાહે કરાવ્યું હતું. ગૂઢમંડપના મુખ્ય પ્રવેશની બહાર નવ ચેકીની દીવાલેની બંને બાજુએ એક એક ઉત્તમ કોતરણીવાળા બે મોટા ખત્તક (ગવાક્ષ) છે, તેઓને લોક દેરાણી-જેઠાણીના ગોખલા તરીકે ઓળખે છે, પરંતુ એમાંના શિલાલેખમાં જણાવ્યા મુજબ તેજપાલે પિતાની બીજી પત્ની સુહડાદેવીના શ્રેય અર્થે એ બંને કરાવ્યા હતા. આ મંદિરમાં પણ વિમલવસહીના જેવી જ અપૂર્વ કતરણી છે. આ બંને મંદિરની દીવાલે, ધારે, સ્તંભ, મંડપ, તેરણો, છતો વગેરેમાં ફૂલઝાડ, વેલ, બુટ્ટા, હાંડી, ઝુમ્મર વગેરે અનેક આકૃતિઓ તથા મનુષ્યજીવન સાથે સંબંધિત અનેક પ્રસંગે–લગ્ન-ચેરી, નાટક, સંગીત, રણસંગ્રામ, પશુઓની સાઠમારી, સમુદ્રયાત્રા, સાધુ-સાધ્વીઓ અને શ્રાવક-શ્રાવિકાઓની ઉપાસના, ક્રિયાઓ, તીર્ચાદિમાં સ્નાનો, મહાપુરુષો ને તીર્થકરના જીવનપ્રસંગ બારીકાઈથી કોતરેલાં છે. મંદિરની હસ્તિશાલામાં મંદિર બંધાયા અંગે મોટે પ્રશસ્તિલેખ કરે છે. ગર્ભગૃહમાં મૂલ નાયક નેમિનાથની શ્યામ પાષાણુની સુંદર મૂર્તિ છે. વળી ત્યાં જ પંચતીર્થી-સપરિકર એક ભવ્ય મૂર્તિ છે. ગૂઢમંડપમાં પાર્શ્વનાથની મનોહર કાઉસગિયા મૂર્તિ છે. મંદિરની દેવકુલિકાઓમાં વિવિધ તીર્થકરોની મૂર્તિઓ ઉપરાંત દીવાલ તથા સમતલ છતામાં જનધર્મને અભિપ્રેત જુદા જુદા ભા–દ કોતરેલાં છે. એમાં અડ્ડાવબેધ અને સમળીવિહારતીથ, ત્રણ વીસીને પટ્ટ, વિદ્યાદેવી, ઇંદ્ર, કિન્નર, કૃષ્ણજન્મ, બાલકૃષ્ણલીલા, ચાર કે આઠ દેવીઓનાં જૂથ, અંબિકા, ૨૯દ્વારિકા નગરી, સમવસરણ, ગિરનારનાં જૈન મંદિર, હસવાહન દેવી સરસ્વતી, અરિષ્ટનેમિની જાન, નેનિચરિત્ર, પાર્શ્વનાથચરિત્ર વગેરેને લગતાં દોની પરંપરા કોતરેલી છે. - અહીંની હસ્તિશાલાની વચ્ચેના ખંડમાં મૂલ નાયક આદીશ્વરની સપિરકર
SR No.032607
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1976
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy