SearchBrowseAboutContactDonate
Page Preview
Page 496
Loading...
Download File
Download File
Page Text
________________ 'F Z' ] સ્થાપત્યકીય સ્મારકા [ ૪૬ ગર્ભગૃહ અને ગૂઢમડપની આગળ ઉત્તુ ંગ પ્રવેશચેાકી છે. ગૂઢમડપની તથા પ્રદક્ષિણાપથની દીવાલ ખુલ્લા ગવાક્ષાથી મઢિત હાવાના કારણે અંદરના ભાગમાં હવાઉજાસ આવે છે. દીવાલની બહારની બાજુની પીઠના અને મંડોવર ( ૫૬, ૧૭, આ. ૪૭, તથા મંડપની વેદિકાના નિગમયુક્ત તમામ ભાગ અનેકવિધ શિપેાથી અલકૃત કરેલ છે. ગર્ભગૃહ સમયેારસ છે, એની તથા મંદિરની બહારની દીવાલે વચ્ચે પ્રદક્ષિણાપંચ છે. ગભ ગૃહનું ભોંયતળિયું તૂટી ગયું છે. લગભગ દસેક ફૂટની ઊંડાઈ એ ગર્ભગૃહની અસલ પીઠિકા કે જેના પર એક વખતે મદિરની સેવ્યપ્રતિમા પ્રસ્થાપિત કરેલી હરશે તે પડી છે. એના મુખભાગમાં દાવાને ઉઘુક્ત સપ્તાશ્વનાં શિલ્પ છે. મંદિરના સભામંડપમાં પ્રવેશ માટે ભાવલિયુક્ત શૃંગાર ચાકીએ ચારે બાજુએ આવેલી છે. એમાં પૂર્વ તરફની શૃંગારચોકીની આગળ કતિ તારણના અવશેષરૂપ એ સ્ત ંભ છે અને ત્યાંથી કુંડમાં ઊતરવા માટેના વિસ્તૃત પડચાર આવેલા છે. સભામંડપની ચારે બાજુએ કક્ષાસનયુક્ત વેદિકા અને વામનસ્તંભા આવેલાં છે. એની બાજુની ચાકીએની છતા અનેકવિધ કાતરકામાંથી' વિભૂષિત કરેલ છે. એ માલાધરા તથા ગીતવાદ્યનૃત્યરત શિાથી વિભૂષિત છે. એમાં સમતલ છતા, કમલપુષ્પમંડિત કાલ-કાચલા પ્રકારની છંતા નોંધપાત્ર છે. મંદિરની પીઠમાં જાડકુંભ, કણી, ગ્રાસપટ્ટી, છાજલી, અંતરપત્રિકા, ગજથર, નયર વગેરે ચરા કાતરેલા છે. પીઠ ઉપરના મંડોવરમાં કુંભ, કળશ, કેવાલ, અતપત્ર, મચિકા, જંધા, છાજલી, મહાકેવાલ, ફૂટછાવ વગેરે ચરી છે. મંડપની પીઠ ઉપરની વેદિકામાં રાજસેન, આવરણદેવતાથી વિભૂષિત વેદિકા, સ્તંભિકા, ક્ષાસન અને આસનપટ્ટ કોતરેલાં છે. મડાવરની જ ધાના ગવાક્ષામાં સૂર્યની ખારી મૂર્તિ, 233 અષ્ટ દિક્પાલ, દિપાલિકાએકનાં પૂરા માનવકદનાં શિલ્પ છે. મદિરની અંદર પ્રદક્ષિણાપથ તથા મંડપમાં બીજા બાર સૂર્યની મૂર્તિસ્મા છે, પણ એ બહારની મૂર્તિ કરતાં કુદમાં નાની છે. મંડપના સ્વસ્તિક ધાટના સ્ત ંભ કુંભીથી માંડી શિરાવટી, ઉચ્છાલક અને વળી ભરણી સુધી ભરચક શિપટ્ટિકાએથી વિભૂષિત છે. એના કુંભી ઉપરના સ્તંભદડની નીચેના ગવાક્ષમાંડત અષ્ટકાણીય ભાગમાં અનેક નતિકાએ તથા મિથુનાનાં ઉન્નત કાટિનાં શિલ્પ છે. પાટડા અનેક દેવદેવી, રાજિંદા જીવનના પ્રસંગા તથા રામાયણ--મહાભારતના પ્રસંગાથી કાતરેલા છે. સભામંડપનાં ક્રક્ષાસનાની બહારની ખાજુનાં મિથુન-શિલ્પ ખાસ નોંધપાત્ર છે. ઠેર ઠેર દર્પણન્યાઓ, નત કી, તાપસા, પૌરાણિક વૃત્તાંતા વગેરેનાં શિપ ઘણાં ઉત્તમ સા-૩૦
SR No.032607
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1976
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy