SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ મું ] ભાષા અને સાહિત્ય | [ ૩૧૫ પૂર્ણભદ્રસૂરિ : આ. જિનપતિસૂરિના શિષ્ય પૂર્ણભદ્રસૂરિએ સં. ૧૨૭૫ (ઈ. સ. ૧૨૧૯)માં આનંદ આદિ ઉપાસકોની “ઉપાસકકથા” સંસ્કૃતમાં રચી છે. “અતિમુક્તકચરિત” સં. ૧૨૮૨ (ઈ. સ. ૧૨૨૬ માં, છ પરિચ્છેદવાળું “ધન્યશાલિભદ્રચરિત ” સં. ૧૨૮૫(ઈ. સ. ૧૨૨૯)માં, અને “કૃતપુણ્યચરિત” સં. ૧૩૦૫(ઈ. સ. ૧૨૪૯)માં જેસલમેરમાં રચ્યાં છે. સં. ૧૨૫૫(ઈ. સ. ૧૧૯૯ )માં સામ મંત્રીની અભ્યર્થનાથી નવરંગપુરમાં. પંચતંત્ર” અથવા “પંચાખ્યાન ” એમણે જ રચ્યું છે, જેના ઉપર અર્વાચીન હર્ટલ નામને વિધાન મુગ્ધ થયો હતો. જયસિંહસૂરિ : આ. વીરસૂરિના શિષ્ય જયસિંહરિ, જેઓ ભરૂચના. મુનિસુવ્રતસ્વામી–મંદિરના આચાર્ય હતા, તેમણે “હમ્મીરમદમર્દન ” નામે ઈતિહાસમૂલક નાટકની રચના વિ. સં. ૧૨૭૯( ઈ. સ. ૧૨૨૩)થી સં. ૧૨૮૫ (ઈ. સ. ૧૨૨૯)ના ગાળામાં કરી છે. આમાં દક્ષિણ પ્રદેશના યાદવ રાજા સિંહણ અને ઉત્તર પ્રદેશના મીલ છીકારે (અતીશે) ગુજરાત ઉપર ચડાઈ કરી ત્યારે રાજા વિરધવલ અને મહામાત્ય વસ્તુપાલે એમને પરાજય કેવી રીતે કર્યો એની ઐતિહાસિક હકીક્ત આપી છે. શરૂઆતમાં રાજા સિંહણ લાટરાજના ભત્રીજા સંગ્રામસિંહ સાથે મળી ગયેલો તેમાં મંત્રી વસ્તુપાલે જાસૂસો દ્વારા એમનું સંગઠન તોડી નાખી એ હુમલાખોરેની બાજી ધૂળમાં મેળવી વગેરે વિગતો. આપી છે. નાટકમાં નવે રસને યથોચિત પ્રયોગ કર્યો છે. આ નાટક ખંભાતમાં ભીમેશ્વરના યાત્રા મહોત્સવ પ્રસંગે વસ્તુપાલના પુત્ર જયંતસિંહની આજ્ઞાથી ભજવાયું હતું. વળી, આ આચાર્યો વસ્તુપાલ-તેજપાલ સંબંધી ૭૭ ધોની એક પ્રશરિત રચી છે, જે ગુજરાતના ઇતિહાસમાં ઉપયોગી ગણાય છે. પ્રેમલાભ મુનિ : અંચલગચ્છીય પ્રેમલાભ મુનિએ પિતાના નામથી સંસ્કૃતમાં “પ્રેમલાભ વ્યાકરણ”ની રચના સં. ૧૨૮૩( ઈ. સ. ૧૨૨૭)માં કરી છે. આ વ્યાકરણ સ્વતંત્ર જણાય છે. વિનયચંદ્રસૂરિઃ મંત્રી વસ્તુપાલના સમયમાં વિંશતિપ્રબંધકર્તા' તરીકે ખ્યાતિ પામેલા આ. વિનયચંદ્રસૂરિએ “કવિશિક્ષા” ( ઈ. સ. ૧૨૨૯ લગભગ) નામને ગંથ સંસ્કૃતમાં રચે છે. આમાં કવિ રાજશેખરની “કાવ્યમીમાંસાને લગત કેટલાક વિષય વર્ણવ્યા છે. આના ભૌગોલિક પ્રકરણમાં ગુજરાત દેશની તત્કાલીન જિલ્લા-પ્રાંત વાર જેવી યાદી આપી છે. પત્તન, માતર, વડૂ, ભાલિય, હર્ષપુર, નાર, જંબુસર, પડવાણ, દર્ભાવતી, પેટલાપદ્ર, ખદિરાલુકા, ભેગપુર, ધવલકકક,
SR No.032607
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1976
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy