________________
૧૩ મું ] લિપિ
[ ૩૫૭ પહેલી નજરે તરી આવતું લક્ષણ લિપિનાં સૌષ્ઠવ અને વ્યવસ્થા છે. સૌષ્ઠવયુક્ત લખાણ માટે જેને ઘણા જ આગ્રહી રહ્યા છે અને એટલા માટે પુસ્તક-લેખન નિમિત્તે જૈન પ્રજાએ કાયસ્થ, બ્રાહ્મણ, નાગર, મહાત્મા, ભોજક વગેરે અનેક જાતિઓનાં કુલોને નભાવ્યાં હતાં. પરિણામે એ જાતિઓ પિતાનું સમગ્ર જીવન જૈન લેખનકલા સંબંધી કુશળતા પ્રાપ્ત કરવા પાછળ એવારી નાખતી. એ કલાવિદ લહિયાઓએ જૈન પ્રજાનાં પુસ્તક લખવામાં લિપિનાં જેટલાં કલાસૌષ્ઠવ અને નિપુણતા દાખવ્યાં છે તેટલાં ભાગ્યે જ બીજી પ્રજાઓનાં પુસ્તક લખવામાં દાખવ્યાં હશે.૨૨
જૈન લેખનકલાને આરંભ ઈ. સ.ની પાંચમી શતાબ્દીથી પશ્ચિમ ભારતમાં થયો હોવાનું માનવામાં આવે છે.૨૩ કમનસીબે નવમા શતક પહેલાં જન લિપિમાં લખાયેલ એકેય ગ્રંથ ઉપલબ્ધ નથી. ચૌલુક્ય કાલથી અહીં (પશ્ચિમ ભારતમાં) જે ગ્રંથ જૈન લિપિમાં લખાયેલા પ્રાપ્ત થાય છે૨૪ તેઓમાં લિપિનું સ્વરૂપ તત્કાલીન નાગરી લિપિનું સહેજસાજ પરિવર્તનવાળું જ સ્વરૂપ છે, જેમાં સમય જતાં વિશિષ્ટતાઓ વધવા લાગે છે અને જૈન લિપિનું વિશિષ્ટ સ્વરૂપ ઘડાવા લાગે છે. ચૌલુક્ય કાલથી માંડીને આજ સુધીની જૈન પરિપાટીએ લખાયેલી નાગરી લિપિને “જૈન લિપિ” તરીકે ઓળખવામાં આવે છે. પટ્ટમાં છેલ્લા ઊભા ખાનામાં ચૌલુક્યકાલમાં પ્રયોજાયેલા જન લિપિના વર્ણ ગોઠવ્યા છે. પદના છેલ્લા આડા ખાનામાં આ લિપિમાં પ્રયોજાતાં અંતર્ગત ચિહનો, સંયુક્ત વ્યંજને અને અંકચિહનના નમૂના આપ્યા છે. - ચૌલુક્યકાલ દરમ્યાનના આ લિપિના વર્ણોને તત્કાલીન જૈનેતર લખાણોમાંના વર્ણો સાથે સરખાવતાં જણાય છે કે સ્ત્ર સિવાયના વર્ગોના મરેડ જનેતર મરેડને બિલકુલ મળતા છે. અહીં ને ડાબી બાજુને વળાંવાળો અવયવ બિન–જેડાચેલે રહે છે. લખવાની આ પદ્ધતિ જેન લિપિમાં આજ સુધી સચવાઈ રહી છે. એને વૈકલ્પિક મરેડ (૪) ક્યારેક ક્યારેક વપરાતો રહ્યો છે, પરંતુ એના વપરાશનું પ્રમાણુ જુજ છે. આ સમયમાં વણેના મરોડોને તેઓની શિરોરેખાની જમણી બાજુએ લટકાવવાનું વલણ વ્યાપક હતું; જો કે આ લિપિમાં તે એ વલણ જૂજ અપવાદ બાદ કરતાં સંપૂર્ણપણે અપનાવી લેવાયું હતું, જે પછીના કાલમાં પણ યથાવત ચાલુ રહે છે. મ અને 1 નાં વૈકલ્પિક સ્વરૂપ જૂનાધિક 'સ્વરૂપે પ્રયોજાતાં હતાં, જેમાંથી મનું વૈકલ્પિક અને શ નું મીંડા વગરનું સ્વરૂપ યાપકપણે પ્રજાતું હતું. આ સમયે ૪ નું વૈકલ્પિક સ્વરૂપ પ્રજાતું હોવાનું
જણાતું નથી.