SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ મું ] ભાષા અને સાહિત્ય [ ૩૧૭ બંનેને કૃપાપાત્ર હતું.૯૫ એણે અનર્મલ લક્ષ્મી ઉપાર્જિત કરી દાન અને પુણ્યકાર્યો દારા પિતાની લક્ષ્મીને સદુપયોગ કર્યો હતો તેમ એ અનેક કવિઓને આશ્રમ આપતાં સાહિત્યમાં ખૂબ રસ લઈ સરસ્વતીને પણ ઉપાસક બન્યો હતો. માધના. શિશુપાલવધ 'ની જેમ એણે “નરનારાયણનંદ’ નામનું ૧૬ સર્ગાત્મક મહા કાવ્ય રચ્યું છે. કાવ્યના અંતિમ સર્ગમાં કવિએ પોતાના વંશનો પરિચય વિસ્તાર થી આપ્યો છે. આ ઉપરાંત શત્રુંજયમંડન-આદિનાથ તેત્ર', “ગિરનારમંડનનેમિનાથ તેત્ર” અને “અંબિકાસ્તોત્ર' વગેરે તેમજ દસ લેકાત્મક “આરાધના” કૃતિઓ મળી આવે છે. એમણે અનેક સૂક્તિ-કાવ્ય રચ્યાં હોય એમ જણાય છે. જલ્પણની “સક્તિમુક્તાવલી” અને શાગધરની “શાર્ડ ધરપદ્ધતિમાં વસ્તુપાલનાં રચેલાં સુભાષિત મળે છે. આ ઉપરાંત વસ્તુપાલના ચરિતવિષયક અનેક ગ્રંથ છે, અનેક ગ્રંથસંદર્ભ મળી આવે છે. મેરૂતુંગ-કૃત પ્રબંધચિંતામણિ, રાજશેખરકૃત ચતુર્વિશતિપ્રબંધ, પુરાતનપ્રબંધસંગ્રહ, અને જિનહર્ષકૃત વસ્તુપાલચરિત આદિ ગ્રંથમાં વસ્તુપાલના જીવનની સામગ્રી સંગ્રહાયેલી છે. ભદ્રેશ્વરસૂરિ: આ. ઉદયપ્રભસૂરિના શિષ્ય આ. ભદ્રેશ્વરસૂરિએ સં. ૧૨૦૦ (ઈ. સ. ૧૨૩૪)માં મંત્રી વસ્તુપાલના પુત્ર જયંતસિંહને વાંચવા માટે એક “પ્રબંધાવલી'ની રચના કરેલી છે, જે ખંડિત સ્વરૂપમાં મળે છે. આ “પ્રબંધાવલી નો સમાવેશ સિંધી જૈન ગ્રંથમાળામાં પ્રસિદ્ધ થયેલા “પુરાતનપ્રબંધસંગ્રહમાં કરવામાં આવ્યા છે. સેમેધર કવિઃ કવિ સોમેશ્વર એમના સમયનો એક પ્રતિભાશાળી કવિ હતું. એના પૂર્વજે આનંદપુર-વડનગરના વતની હતા અને ચૌલુક્ય રાજા મુલરાજના સમયથી પેઢી દર પેઢી રાજપુરોહિત તરીકે સંમાનિત થયા હતા. સરસવ માં કવિ સંમેશ્વરે છેલ્લા સર્ગમાં પોતાના વંશ વિશે વિસ્તૃત માહિતી આપી છે. સોમેશ્વરના પિતાનું નામ કુમાર અને માતાનું નામ લક્ષ્મી હતું. સેમેશ્વર રાજા ભીમદેવ ૨જા, વિરધવલ અને વીસલદેવના રાજપુરોહિત તરીકે આદર પામતો હતો. મંત્રી વરતુપાલન એ છમિત્ર હતો. સોમેશ્વરે પિતાના આશ્રયદાતા મંત્રી વસ્તુપાલના ગુણોકીર્તન માટે ૯ સર્ગોમાં સં. ૧૨૮૨(ઈ. સ. ૧૨૩૬) લગભગમાં “કીતિકૌમુદી' નામનું કાવ્ય રચ્યું છે. આમાંથી નહાલીન ગુજરાતનાં ઇતિહાસ અને સંસ્કૃતિ વિશે ઘણી બધી સામગ્રી ઉપલબ્ધ થાય છે. કવિએ પ્રારંભમાં અણહિલપુરનું વર્ણન કરી રાજા મૂલરાજથી લઈને ઠેઠ ભીમદેવ ૨ જી સુધી તથા વાઘેલા શાખાના અર્ણોરાજથી લઈને પિતાના સમયના ધોળકાના વિરધવલ સુધીના રાજાઓને ઇતિહાસ આપ્યો છે. પછી વસ્તુપાલ-તેજપાલની
SR No.032607
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1976
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy