SearchBrowseAboutContactDonate
Page Preview
Page 422
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ મું ] ધર્મસંપ્રદાય [ ૩૧ પ્રભાસપાટણના શિલાલેખમાંના ઉલેખો પરથી લાગે છે કે સોમનાથ મંદિરને આ જીર્ણોદ્ધાર રાજા કુમારપાલની ઉદાર રાજ્ય થી તથા ગંડ ભાવબૃહસ્પતિના સક્રિય પુરુષાર્થથી થયે હશે. કુમારપાલ જીર્ણોદ્ધાર થયેલા મંદિરને જોઈને અતિપ્રસન્ન થયો અને એણે એમને “ગંડ'નું પદ કાયમ માટે અર્પણ કર્યું, અને બ્રહ્મપુરી નામનું ગામ પણ લિખિત શાસનથી આપ્યું. વિશેષમાં એમને સોમનાથ તીર્થના સર્વેશ–ગડેશ્વર બનાવ્યા, અને એણે એમને પિતાની મુદ્રા પહેરાવી. ભાવબૃહસ્પતિએ પ્રભાસપાટણમાં મેરુ નામે ન પ્રાસાદ કરાવ્યું, ૫૫૫ સંતોની પૂજા કરી અને મંદિરની દક્ષિણમાં તથા ઉત્તરમાં મજબૂત દુર્ગ બંધાવીને નગરને વિસ્તાર કર્યો. ગૌરી ભીમેશ્વર કપર્દી(શિવ) સિદ્ધેશ્વર વગેરે દેવોનાં મંદિરો પર સુવર્ણના કળશ ચડાવ્યા. ઉપરાંત એમણે એક નૃપશાળા બનાવી તથા રસોડાં અને સરસ્વતી-વાપી બંધાવી. કપર્દી (શંકરના) મંદિરના અગ્રસ્થાનમાં સ્તંભના આધારવાળી એક પડસાળ એમણે બંધાવી. વળી શિવનું આસન કરાવ્યું અને પાપમોચનના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો. એમણે બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્ર એમ ત્રણ દેવની સ્થાપના કરી અને દેહત્સર્ગના કિનારે પગથિયાંની સીડી કરાવી. બ્રાહ્મણને ઘર બંધાવી આપ્યાં અને અપર ચંડિકાની સ્થાપના કરી. સૂર્ય-ગ્રહણ અને ચંદ્ર-ગ્રહણના પર્વ-દિને તેઓ વિદ્વાન અને ગુણવાન દિજેને દાન આપી એમનું સંમાન કરતા તેમજ પાંચ પર્વ-દિનેએ નિયમિત દાન આપતા. ભાવબૃહસ્પતિનાં પત્નીનું નામ મહાદેવી હતું અને તેઓ સેહલ વંશનાં હતાં. એમને અપરાદિત્ય, રત્નાદિત્ય, સોમેશ્વર અને ભાસ્કર એ નામના ચાર પુત્ર અને પ્રતાપદેવી નામે પુત્રી હતી. ભાવબૃહસ્પતિના પુત્રો પણ વિદ્વાન હતા. પ્રતાપદેવીનું લગ્ન વિધેશ્વરરાશિ નામના વિદ્વાન પાશુપતાચાર્ય સાથે થયું હતું. ભાવબૃહસ્પતિ શંકરની ભક્તિમાં મસ્ત હતા. વેરાવળના શિલાલેખમાંના ઉલેખ (ાક નં. ૧૦) પરથી કુમારપાલ અને ભાવબૃહસ્પતિએ ઉજજનમાં પ્રવર્તતા પાખંડ મતનું નિરસન (નિરાકરણ) કરી ત્યાં શુદ્ધ તત્વ પ્રવર્તાવ્યું હોવાનું સૂચિત થાય છે.
SR No.032607
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1976
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy