________________
૪૫૬ ] સેલંકી કાલ
[. પશ્ચિમે નૃસિંહ અને નવરાહનાં શિલ્પ છે અને તેઓની બંને બાજુએ દિપાલ તથા દિપાલિકાઓનાં શિલ્પ છે. મંદિર પરનું શિખર પાછલા કાલની રચના છે. મંડપનું સમગ્ર સમતલ વિતાન પાપાંદડીઓના ઘાટમાં કોતરેલું છે.
મંદિરની આગળ કીર્તિતોરણની રચના છે. તોરણના ઇલિકા-વલણમાં વિષ્ણુનું ગેશ્વર સ્વરૂપ મુકાયું છે. તરણના સ્તંભ ઉપર પણ વિષ્ણુના અવતારે કે સ્વરૂપે કોતરાયાં છે.
મંદ્રપુર(તા. ખેરાળ, જિ. મહેસાણા)નું દુધેશ્વર મહાદેવનું મંદિર પશ્ચિમાભિમુખ છે. ગર્ભગૃહની આગળને સભામંડપ બાર સ્તંભો પર ટેકવેલો છે. મંડપની વેદિકા નીચે વેદીબંધને થર છે. પીઠ અને મંડોવર આ કાલનાં બીજાં મંદિરોની માફક શિલ્પપ્રચુર છે. ગર્ભગૃહનું શિખર સારી રીતે જળવાઈ રહેલું છે. ૧૯૩ મંડપની વેદિકા નવી છે, પરંતુ ઘટપલ્લવ ઘાટના સ્તંભ પ્રાચીન છે. ગર્ભ ગૃહની દ્વારશાખા પણ પ્રાચીન છે
સુણક મંદિર સમૂહનાં આ કાલમાં રચાયેલાં મંદિરમાં મહેસાણા જિલ્લાના કઈ સોલંકી( તા. ચાણસ્મા ) ના સંડલેશ્વર ૧૯૪ મંદિરને, વાઘેલ(તા. સમી)ના પ્રાચીન મંદિરને ૧૫ મણંદ( તા. પાટણ)ના નારાયણ મંદિરને,૧૯૪ ધિણેજ ( તા. ચાણસ્મા)ને વ્યાઘેશ્વર (કે ખમલાઈમાતા) મંદિર,૧૯૭ મેટબત. ચાણસ્મા)ના પ્રાચીન મંદિરને ૧૯૮ તથા વીરતા(તા. ચાણસ્મા)ના નીલકંઠ૧૮૮ મંદિરને સમાવેશ થાય છે.
શામળાજી(તા. ભિલોડા, જિ. સાબરકાંઠા)માં આવેલું હરિશ્ચંદ્રની ચોરીનું પૂર્વાભિમુખે મંદિર• લંબચોરસ ગર્ભગૃહ, મંડપ અને શૃંગારકીનું બનેલું છે. ગર્ભગૃહની સેવ્ય પ્રતિમા નાશ પામી છે. મંડપની બંને બાજુએ કક્ષાસનમંડિત ઝરૂખા અને આગલી બાજુએ શૃંગારકી આવેલાં છે. મંડપના પ્રાંગણની તરફ કેટ હોવાની નિશાનીઓ છે. એમાં હરિશ્ચંદ્રની ચોરી' નામે ઓળખાતું બાંધકામ દેવાલયના પ્રાંગણમાં આવેલું તોરણદાર છે. આ મંદિર અને તોરણની રચના આ પ્રદેશમાં પ્રતિહાર કે પરમાર રાજ્યની સત્તા હતી તે દરમ્યાન થઈ હોવાનું મનાય છે.૨•૧ મંદિરની પીઠ અને મંડોવરના થર સાદા અને ભારે કદના છે. ગર્ભગૃહ પરના શિખરના વેણુકાશની ઉભડક રેખાઓમાં સાત સમતલ થરોનાં અંકન છે. મંડપની વેદિકામાં સાદા મત્તાવારણની રચના છે. એના વામન કદના સ્તંભ પણ પ્રમાણમાં ઘણા સાદા છે. ૨૦૨ ઉત્તર તરફના ભગવાક્ષમાં ગણેશનું શિલ્પ છે.૨૩ મંદિરના ગર્ભગૃહની પીઠિકા અને ભદ્રગવાનાં શિ પરથી