SearchBrowseAboutContactDonate
Page Preview
Page 450
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ સુ* ] સ્થાપત્યકીય સ્મારકા [ ૪૧૯ પશ્ચિમ ભારતમાં ગુજરાત અને રાજસ્થાનના પ્રદેશામાં કેટલાંક ગણનાપાત્ર ઐતિહાસિક જળાશયે। વિશેની પણ વિગતેા મળી આવે છે. રાજસ્થાનમાં વર્ષોંકાલમાં નહિ જેવા વરસાદ પડે છે અને આખાયે પ્રદેશ પથરાળ જમીનને હાવાને કારણે જમીનની ઘણી ઊંડાઈએ પાણી મળી શકે છે, એ કારણે ઠેર ઠેર કૂવા ખાદાયેલા છે તેમજ વાવા પણ બંધાવેલી છે. ગુજરાતમાં વરસાદનું પ્રમાણ કઈક અશે ખેંચવાળુ છે અને તેથી અહીં પણ વિપુલ પ્રમાણમાં જળાશય ખધામાં હાવાના અતિહાસિક ઉલ્લેખ મળે છે.૯ સાલકી રાજ્યની રાજધાની અણુહિલવાડ પાટણ એ કચ્છના નાના રણના કાંઠે આવેલું સ્થળ છે અને બનાસ તથા સરસ્વતી નદી એની પાસે થઈ તે વહે છે. સિદ્ધરાજના પુરગામી દુર્લભરાજે પાટણમાં દુલ ભ સરોવર બંધાવ્યું હતું. આગળ જતાં સિદ્ધરાજે એનું નવનિર્માણ સહસ્રલિગ સરેાવર નામે કરાવ્યું. ૧૦ સરસ્વતીના એક પ્રવાહને આ જગ્યાએ વાળી સરાવરને સમૃદ્ધ કરવામાં આવ્યું હતું. સરસ્વતીપુરાણ તથા હેમચંદ્રના દયાશ્રય કાવ્યના આધારે આ સહસ્રલિંગ તળાવનું ચિત્ર આપણી નજર સમક્ષ ઊભું કરી શકાય એમ છે.૧૧ એમાં વર્ષોંવેલ તળાવના આકાર અને ઘાટને અનુરૂપ સરોવરની શેાધ માટે થાડાંક વ પૂર્વે` સહસ્રલિંગ તળાવનુ ભૂતપૂર્વ વડોદરા રાજ્યના પુરાતત્ત્વ ખાતાએ ખાદકામ કરાવ્યું હતું અને ખેાદકામમાંથી મળી આવેલ રુદ્રકૂપ અને ગરનાળાં તેમજ કેટલાક ઘાટના અવશેષ યથાવત સ્થિતિમાં મળી આવ્યા હતા.૧૨ આ પરથી નક્કી થાય છે કે ઉપર્યુક્ત ગ્રંથાએ સહસ્રલિંગ સરાવરનું જે વર્ણન કર્યુ છે તે ખરાખર છે. સહસ્રલિંગ તળાવનેા ઘાટ વલયાકાર એટલે કે વૃત્તાકાર હતા.૧૨અ એની ચારે બાજુએ પગથિયાંવાળા ધાટ હતા. હેમચંદ્રે દ્રષાશ્રયમાં આ મહાસરાવરના કાંઠે ૧૦૦૮ શિવમ ંદિર, ૧૦૮ દેવીમ`દિર અને એક દશાવતારનું મંદિર હાવાનુ જણાવ્યું છે. એના કાંઠે સૂર્ય, ગગ્રેશ, કાર્ત્તિક વગેરે ખીજા દેવાની દેરીએ પશુ હતી. સરોવરના મધ્યભાગે આવેલ ખકસ્થળ ઉપર વિંધ્યવાસિની દેવીનું મદિર હતું. અને એ મંદિરે પહોંચવા માટે પથ્થરના પુલની યાજના કરેલી હતી. જળાશયનાં ત્રણ ગરનાળાં ઉપર જલશાયી વિષ્ણુનું મદિર હતું. દેરીઓમાં વૈષ્ણવ, શૈવ તથા શાક્ત વગેરે દેવદેવીઓની મૂર્તિએ પ્રસ્થાપિત કરેલી હતી. સરાવરના મુખ્ય માર્ગની આગળ ભવ્ય કીતિ તારણ આવેલું. હતું. ( આ કીર્તિતારણના કેટલાક ટુકડા પાટણનાં કેટલાંક ધરા તથા મસ્જિદમાં જડાયેલા મળી આવ્યા છે. ) આથીયે વિશેષ રચનાકૌશલ આ સાવરમાં પાણી ભરવામાં આવતું તેમાં હતું. એ નહેર અને
SR No.032607
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1976
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy