SearchBrowseAboutContactDonate
Page Preview
Page 477
Loading...
Download File
Download File
Page Text
________________ સોલંકી કાલ [ . રોજિંદા જીવનના પ્રસંગ કે પૌરાણિક દશ્ય કતરેલાં હોય છે. કોટકનું રૂપવિધાન૫૮ ખાસ નોંધપાત્ર છે. એમાં નીચેથી ઉપર જતાં કમે ક્રમે કર્ણદરિકા, પ્રાસપટ્ટી, રૂપકંઠ, કોલ, ગજકાલુ, વલિકા, લુમા વગેરે વિવિધ ઘાટના થર અને મધ્યમાં પશિલા જાય છે. કર્ણદર્દારિકાનો થર મોટે ભાગે પદ્મપાંખડીઓથી મંડિત હોય છે. એના ઉપર ઘણી વખતે નાના કદની પ્રાસાદિકા રચાય છે. કેટલીક વખતે કર્ણદર્દરિકાની નીચેની રૂ૫૫ફ્રિકામાં નરથર પણ જોવામાં આવે છે. કયારેક નરથરનું સ્થાન ગજપટ્ટી પણ લે છે. કોટકને સૌથી પ્રાચીન નમૂને થાનના મુનિબાવા મંદિરના મંડપના ઘૂમટમાં આવેલો હતો. સૂણકના નીલકંઠ મંદિરના મંડપના, મોઢેરાના સૂર્યમંદિરના સભામંડપના, તથા આબુના વિમલ. વસહીના સભામંડપના કરાટકની નીચેની રૂ૫૫ફ્રિકામાં નરથર તથા લુણવસહીના કરાટકની રૂપપદિકામાં ગજથરનું આયોજન જોવામાં આવે છે. કર્ણદરિકા ઉપરના રૂપકંઠમાં વિદ્યાધર-વિદ્યાદેવીઓ અને દેવતાઓનાં છે. -નૃત્યાંગનાઓનાં શિલ્પ જોવામાં આવે છે. જેના મંદિરમાં મોટે ભાગે ૮, ૧૨ કે ૧૬ વિદાધરો કે વિદ્યાદેવીઓનાં શિલ્પ હોય છે. આબુ ને કુંભારિયાનાં મંદિરના મંડપમાં એવી રચના છે. રૂપકંઠની ઉપરને કોલને થર અંતર્ગોળ ત્રિદલ(ગગારક)ની રચનાથી વિભૂષિત હોય છે. હરિશ્ચંદ્રની ચેરી( શામળાજી) અને મુનિબાવા(થાન) - નાં મંદિરમાં આ રચનાના જૂના નમૂના જોવા મળે છે. ગાજતાલુ( ગવાળુ ) હાથીના ખુલા મુખના અંતર્ગોળ ભાગ સાથે સામ્ય ધરાવતો થર છે. ગાજતાલના ૩, ૫, ૭, કે ૯ થર હોય છે અને મધપૂડાની માફક એની રચના સંકુલ પ્રકારની હેાય છે. પાલિકાને થર વાસ્તવમાં અંતર પદિકા માફક પતરાંતર દર્શાવનાર પર છે. એની મદદ વડે કલ અને ગજલાલુના થર સ્પષ્ટતઃ જુદા પડે છે. લૂમાં તો પુષ્પગુચ્છ માફક છૂટી છૂટી પ્રોજાય છે. એનું વાસ્તવિક સ્વરૂપ નાનકડા ગુમ્મર જેવું છે. એના રૂપમાં પુષ્પપાંદડી અને પુ૫કલીનું સંયોજન થયેલું હોય છે સમગ્ર કટિકના મધ્યબિંદુ( ચાવી)રૂપે પ્રયોજાતી પઘશિલા ઘણાં ઉત્કૃષ્ટ પ્રકારનું કંડારકામ ધરાવે છે. સમતલ વિતાનમાં તે એ પ્રફુલ્લિત કમલપુછપરૂપે આલિખિત થાય છે, પરંતુ કોટકમાં એ અતિનિમિત સ્વરૂપે મોટા ઝુમ્મરની માફક લટકતી દર્શાવાય છે. વર્ગીકરણની દૃષ્ટિએ છતના મુખ્યત્વે ત્રણ પ્રકાર-સમતલ, ક્ષિતક્ષિપ્ત, અને ઉદિત જોવામાં આવે છે. સમતલ છત સાદી કે અલંકૃત છતાં સપાટ હોય છે. ક્ષિતોક્ષિપ્તમાં કોકટકના કાલ-કાચલીત ગવાળુ, ગજતાલુ)ના તરંગની
SR No.032607
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1976
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy