SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ [ અ. ૧૦ ] સેલંકી કાલ એની પણ સરસાઈ કરે તેવી હતી, પણ અતિહાસિકને જેનાથી સંતોષ થાય તેવા પાટણ વિશેની વસ્તુલક્ષી સમકાલીન ઉલ્લેખ તો અરબ મુસાફરોની નોંધોમાંથી મળે છે;૨૫ એ એમ પણ બતાવે છે કે પરદેશી પ્રવાસીઓ આ નગરમાં આવતા થાય એટલું એનું મહત્ત્વ હતું; જોકે ઈ. સ. ૯૫૧ માં અલ ઈસ્તષ્ઠી પહેલાંના કેઈ લેખકે આ નગરનો એના કઈ પણ શબ્દરૂપાંતરે (જુઓ પાદટીપ ૧૧.) ઉલ્લેખ કર્યો નથી, એ બતાવે છે કે ચાવડા રાજવંશના ઉત્તરકાલમાં જ, અગાઉ અફવરૂ૩ નામની ચર્ચા કરતાં કહ્યું છે તેમ, પાટણનો મહાનગરરૂપે વિકાસ થયો હશે. અલ્ બીરૂનીએ (ઈ. સ. ૯૭૦-૧૦૩૯) “અણહિલવાડા ને ઉલ્લેખ કર્યો છે અને એ એક ભાષાવિદ હોઈ, અન્ય કેટલાક અરબ લેખકોની જેમ, બીજા કેઈ બ્રાંત શબ્દરૂપની એણે નોંધ સરખી લીધી નથી. પાટણમાં જુમા મસ્જિદ હોવાનું ઈગ્ન હાકલ (ઈ.સ. ૯૭૬) નોંધે છે એટલે કે એ સમય પહેલાં મુસ્લિમ વેપારીઓની એક વસાહત ગુજરાતના પાટનગરમાં થઈ હોવી જોઈએ. અત્ ઈદ્રીસી (ઈ. સ.ના અગિયારમા સૈકાનો અંત) લખે છે કે ભરૂચથી “નહરવારનો રસ્તો આઠ દિવસને છે; એ નગરની અને ત્યાંના રાજાની સમૃદ્ધિ વિશે એ ઠીક ઠીક વિગતો આપે છે અને ઘણા મુસલમાનો ત્યાં ધંધા માટે આવે છે એમ લખે છે. અગિયારમા સૈકાના મુસ્લિમ ઇતિહાસકારો અણહિલવાડ વિશે ઘણું ઉલ્લેખ કરે છે. ફરિસ્તા લખે છે કે એ નગરની અનર્ગળ સમૃદ્ધિ જોઈ મહમૂદ ગઝનવીને પિતાની રાજધાની ત્યાં કરવાનો વિચાર થયો હતો, પણ એના વજીરોએ એમ કરતાં એને વાર્યો હતો; જોકે પાટણમાં મહમૂદે બાંધેલી બે મજિદ એ નગર પ્રત્યેનું એનું આકર્ષણ બતાવે છે. નરુદ્દીન મુહમ્મદ ઉફી (ઈ.સ. ૧૨૧૧) લખે છે કે અણહિલવાડ જયરાજ(જયસિંહ સિદ્ધરાજ )ની રાજધાની છે; ખંભાતની મસ્જિદ ત્યાંના હિંદુઓની ઉશ્કેરણથી અગ્નિપૂજકોએ તોડી નાખી હોવાની ફરિયાદ ત્યાંના મુસ્લિમ ઉપદેશક તરફથી મળતાં ઝડપી સાંઢણી ઉપર બેસી રાજા એકલે ખંભાત ગયો હતો અને ત્યાં જાતતપાસ કરી ગુનેગારોને નશિયત કરી હતી તથા એમને ખર્ચ મસ્જિદ ફરી બંધાવવાનો હુકમ કર્યો હતો. સમુદ્રકિનારાનાં નગરોની જેમ પાટણમાં પણ વિદેશી વેપારીઓની સારી વસ્તી હશે એમ આવા ઉલ્લેખો ઉપરથી જણાય છે. નગર- વિસ્તાર જૂના પાટણને નગર-વિસ્તાર ઘણો મોટો હશે, અહીં સાહિત્યિક અને અન્ય માણાને આધારે એને વિચાર કરીએ. પાટણની નજીક ઉત્તર દિશામાં સહસ્ત્રલિંગ સરોવર હતું એમ સમકાલીન “સરસ્વતીપુરાણ” નોંધે છે. અર્થાત્ નગરની ઉત્તર સીમા એટલે સહસ્ત્રલિંગ સરોવર, એની પૂર્વ સીમા હાલના પાટણના બજાર
SR No.032607
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1976
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy