SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૬ ] સેલંકી કાલ [ પ્ર. સં. ૧૧૯૧(ઈ. સ. ૧૫૪૦ માં દધિપદ્ર-દાહોદમાં પિતાની માતાને કલ્યાણ અર્થે ગેગનારાયણની મૂર્તિની સ્થાપના કરી હતી. ૨૦ ઘોળકામાં વાઘેલા રાણા વિરધવલે વીરનારાયણપ્રસાદ બંધાવ્યો હતો, જેની ૧૦૮ શ્વેકેની પ્રશસ્તિ સેમેશ્વરે રચી હતી. વીસલદેવના મહામંડલેશ્વર સામંતસિંહે બલ્લાલનારાયણ અને રૂપનારાયણનાં પૂજન-નૈવેદ્ય માટે પ્રબંધ કર્યો હતો તથા સલક્ષનારાયણની પ્રતિમા સ્થાપી હતી. સારંગદેવ વાઘેલાના ઈ. સ. ૨૦૧ સં. ૧૩૪૮ ના અનાવાડાના લેખના પ્રારંભે જયદેવના “ગીતગોવિંદ'માંને વૈરાનુદ્ધરત નવિહત મૂળરમુવિન્દ્રત એ દશાવતાર સ્તુતિને બ્લેક ટાંકેલે છે, ૨૩ એ સૂચવે છે કે રાધાકૃષ્ણભક્તિનું એ કાવ્ય સારંગદેવના સમય સુધીમાં ગુજરાતમાં પૂરતી પ્રસિદ્ધિ પામ્યું હતું. સારંગદેવ એ વિશિષ્ટ વષ્ણવ નામ છે એ પણ અહીં નોંધવું જોઈએ. કૃષ્ણના વિવિધ જીવનપ્રસંગોનાં શિલ્પ સેલંકી કાલનાં દેવાલયોમાં નજરે પડે છે. ૨૪ રાધાકૃષ્ણની લીલાનાં બહુસંખ્ય કવિવમય વર્ણને, ઉલ્લેખો કે નિર્દેશ સમકાલીન સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ સાહિત્યમાં છે. સૂર્યની પૂજા અને ઉપાસના બહુ પ્રાચીન છે. ૨૫ સોલંકી કાલમાં સૂર્યપૂજન પ્રચાર સમસ્ત ગુજરાત-સૌરાષ્ટ્ર-કચ્છમાં વ્યાપક સ્વરૂપે હતો એમ જુદાં જુદાં સ્થાનમાં સૂર્યમંદિર તથા વિપુલ સંખ્યામાં મળેલી સૂર્ય પ્રતિમાઓ ઉપરથી જણાય છે. વિષ્ણુપૂજાનું મહત્ત્વ વધતાં અને સૂર્યપૂજાને પ્રચાર ઘટતાં પાછળથી કેટલાંયે સૂર્યમંદિરનું પરિવર્તન વિષ્ણમંદિરોમાં થયું હશે તેઓને આમાં સમાવેશ થતો નથી. મોઢેરાના સૂર્યમંદિરને વિશાળ કલામય -અવશેષ સૂર્યપૂજાના મહત્ત્વની સાક્ષી પૂરે છે. સૂર્ય પૂજાના મૂળ સ્થાન-મુલતાનને અનુસંધાન કરાવતું સૌરાષ્ટ્રનું યાન (જ્યાં સૂર્યમંદિર વિદ્યમાન છે) અને વીજાપુર પાસેનું કોટયર્ક એ સૂર્ય પૂજાનાં અન્ય કેંદ્ર હતાં. મુલતાનનાં પ્રસિદ્ધ સૂર્ય મંદિરોમાં સેવ્ય મૂર્તિ કાષ્ઠની હતી એમ અલ–બીરૂનીએ નોંધ્યું છે. પ્રાચીન ગુજર દેશને એક પાટનગર શ્રીમાલમાં જગતસ્વામીનું વિખ્યાત સૂર્યમંદિર હતું. શ્રીમાલપુરાણ અનુસાર સં. ૨૦૩(ઈ. સ. ૧૧૪૭)ના વૈશાખ સુદ આઠમને દિવસે લક્ષ્મીદેવી શ્રીમાલથી પાટણ ગયાં.૨૭ એ નગરની અધિષ્ઠાયિકા શ્રી અથવા મહાલક્ષ્મીની મૂર્તિ પાટણમાં લાવવામાં આવી, જ્યાં આજ સુધી એ મહાલક્ષ્મી માતાના મંદિરમાં પૂજાય છે. ૨૮ એ મૂર્તિની સાથે જગસ્વામીના મંદિરમાંની સૂર્ય અને રન્નાદેવીની સુંદર કાષ્ઠમતિઓ પણ પાટણ લાવવામાં આવી હતી. આ પ્રતિમાઓ ચંપાને કાઠમાંથી બનાવેલી હોઈ ચંપાના તેલથી અવારનવાર હળવા હાથે મર્દન કરી આજ સુધી ત્યાં એનું જતન કરવામાં આવેલું છે. સિદ્ધરાજે
SR No.032607
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1976
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy