SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૪]. સેલંકી કાલ [ પ્રલાક્ષણિક પ્રતિભા પરિચય આપે છે. એમની પ્રાકૃત અને અપભ્રંશ રચનાઓ ની પ્રવીણતા નીચેના ગ્રંથમાં બતાવી છે. ઉપદેશમાલાની વિશેષવૃત્તિ રચી છે, પણ એ “ઘટ્ટી” નામથી ઓળખાય છે. આ વૃત્તિ ૧૧૧૫૦ શ્લોકપ્રમાણ છે ને સં. ૧૨૩ (ઈ.સ. ૧૧૮૨)માં ભરૂચ નગરમાં રહીને રચી છે. નેમિનાથ ચરિત’ ૧૩૬૦૦ શ્લેષ્મમાણ પ્રાકૃતમાં રચ્યું છે. “મત પરીક્ષાપંચાશત ' ગ્રંચ રચ્યો છે, જે દાર્શનિક જણાય છે, પણ એ હજી સુધી મળે નથી. વળી, પાર્શ્વનાથચરિત” દષ્ટાંતકથા રચી છે. એમણે વાદી દેવસૂરિએ રચેલા “પ્રમાણનયતત્ત્વાલક” અને એના ઉપરની “સ્માદાદરનાકર” નામની વૃત્તિની રચનામાં આ. દેવસૂરિને સહાયતા કરી છે. જયપ્રભસૂરિ: વાદી દેવસૂરિના સંતાનીય-શિષ્ય જયપ્રભસૂરિના શિષ્ય રામભદ્ર વિ. સં. ૧૨૪ (ઈ. સ. ૧૧૮૪) લગભગમાં “પ્રબુદ્ધરૌહિણેય’ નામક નાટક રચ્યું છે. આ નાટક જાલેરના ચાહમાન સમરસિંહદેવ રાજના શૃંગાર ; સમા શ્રેણી પાસુના પુત્ર યશવીરે પિતાના ભાઈ અજયપાલે બંધાવેલા આદીશ્વરના ચિત્યમાં વિ. સં. ૧૨૪૨(ઈ. સ. ૧૧૮૬) લગભગમાં યાત્રસવના પ્રસંગે ભજવાયું હતું. આ નાટકમાં રૌહિણેય ચોર સંબંધી કથાવસ્તુનું નિરૂપણ છે. ચંદ્રસેનરિઃ આ. પ્રદ્યુમ્નસૂરિના શિષ્ય ચંદ્રસેનસૂરિએ વિ. સં. ૧૮૦૭ (ઈ. સ. ૧૧૫૧)માં “ઉપાદાદિસિદ્ધિ” નામનો ગ્રંથ રચ્યો છે. આમાં વસ્તુનાં ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યરૂપ ત્રણ લક્ષણોનું સમર્થન કરી અનેકાંતવાદની સિદ્ધિ કરવા. માં આવી છે. આ ગ્રંથરચનામાં એમને આ. નેમિચંદ્રસૂરિએ સહાય કરી હતી. શાલિભદ્રસૂરિ : આ. હેમચંદ્રસૂરિ પછી ૧૨ મે વર્ષે શાલિભદ્રસૂરિએ (વયરસેનસૂરિશિષ્ય) સં. ૧૨૪૧(ઈ. સ. ૧૧૮૫)માં ૨૦૫ કડીને “ભરતેશ્વરબાહુબલિરાસ ૭૧ વિસ્તૃત અને “બુદ્ધિરાસ” (હિતશિક્ષાપ્રબુદ્ધરાસ) ૫૩ કડીને - રઓ છે. સામાન્ય રીતે બીજી કૃતિ ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી આ શાલિભદ્રસૂરિને અર્વાચીન દેશભાષા ગુજરાતી-મારવાડી-ઝૂંઢાળી-માળવી-નિમાડીના, હકીકતે ઉત્તરકાલીન ગૌર્જર અપભ્રંશના, પહેલા પ્રાપ્ય કવિ લેખે માની શકીએ. આ કાવ્યમાં ઉત્તરકાલીન ગૌર્જર અપભ્રંશનાં વિકસિત રૂપ ઠીક ઠીક પ્રયોજાયેલાં જોવા મળે છે. સમપ્રભાચાર્ય વિજયસિંહસૂરિના શિષ્ય આ. સોમપ્રભસૂરિએ વિ. સં. ૧૨૪૧(ઈ. સ. ૧૧૮૫)માં “કુમારપાલપ્રતિબોધ” કુમારપાલના રવર્ગગમન બાદ
SR No.032607
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1976
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy