SearchBrowseAboutContactDonate
Page Preview
Page 493
Loading...
Download File
Download File
Page Text
________________ લકી કાલ [ J, છે. ગર્ભગૃહના દ્વારના તરંગમાં નવ ગ્રહને પદ છે. તલદન પરથી મંદિર પંચાડી હોવાનું સૂચવાય છે. આ તથા અહીંના નાશ પામેલ વિષ્ણુમંદિરના તે હવે માત્ર ફોટોગ્રાફ જ ઉપલબ્ધ બને છે. ૨૫ કોટાયની પડખે આવેલ અણગોર ગઢમાં અવશેષરૂપ બચેલ શિવમંદિર એક અત્યત વિરલ કૃતિ છે. મંદિર ગર્ભગૃહ, અંતરાલ, મંડપ અને ચંગારકીનું બનેલું છે. એનું ગર્ભગૃહ ૧૮ ફૂટ પહોળું અને મંડપ ર૭ ફૂટ પહોળો છે. મંડપની આગળની શૃંગારકી નાશ પામી છે. ભટ્ટના બેવડા થર પર આવેલી આ મંદિરના પીઠ અને મંડોવરની શોભન-સમૃદ્ધિ નેંધપાત્ર છે. ચંદ્રશાલાનાં અંલકરણોથી અંકિત જાકુંભની ઉપર ઉડા તક્ષણવાળી ગ્રાસપદી છે. એના પરના કુંભાના થરમાં અર્ધ વર્તુલાકાર સુશોભનોની બંને બાજુએ એ જ ઘાટમાં પુષ્પાવલીઓ કોતરલી છે. અંતરપત્રિકા રનમડિત છે. એના ઉપરની છાજલીના નીચલા છેઠા અહેમુખી પત્રાવલી. થી અને ઉપરના છેડા ચંદ્રશાલાનાં અલંકરણોની હારમાળાથી વિભૂષિત છે. ઊર્વદર્શનની દષ્ટિએ મંદિરની પીઠિકા અને એના પરના મંડોવરના થરોમાં અને મંડપની દીવાલના થરામાં કેટલાક નોંધપાત્ર તફાવત છે. ગર્ભગૃહના મડેવરમાં કેવાલ, જંઘા, અંતરપત્રાદિ ચરાની યોજના છે, જ્યારે મડપના મોવરમાં આ થર સાદા છે. અલબત એમાં જંઘાના થરની માફક મૂર્તિશિલ્પની જના છે. એમાં પ્રયોજિત મિથુનશિ ઘણાં ઉત્કૃષ્ટ કોટિનાં છે. ગર્ભગૃહની જંધાને મુખ્ય ચર પ્રફુલ્લિત કમલ પર આવેલું છે. એના ભગવાક્ષમાં તથા કેશુભાગ પર દેવભૂતિઓ અને પ્રતિરથ ભાગે સુરસુંદરીઓનાં તથા સલિલાંતરમાં કરાલામુખી વ્યાલનાં શિલ્પ છે. પશ્ચિમમાં ભદ્રગવાક્ષમાં શિવ અને ઉત્તર તથા દક્ષિણના ગવાક્ષોમાં અનુક્રમે બ્રહ્મા અને વિષ્ણુનાં શિલ્પ છે. પ્રતિરથ અને કેણનાં શિલ્પના મથાળે મહાકેવાલ અને નરથરની આકૃતિઓ છે. સૌથી ઉપરનો મહાનેવાલને દિયર સમગ્ર શિખરની નીચે કંદોરારૂપે ચારે બાજુએ ફળી વળે છે. મંદિરના મંડપની બંને પડખે (ઉત્તર અને દક્ષિણે) એક એક ઝરૂખા-બારી છે. સળંગ પથ્થરમાંથી કેરી કાઢેલી એની જાળીઓ આજે તે તૂટી ગઈ છે. માત્ર દક્ષિણ તરફના ઝરૂખામાં એને કેટલોક ભાગ અવશેષરૂપ બને છે. ઝરૂખાના મથાળે આવેલા દોઢિયાના મધ્ય ભાગમાં આસનસ્થ મૂર્તિશિલ્પ છે. મંડપના તંભોના ઉપલા છેડા વર્તુલાકાર ઘાટની ક૯૫વલ્લીઓ, વેલબુટ્ટાની પદિકા, અધેમુખી પલ, અલંકરણ તથા ગજ સવારી, કીચક, નારીવૃંદ વગેરે શિ વડે " સુશોભિત કરેલા છે. ભકિક ઘાટની ત્રિદલ શિરાવટીમાં પદિકા, કણિકા અને અt
SR No.032607
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1976
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy