SearchBrowseAboutContactDonate
Page Preview
Page 484
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ મું ] સ્થાપત્યકીય સ્મારક [૪૫ શૃંગારકીની વેદિકા પર આવેલા વામનરંભ ચોરસ અને સાદા છે, પરંતુ એમના ઉપલા છે. પત્રાવલિથી વિભૂષિત દરેક બાજુએ વર્તલ અને ઘટપલ્લવની આકૃતિઓ છેતરેલી છે. એના પરને સ્તંભભાગ અષ્ટકોણમાં પરિવર્તન પામે છે. એમાંની સર્પ અને હીરાઘાટની પરસ્પર ગૂંથણી આહલાદક છે. એની ઉપર કીર્તિમુખની પટ્ટિકા છે. રંગમંડપના વામનતંભ, વેદિકા, કોટક-ધાટની એની છત તથા એમાં મૂકેલ મૂતિશિલ્પોના ઉત્તમ કોતરકામને કારણે આ મંદિર આ સમયનાં નાનાં મંદિરની પૂર્ણ કૃતિ ગણાય છે. મંડપ પરની સંવર્ણા નામે જાણીતી થયેલ રચનાની શરૂઆત આ મંદિરથી થઈ હોય એમ જણાય છે. સંવની પગથિયાંવાળી ત્રિથર રચના ઘંટાકાર ફૂટથી મંડિત છે. એમાં મધ્યના નિર્ગમ પર આવેલ ઉઘંટા ઘણી અનુપમ રચના છે. આ મંદિરની દ્વારશાખા પુનનિર્માણ પામી હેય એમ જણાય છે, કારણ કે એમાં અસલ દારશાખાના ખંડોનો ઉપયોગ થયેલ છે. દેલમાલ(તા. ચાણસ્મા, જિ. મહેસાણું)નું લિંબે માતાનું ઉત્તરાભિમુખ મંદિર પુનનિર્માણ કાલનું છે. મંદિરની રચનામાં અસલ મંદિરના ઘણું અવશેષ જળવાઈ રહ્યા છે. મંદિરના પ્રાંગણમાં મુખ્ય મંદિરની આજુબાજુ બીજાં નાનાં મંદિર આવેલાં છે. ૧૮૪ એ બધાં એમનાં અસલ સ્વરૂપે સારી સ્થિતિમાં જળવાઈ રહ્યાં છે. વળી લિંબાજીમાતાની મુખ્ય પ્રતિમા દેલમાલ ગામની પૂર્વ સીમા પર આવેલ તળાવકાંઠે અત્યંત જીવસ્થામાં ઊભેલા પ્રાચીન મંદિરની છે. ૧૮૫ આ મુખ્ય મંદિર ગર્ભગૃહ, સભામંડપ અને શૃંગારકીનું બનેલું છે. મંડપની વેદિકાની પીઠમાં પ્રાસાદિકા, રત્નપટ્ટિકા, છાજલી વગેરેના થર કોતરેલા છે. એની વેદિકામાં ઊર્બવેલ, પુષ્પપત્રાવલિ, ઘટપલવ અને ખૂણાઓ પર મૂર્તિસિ કોતરેલાં છે. વેદિકા પરના આસનપદની પીઠિકા પણ આવી જ શિલ્પપ્રચુર છે. મંડપના સ્તંભ મિશ્ર ઘાટના છે. સૌથી નીચે એ ચેરમ, મધ્યમાં અષ્ટાસ્ત્ર અને મથાળે ગોળ છે. વૃત્તાકાર ભરણી ઉપરની શિરાવટીમાં ચારે દિશાએ કીચકનાં શિલ્પ છે. ગર્ભગૃહની વિશાળ દ્વારશાખા અત્યંત અલંકૃત છે. બાહ્ય શાખાના મધ્યમાંના લલાટબિંબમાં ગણેશનું શિલ્પ છે, રૂપસ્તંભમાં લલિતાસનમાં બેઠેલી દેવીઓનાં શિ તથા દ્વારશાખાના કુંભીઓના ભાગમાંનાં પ્રતિહારિણીરૂપે કંડારેલાં દેવીશિ૯૫ મંદિર દેવી મંદિર હવાને સક્ત કરે છે. ઉબરમાં મધ્યના અર્ધવૃત્તાકાર મંદારકમાણુ )ની બંને બાજુએ એક એક મોટા ગ્રાસનાં શિલ્પ છે.૧૮ મુખ્ય મંદિરની આસપાસ બીજાં નાનાં મંદિર છે. એના અગ્નિ અને નિત્ય કોણ પર એક જ ઘાટનાં ગર્ભગૃહ અને શૃંગારકીનાં બનેલાં બે સુંદર નાનાં મંદિર
SR No.032607
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1976
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy