SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬] લકી કાલ [ પ્ર.. પડતાં એ દેશ્ય શબ્દનું સંસ્કૃતીકરણ કરવામાં આવ્યું ને ત્યારે એ નામ ગુહ્યું (બેબો કે કમંડલુ)-ક્યારેક વહુ રૂપે પણ–પરથી વ્યુત્પન્ન થયેલું ગણયું, જેના માટે કઈને કેઈના સુલુકમાંથી થયેલી ઉત્પત્તિની અલૌકિક કથા પ્રચલિત થઈ.૧૬ પ્રાયઃ આ પ્રક્રિયાને લીધે ગુજરાતમાં જુહુય અને સુય (ને શરૂઆતમાં એ રીતે રૌહિ, વ રુ, ગુરુ વગેરે) રૂપ પ્રચલિત થયાં. પા#િ૧૭ અને રજિક ૧૮ની જેમ એમાંથી ગુજરાતીમાં સોલંકી’ રૂ૫ પ્રચલિત થયું. આમ દખણના કુલના રાજાઓ સામાન્ય રીતે ચાલુક્ય’ તરીકે અને ગુજરાતના કુલના રાજાઓ “ચૌલુક્ય” તરીકે ઓળખાતા, પરંતુ એ પરથી એ બે રાજવંશ ભિન્ન કુલના હોવાનું ફલિત થતું નથી. દખ્ખણના ચાલુક્ય વંશની જેમ ગુજરાતને ચૌલુક્યવંશ માનવ્ય ગોત્ર અને હારીતી-હારીતિ સાથે સંબંધ દર્શાવતો નથી એ ખરું છે, પણ દખણના ચાલુક્યોએ એ ઉલ્લેખ કદ પાસેથી અપનાવી લીધા હતા;૧૯ આથી એ ઉલ્લેખો ચાલુક્યોની ઉત્પત્તિની અતિહાસિક રજૂઆત કરતા હોવાનું ફલિત થતું નથી. એવી રીતે દખ્ખણના ચાલુક્યો માનવ્ય ગોત્રના હતા, ત્યારે ગુજરાતના ચાલુક્યો ભારદ્વાજ ગોત્રના હતા એ ભેદર૦ પણ યથાર્થ ન ગણાય. બીજુ, દખણના ચાલુક્યોનું રાજચિહ્ન વરાહ હતું, ત્યારે ગુજરાતના ચૌલુક્યોનું રાજચિહ્ન નંદી હતું, એ ભેદ તરફ છે. બૂલરે ધ્યાન ખેંચ્યું છે. ૨૧ પરંતુ લાંબા સમય દરમ્યાન ઇષ્ટ સંપ્રદાયને ફેરફાર થયે હે સંભવે છે. એનાથી ઊલટું, કુત્પત્તિને અંગે દખણના ઉત્તરકાલીન ચાલુક્યોની અને ગુજરાતના ચૌલુકાની બાબતમાં સમાન પૌરાણિક માન્યતાઓ પ્રચલિત થયેલી છે. વળી અગાઉ જણાવ્યા મુજબ વહુચ-ચારુચ ને બદલે અહીં જુદા-વૌઠુજય રૂ૫ પ્રચલિત થયાં છે; ને એ બંને પ્રકારનાં નામોના મૂળમાં રહેલા મનાતા વહુ અને ગુરુ શબ્દ પણ પર્યાયરૂપ છે. વળી આ કાળ દરમ્યાન પણ ક્યારેક આ બંને શબ્દ પર્યાયરૂપે પ્રયોજાયા છે. આમ વાસ્તવમાં ચાલુક્યો અને ચૌલુક્યો એક જ કુલના છે, છતાં દખણના રાજવંશે માટે “ચાલુક્ય” અને ગુજરાતના રાજવંશો માટે “ચૌલુક્ય’ શબ્દ રૂઢ થયે છે એ લક્ષમાં રાખવું ઘટે. ગુજરાતી “સોલંકી” શબ્દ પણ “ચૌલુક્ય’ રૂ૫ સાથે સંબંધ ધરાવે છે. કુલની ઉત્પત્તિ સોલંકી કાળ દરમ્યાન ચૌલુક્ય કુલની ઉત્પતિ માટે અમુક પૌરાણિક માન્યતાઓ પ્રવર્તતી હતી. દાનવોના ઉપદ્રવ સામે રક્ષણ માટે દેવેએ પ્રાર્થના કરતાં સંધ્યાવંદન સમયે બ્રહ્માએ પવિત્ર ગંગાજળ ભરેલા પોતાના ચુલુકમાંથી “ચુલુક્ય” નામે વીર ઉત્પન્ન કર્યો તેનામાંથી ચૌલુક્ય વંશ પ્રવર્ચે ૨૪ એ માન્યતા સ્પષ્ટતઃ
SR No.032607
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1976
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy