SearchBrowseAboutContactDonate
Page Preview
Page 426
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ મું] ધર્મસંપ્રદાયો [ ૩૯ હનુમાનનું,સરસ્વતીનું અને સિદ્ધિવિનાયકનું એમ સ્થાન કરાવ્યાં અને ઉત્તરના કાર સામે સુંદર સ્તંભ ઉપર તોરણ કરાવ્યું. આ મંદિરોના નિભાવ અને નિત્યપૂજાની વ્યવસ્થા એણે પોતે અને બીજાઓ પાસેથી કેટલાક લાગા અપાવી કરી. . વેદગર્ભ રાશિ ભીમદેવ ૨ જાનાં વિ. સં. ૧૨૮૩(ઈ. સ. ૧૨૨૭) થી ૧૨૯૬(ઈ. સ. - ૧૨૪૦)નાં તામ્રશાસનમાં અને ત્રિભુવનપાલના વિ. સં. ૧૨૯૯(ઈ. સ. ૧૨૪૩)ના . તામ્રશાસનમાં આ આચાર્યને ઉલ્લેખ આવે છે. એ સમયે વેદગર્ભ રાશિ મંડલીના મૂલનાથ અથવા મૂલેશ્વરદેવના મઠના . સ્થાનપતિ હતા. મૂલરાજ ૧ લાના સમયમાં બંધાયેલા મંડલીના એ મૂલનાથદેવના મંદિરની સાથે ભીમદેવ ૨ જાના સમયમાં એક મઠ જડેલે હતો અને એમાં ઘણા . રોગી રહેતા હતા. રાજા ત્રિભુવનપાલના સમયમાં તો એની સાથે સત્રાગાર જોડેલું પણ જોવા મળે છે. ભીમદેવ ર જાના સમયમાં સોલંકી રાણક આનાના પુત્ર લૂણપસાકે પિતાનાં . માતાપિતાના નામથી સલખણપુરમાં સ્થાપેલ આનલેશ્વર અને સલખણેશ્વરનાં જે મંદિર બંધાવ્યાં હતાં અને એની સાથે જે સત્રાગાર જડેલાં હતાં તે પણ એ જ વેદગર્ભ રાશિના હસ્તક મૂકવામાં આવ્યાં હતાં. આમ વેદગભરાશિ મંડલી અને સલખણપુર એ બે સ્થળ સાથે સંકળા--- યેલા હતા વેદગભરાશિને સોમેશ્વર નામનો પુત્ર હત ૩૨ કેદારરાશિ ભીમદેવ ર જાના સમયને વિ. સં. ૧૨૬૫(ઈ.સ. ૧૨૦૯)ને આબુને . શિલાલેખ આ આચાર્યો કોતરાવેલ છે૩૩ તેઓ ચાપલા ગોત્રના હતા અને અવંતિના નૂતન મઠના અધિપતિ હતા. આ લેખમાં કેદારરાશિના ગુરુઓની પરંપરા-૧. વાકલરાશિ, ૨. પેજ- રાશિ, ૩. યોગેશ્વરરાશિ, ૪. મૌનરાશિ, ૫. યોગેશ્વરી-તપસ્વી સાધ્વી, ૬. દુર્વાસરાશિ (અને છે. કેદારરાશિ)આપી છે. એમની બહેનનું નામ મેક્ષેશ્વરી હતું. એ શેવધર્માવલંબી હતી એણે એ. શિવાલય બંધાવ્યું હતું.
SR No.032607
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1976
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy