SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૮ ] સોલંકી કાલ [ પ્ર ગુણચંદ્રસૂરિ (ઈ. સ. નો ૧૨ મો સેક) : આ. વાદી દેવસૂરિના શિષ્ય ગુણચંદ્રસૂરિએ૫ ૨૧ કારિકાઓમાં અજ્ઞાત વિદ્વાન કાર રચાયેલ “હૈમવિભ્રમ” નામક વ્યાકરણના બ્રમાત્મક પ્રયોગો પર ટીક રચી છે, અને એની સાધનિક હેમવ્યાકરણ” અનુસાર બતાવી છે. આસિગ કવિઃ આસિગ નામના જૈન કવિએ સં. ૧૨૫ (ઈ. સ. ૧૨૦3) માં “જીવદયારાસ” અને નજીકના સમયમાં “ચંદનબાલારામ” રચ્યો છે. - વિજ્યપાલ કવિઃ પ્રજ્ઞાચક્ષુ કવિચક્રવર્તી શ્રીપાલના પુત્ર કવિ સિદ્ધપાલના પુત્ર કવિ વિજયપાલે વિ. સં. ૧૨૬૦ (ઈ. સ. ૧૨૦૪)માં “કૌપદીસ્વયંવરનાટક” નામની કૃતિ રચી છે. નાટકનો વિષય “મહાભારત'માં આલેખાયેલા દ્રૌપદીના સ્વયંવરની હકીકત છે. આ નાટક અભિનવ સિદ્ધરાજ ભીમદેવ ૨ જા(ઈ. સ. ૧૧૭૮-૧૨૪૨)ની આજ્ઞા અનુસાર અણહિલપુરમાં ત્રિપુરુષદેવની સામે વસંતોત્સવ પ્રસંગે ભજવાયું હતું. કવિ વિજયપાલના પિતા સિપાલ મહાકવિ અને વિદ્વાન હતા તેમજ સિદ્ધપાલના પિતા શ્રીપાલે સિદ્ધરાજના સમયમાં “કવિચક્રવતી' તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરી હતી. મલયપ્રભસૂરિ : આ. માનતુંગસૂરિના શિષ્ય આ. મલયપ્રભસૂરિએ પિતાના ગુરૂએ રચેલા “સિદ્ધજયંતીચરિત' ઉપર સંસ્કૃતમાં સં. ૧૨૬ (ઈ.સ, ૧૨૦૪)માં ટીકા રચી છે. જિનપાલ ઉપાધ્યાયઃ આ. જિનપતિસૂરિના શિષ્ય ઉપા. વિજયપાલે સં. ૧૨૬૨(ઈ. સ. ૧૨૦૬)માં જિનેશ્વરસૂરિએ રચેલા “ષટ્રસ્થાનકપ્રકરણ” પર ટીકા રચી છે. એમણે સટીક “સનકુમારચરિત' રચ્યું છે. સં. ૧૨૯૩ (ઈ. સ. ૧૨૩)માં જિનવલભસૂરિકૃત “દ્વાદશકુલક” પર વિવરણ રચ્યું છે. સં. ૧૨૯૪ (ઈ. સ. ૧૨૩૮)માં જિનદત્તસૂરિકૃત “ઉપદેશરસાયન' નામના અપભ્રંશ કાવ્ય પર વિવરણ, પંચલિંગી વિવરણ” પર ટિપ્પણ અને જિનદત્તસૂરિના “ચર્ચરી’ નામક અપભ્રંશ કાવ્ય પર વિવરણ રચ્યું છે. ઉપરાંત “વનવિચારભાષ્ય” વગેરે ગ્રંથ રચ્યા છે ? અમરચંદ્રસૂરિ (ઈ. સ. ૧૨૦૮): જયાનંદસૂરિના શિષ્ય અમરચંદ્રસૂરિએ વિ. સં. ૧૨૬૪(ઇ. સ. ૧૨૦૮)માં “સિદ્ધહેમચંદ્રશબ્દાનુશાસન'નાં ૭પ૭ સૂત્રોની બૃહદવૃત્તિ પર “અવચૂર્ણિ” રચી છે. આ અવચૂણિ કનકપ્રભસૂરિના લઘુન્યાસ સાથે કેટલાક અંશમાં મળતી આવે છે, ત્યારે કેટલીક નવીન વાત પણ એમણે કહી છે. દેવેદ્રસૂરિ નાગૅદ્રગચ્છીય આ. ધનેશ્વરસૂરિના શિષ્ય આ, દેવેંદ્રસરિઓ
SR No.032607
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1976
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy