SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૦ ] સાલકી કાલ [ 31. આયુ ઉપર એમને આચાય –પદવી આપવામાં આવી હતી. તેઓ મહાવિદ્યાન હતા. એમણે પ્રાકૃતમાં ભાષ્યત્રય, સિદ્ધપ ચાશિકા, શ્રાદ્ધદિનનૃત્ય, પાંચ કર્માંત્ર'થે અને એના ઉપર સ્ત્રાપનું ત્તિની રચના કરી છે. પ્રાચીન કત્ર થાના આધારે આ પાંચ ક་ગ્રંથ રચેલા હોવાથી એ ‘નવ્યકગ્રંથ' નામથી એાળખાય છે. એમણે પ્રાકૃતમાં ‘ સુદ’સણાચરિય ’ નામક કાવ્ય રચ્યું છે. તેમાં ભરૂચમાં રહેલું મુનિસુવ્રતસ્વામી જિનાલય, જે ‘ શકુનિકાવિહાર’ નામથી એળખાતું હતું, તેનું વર્ણન કર્યુ છે. આમાં સંસ્કૃત અને અપભ્રંશના પ્રયાગ પણ કરેલા છે. આમાં ધનપાલ, સુદર્શના, વિજયકુમાર, શીલવતી, અશ્વાવખેાધ, ભ્રાતા, ધાત્રીસુત અને ધાત્રી નામના આ અધિકાર છે, જે ૧૬ ઉદ્દેશામાં વિભક્ત છે અને આમાં ૪૦૦૦થી વધુ ગાથા છે. આ ચરિતથી તત્કાલીન સામાજિક સ્થિતિ પર સારા પ્રકાશ પડે છે. આ. દેવેદ્રસૂરિના સં. ૧૩૨૭(ઈ. સ. ૧૨૭૧)માં સ્વર્ગવાસ થયા હતા. સુમતિગણિ : સુમતિગણિએ ‘ નેમિનાથરાસ ’ની રચના સં. ૧૨૭૦(ઈ. સ. ૧૨૧૪) લગભગમાં કરી છે. * અજિતદેવસૂરિ : આ. ભાનુપ્રભસૂરિના શિષ્ય આ. અજિતદેવસૂરિએ - યેાગવિધિ' નામના ગ્રંથ રચ્યા છે. ગ્રંથકાર સ. ૧૨૭૬ (ઈ. સ. ૧૨૧૭)માં વિદ્યમાન હતા એવું · વિચારરત્નસ’ગ્રહ ' ગ્રંથથી જાણવા મળે છે. મરકીતિ : દિગંબરાચાય ૫. સેનસૂરિના શિષ્ય મુનિ અસરકીર્તિ સ. ૧૨૪(ઈ. સ. ૧૧૯૧) નહિ, પણ સ. ૧૨૭૪(ઈ. સ. ૧૨૧૮)માં વાધેલા શું દેવના સમયમાં ગાધરામાં ‘ ઇમ્પ્રુવએસા ( ષટ્કમાંપદેશ) ′ નામક અપભ્રંશ ક્રાવ્ય ૧૪ સંધિમાં રચ્યું છે.૮૩ શ્વેતાંબરાચાય ચદ્રપ્રભસૂરિએ પ્રાકૃતમાં કરેલી વિજયચ કેવલિચરિય' રચનાના આધારે આ ગ્રંથની રચના કરી છે. · " દેવાનંદસૂરિ : આ. દેવેદ્રસૂરિના શિષ્ય આ. દેવાન ંદસૂરિએ આ. હેમચંદ્રસૂરિના · સિદ્ધહેમશબ્દાનુશાસન ’ના આધારે સિદ્ધસારરવત વ્યાકરણુ ' નામક પ્રંચ સ. ૧૨૭૫(ઈ. સ. ૧૨૧૯)માં રચ્યો છે.૮૪ આ. જિનપ્રભસૂરિના જણાવ્યા અનુસાર આ. દેવાનંદસૂરિએ સ. ૧૨૬૬( ઈ. સ. ૧૨૧૦)માં પાટણમાં કાકાવસહીના જિનમ ંદિરની પ્રતિમાઓની પ્રાંતેષ્ટા કરાવી હતી.૮૫ સામમૂર્તિ : સામમૂર્તિ નામના મુનિએ ‘ જિનપ્રમેાધચર્ચારી’ નામની ભાષાકૃતિ સ. ૧૨૯૮(ઈ. સ. ૧૨૨૨)ના સમય પછી રચી છે. અભયદેવસૂરિ : આ. જિનવલ્લભસૂરિના શિષ્ય જિનશેખરસૂરિના શિષ્ય પદ્મ'દુના શિષ્ય આ. અભયદેવસૂરિએ સ. ૧૨૯૮(ઇ. સ. ૧૨૨૨ )માં સંસ્કૃતમાં
SR No.032607
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1976
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy