SearchBrowseAboutContactDonate
Page Preview
Page 463
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૨ ] (આ) હૃચાયતન (દ્વિપુરુષ પ્રાસાદ) આ કાલનાં કેટલાંક મદિરામાં એવડા ગર્ભગૃહની રચના જોવામાં આવે છે. એનાં એ ગગૃહોની આગળ મંડપની રચના જોવામાં આવે છે. (૧) ખડેાસણના એક પ્રાચીન મંદિરનાં બે ગર્ભગૃડ મંડપની બન્ને બાજુએ કાટખૂણે ખેડાયેલાં છે. આ મંદિર હરિહરનું હાવાની સંભાવના છે. મંડપની બાકીની બે બાજુએ પર શૃંગારચાકીની રચના નથી, પશુ એની આગળ સેાપાનશ્રેણી છે. ૧૦૩ વીરમગામના મુનસર તળાવના કાંઠે મધ્યમાં મંડપ અને એની એ સામસામી બાજુએ એ એક એક ગર્ભ ગૃહની રચનાવાળાં ખે મંદિર છે.૧૦૪ કદમાં આ મંદિર મુનસર કાંઠે આવેલી એકાંડી મંદિરશ્રેણીનાં મંદિશ કરતાં ઘણાં મેટાં છે, તેથી એ ત્યાંનાં બીજા મંદિશ કરતાં જુદાં પડે છે. સાલડકી કાલ [ 36 (ઇ) ચાયતન (ત્રિપુરુષ પ્રાસાદ) આ પ્રકારનાં આ કાલનાં મદિરાની મધ્યમાં મંડપ અને મડપની ત્રણે બાજુએ એક ગર્ભ ગૃહની રચના જોવામાં આવે છે. સરા(પટ્ટ ૬, આ. ૨૮)ના બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને ત્રિપુરુષપ્રાસાદ ઘણા જાણીતા છે.૧૦૫ પરબડી(જિ.સુરેદ્રનગર, તા. ચોટીલા)માં પણ આવું એક મંદિર આવેલું હતું.૧૦૬ એમાંના ઘણા ભાગ હવે નાશ પામ્યા છે. દેલમાલના કિંમાજી માતાના પ્રાંગણમાં સામસામા આ પ્રકારના એ ત્રિપુરુષપ્રાસાદાની રચના જોવામાં આવે છે.૧૦૭ ગિરનાર પર્વત પર આવેલ વસ્તુપાલવિહાર વિશિષ્ટ પ્રકારના ત્રિપુરુષપ્રાસાદ છે.૧૦૮ એના મધ્યના ગર્ભ ગૃહમાં તીથ કર મલ્લિનાથની મૂતિ પ્રસ્થાપિત કરેલી છે. મંડપની બંને બાજુનાં ગભ ગૃઢામાં અનુક્રમે સમેતશિખર તથા સુમેરુ(અષ્ટાપદ)ની સ્થાપના છે. એમાં મધ્ય મંડપની આગળ એક સભામંડપની રચના છે. સાબરકાંઠા જિલ્લાના દેરલમાં શિવપ્રમુખ ત્રિપુરુષપ્રાસાદ આવેલા છે. ૧૦૯ (ઈ) પંચાયતન પંચાયતન પ્રકારનાં મદિરામાં મધ્યના મુખ્ય મંદિરની જગતીના ચાર છેડે એક એક નાના મંદિરની રચના જોવામાં આવે છે. મહેસાણા જિલ્લાના આસાડાનુ જસમલનાથ મંદિર,૧૧૦ ગવાડાનું પંચાયતન મંદિર, ૧ ૧ ૧ ખેરવાનું અંબા માતા સમૂહનું ૧૧૨ તથા સાબરકાંઠા જિલ્લાનાં કૅવન,૧ ૧૧૩ સપ્તનાથ, ૧૧૪ ભેટાલી,૧૧૫ દાવડ,૧૧૬ દેરાલ,૧૧૭ હીરપુર૧ ૧૮ વગેરે ગામામાં પંચયિતન મદિર આવેલાં છે. (૬) ચેાવીસ, આવન અને ખેતર જિનાલયેા આ કાલમાં કેટલાંક જન મદિર એક વિશિષ્ટ પ્રકારની રચનાથી વિભૂ ષિત
SR No.032607
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1976
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy