SearchBrowseAboutContactDonate
Page Preview
Page 435
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૪] લકી કાલ [ અ. વણું સિંદૂર જે રક્ત, પાસે રન્નાદેવીની એટલા જ કદની ઊભી પ્રતિમા છે. આ પ્રતિમા ચંપકના કાઠમાંથી બનાવેલી હેઈ, એના ઉપર ચંપાનું તેલ ચેપડવામાં આવે છે. ગુજરાતભરમાં સૂર્યની કાઇપ્રતિમા અંગેનો આ એક ઉત્કૃષ્ટ નમૂનો છે. આ મૂર્તિ હાલ પાટણના મહાલક્ષ્મી મંદિરમાં જળવાઈ રહી છે.૪૯ જૂનાગઢના મ્યુઝિયમની બહારની બાજુએ પથ્થરનું એક તારણ છે. આ તેરણમાં સૂર્યની પ્રતિમા બે રીતે કંડારેલી છે. ઇલિકાલવણના વચલા ગોખમાં સૂર્ય બેઠેલા છે. એ સાત ઘેડાઓથી ખેંચાતા રથમાં ઉત્કટિકાસનમાં છે. એમના બને હાથમાં દાંડીયુક્ત કમળો છે. ગેખની બહારની બાજુએ ઊષા અને પ્રત્યુષા ધનુષ અને તીર લઈને અંધકારનો નાશ કરતાં જણાય છે. મુખ્ય ગોખની બંને બાજુએ બીજા બે ગેખ છે, જેમાં સૂર્યની ઊભેલી મૂર્તિ છે. બે બાજુના રૂપસ્તંભોમાં સૂર્યની ચાર ચાર ઊભી મૂર્તિ છે. એની બંને બાજુએ અનુચરો જણાય છે. આમ આ તોરણમાં કુલ ૧૧ સૂર્ય છે. મંદિરની અંદર રહેલી મુખ્ય સૂર્યમૂર્તિ સાથે તોરણની સૂર્યની ૧૧ આકૃતિ મળી કુલ ૧૨ સૂર્ય કે આદિત્ય ગણાવી શકાય. આ બારસાખની તકતીમાંના આદિત્યોની પાતળી કટિ અને લાંબો કમળડ ઇલેરાની સુર્યમૂર્તિની યાદ આપે છે, પરંતુ મૂર્તિને મુકુટ અને એને વર્તુલાકાર ચહેરે રાજસ્થાનની આકૃતિઓ સાથે સામ્ય ધરાવે છે. આદિત્યની આકૃતિઓવાળું તરણું ઢાંકમાંથી પણ મળી આવ્યું છે.૫૧ સૂર્યની સાથેની દેવી સૂર્યાની મૂર્તિ રાજકેટના મ્યુઝિયમમાં છે અને એનાથી જુદા પ્રકારની સૂર્યા દેવી ઢાંકની મૂર્તિઓમાં જણાય છે. રાજકોટના મ્યુઝિયમમાંની દેવીની આકૃતિ સફેદ આરસની છે અને સમભંગમાં છે. એને બે હાથ છે. જમણા હાથમાં કમળ છે. આ હાથ કેરણીથી વાળે છે અને કમળ ખભા સુધી ઊંચાં છે. ડાબો હાય નીચે લટકતો છે. દેવીની આ આકૃતિની અલંકારોથી શોભાયમાન કેશભૂષામાં કેશ બંધ જણાય છે. મસ્તકના પાછળના ભાગમાં વર્તુલાકાર પ્રભા છે. દેવીની આ આકૃતિની બંને બાજુએ નીચેના ભાગમાં ચામરધારિણી છે.પર ઢાંકની દેવીની આકૃતિના જમણા હાથમાં કમળ પકડેલાં છે. ડાબો હાથ નીચે લટકતો છે, પરંતુ એમાં બિરું છે. મૂતિશાસ્ત્રની દૃષ્ટિએ સૂર્યની દેવીના હાથમાં બિરું એ મુદ્દો ઘણે અગત્યનો છે, કારણ, સામાન્ય રીતે સૂર્યની દેવીના બંને હાથમાં બે કમળ હાવાં જોઈએ તેને બદલે દેવીની આ મૂર્તિના હાથમાં માત્ર એક કમળ છે. બીજુ દેવીની બંને બાજુએ બે બે સ્ત્રી-આકૃતિ છે. શિરોવેલ્ટન પણ રાજકોટની સૂર્યદેવીની મૂર્તિ કરતાં કાંઈક જુદા જ પ્રકારનું છે. પ્રભામંડલ કમલાકાર છે. સંપૂર્ણપણે વર્તુલાકાર નથી એ નોંધપાત્ર છે.૫૩
SR No.032607
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1976
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy