SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૨ ] સાલી કાલ [ 31. ૮૦૦૦ શ્લોકપ્રમાણ · નેમિનાહચરિય' અણહિલવાડ પાટણમાં સં. ૧૨૧૬ (ઈ. સ. ૧૧૬૦)માં રચ્યું છે. ૬૭ એમાં ‘સણકુમારચિર 'ને ભાગ છે તે અપભ્રંશ ભાષામાં છે. કવિએ ચોવીસે તીથંકરાનાં ચિત્ર કુમારપાલના રાજ્યકાલમાં રચવાના આરંભ કર્યાં હશે, પણ ઉપર્યુક્ત ત્રણ ચરિત્રા સિવાય બાકીનાં ચરિત્ર મળતાં નથી. · નેમિનાહચક્રિય ’ના અંતે ૧૯ ગાથાવાળી પ્રશસ્તિ આપી છે. આચાયે મંત્રી પૃથ્વીપાલની પ્રાથનાથી ગ્ર ંથની રચના કરી હતી તેથી પેાતાની ગુરુપર પરાની સાથેસાથ પ્રેરક પૃથ્વીપાલના પૂર્વજોના થોડાક પરિચય પણ આમાં આપ્યા છે. મ`ત્રી પૃથ્વીપાલ સુપ્રસિદ્ધ દંડનાયક વિમલશાહે પારવાડને વ`શજ હતા. એમાં આવેલા વનરાજના ઉલ્લેખ અને વિમલ મંત્રીની હકીકત સાહિત્યમાં સૌથી પહેલી ગણી શકાય. ઇતિહાસની દૃષ્ટિએ આ મંત્રી-વંશાવલીને ધણી કિંમતી સામગ્રી માની શકાય. . મત્રી યશ:પાલ કવિ : મેાઢવંશીય મંત્રી ધનદેવનેા પુત્ર યશઃપાલ ચૌલુકય રાજા અજયપાલ( વિ. સ’. ૧૨૨૯–૧૨૩૨, ઈ. સ. ૧૧૭૩–૧૧૭૬ )ને મંત્રી હતા. એ સંસ્કૃત ભાષાના વિદ્વાન હતા. એણે વિ. સં. ૧૨૩૦(ઈ. સ. ૧૧૭૪) લગભગમાં મેહરાજપરાજય નાટક' નામની પંચાંકી નાટય-કૃતિ થરાદમાં કુમારવિહારકેડાલંકાર મહાવીર સ્વામીના યાત્રા-મહેસવ પ્રસ ંગે ભજવવા અજયપાલ રાજાના રાજ્યકાલમાં રચી છે. આમાં રાજા કુમારપાલનાં લગ્ન ધર્મરાજ અને વિરતિની પુત્રી કૃપાસુંદરી સાથે ભ. મહાવીર સ્વામીની મૂર્તિ અને આ. હેમચંદ્રસૂરિ સમક્ષ વિ. સ. ૧૨૧૬(ઈ. સ. ૧૧૬૦)માં થયાં હોવાનું જણાવ્યું છે. આ રૂપકાત્મક ઘટના દ્વારા રાજા કુમારપાલે સ. ૧૨૧૬(ઈ. સ. ૧૧૬૦)માં જૈન ધતા સ્વીકાર કર્યાં એ વિગત આલેખી છે. ગુજરાતના ૧૨ મી સદીના સામાજિક જીવન વિશેની અતિહાસિક બાબતે માટે આ નાટક મહત્ત્વનું છે. આ નાટકમાંથી જણાય છે કે કુમારપાલ જૈન થયા પહેલાં માંસાહારી હતા. એના પ્રાયશ્ચિત્તરૂપે એણે પિતા ત્રિભુવનપાલના સ્મરણાર્થે ૭૨ જિનાલયવાળુ ત્રિભુવનવિહાર' નામનું જિનમ ંદિર બંધાવ્યું અને બીજા ૩૨ જિનાલય બંધાવ્યાં એમ જાગુવા મળે છે.૬૮ . નરપતિઃ ધારાનિવાસી શ્રેષ્ઠી આદેવના પુત્ર જૈન ગૃસ્થ નરપતિએ નિમિત્તશાસ્ત્રના નરપતિજમચર્યા' નામક ગ્રંથ સં. ૧૨૩૨ (ઇ. સ. ૧૧૭૬ )માં અજયપાલના રાજ્યકાલમાં આશાપલ્લીમાં રચ્યો. આ ગ્રંથમાં માતૃકા આદિ સ્વરાના આધાર પર શકુન જોવાની અને યાંત્રિક યંત્રો દ્વારા વિજય મેળવવાની
SR No.032607
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1976
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy