SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ૨] સાલકી કાલ [ 36. " એને આખાયે બળદના સાથે કચાંક ગયા અને સત્ર શોધ કરાવવા છતાં એને પત્તો લાગ્યા નહિ. જાણે સસ્વને નાશ થયા હાય એમ અત્યંત ચિંતાતુર થયેલા એના સ્વપ્નમાં રાત્રે ભગવતી અંબિકા દેવી આવી. દેવીએ કહ્યું : • વત્સ ! જાગે છે કે ઊંઘે છે? ' યક્ષે કહ્યું : ‘ માતા ! જેના બળદને સાથે નાશ પામ્યા છે તેવા મતે નિદ્રા ક્યાંથી ? ' દેવી ઓલ્યાં : ‘ ભદ્ર ! આ લખારામમાં આંબલીના થડ નીચે ત્રણ પ્રતિમા છે તે ખાદાવીને તું લઈ લે. એક પ્રતિમા શ્રીઅરિષ્ટનેમિવામીની, ખીજી શ્રીપાર્શ્વનાથની અને ત્રીજી અંબિકાદેવીની છે.' અક્ષે પૂછ્યું : · અહીં આંબલીનાં થડ ઘણાં છે, તે એ પ્રદેશ કઈ રીતે ઓળખવા ?’ દેવીએ કહ્યું : ‘ જ્યાં ધાતુમય મંડળ અને પુષ્પપ્રકર જુએ તે જ સ્થાન એ ત્રણ પ્રતિમાઓનું જાણજે. એ ત્રણ પ્રતિમા પ્રગટ થાય અને તેની પૂજા થાય એટલે તારા બળદ પાતાની મેળે પાછા આવશે.' યક્ષે પ્રભાતે ઊઠીને અલિવિધાનપૂર્વક એમ કર્યું એટલે ત્રણે ય પ્રતિમા પ્રગટ થઈ. તેની વિધિપૂર્ણાંક પૂજા કરવામાં આવી. ચેડી વારમાં જ અળદ આવ્યા. વેપારી પ્રસન્ન થયેા, એણે ત્યાં પ્રાસાદ કરાવ્યા અને એમાં પ્રતિમા સ્થાપિત કરી. પછી એક વાર વર્ષાઋતુ પૂરી થતાં અગ્ગહાર ગામમાંથી બભાણુગચ્છમંડન શ્રીયશભદ્રસૂરિ ખંભાતનગર તરફ વિહાર કરતા ત્યાં આવ્યા. લોકોએ વિનતિ કરી ઃ • ભગવન્ ! તીર્થ ઓળંગીને આગળ જવું યાગ્ય નથી.' પછી એ સૂરિએ ત્યાં એ પ્રતિમાઓને વંદન કર્યાં, માશી` પૂર્ણિમાએ મહાત્સવપૂર્ણાંક ત્યાં ધ્વજાન રાપણ કર્યું. આજે પણ એ જ દિવસે ( પ્રતિવર્ષ ) ત્યાં ધ્વજારોપણ કરવામાં આવે છે. એ ( પ્રથમ ) ધ્વજારાપમહોત્સવ વિક્રમ સંવત ૧૦૨ માં થયા હતા. પછી વિક્રમ સંવત ૮૦૨ માં અણુહિલ ગાવાળે પરિક્ષિપ્ત કરેલા પ્રદેશમાં, લારામના સ્થાન ઉપર ચાપોત્કટ વનરાજે પાટણ વસાવ્યું. ૪ વૃદ્ઘપર પરાએ ચાલતી આવેલી જે અનુશ્રુતિ જિનપ્રભસૂરિએ નોંધી છે તેમાંથી ચમત્કારના અંશ ખાદ કરીએ તે એટલું ફલિત થાય છે કે લખારામ નામે પ્રાચીનતર સંનિવેશના સ્થાન ઉપર પાટણ વસાવાયું હતું, જેમ આશાપલ્લી અને કાઁવતીના સ્થાને કે એની નજદીક અમદાવાદ સ્થાપિત થયું હતું તેમ. બીજું, પાતાનું પિતૃપર’પરાગત સ્થાન પંચાસર છોડીને વનરાજ જ્યાં નવું નગર વસાવે તે ભૂમિની કેાઈ વિશેષતા હાવી જોઈ એ. સ્પષ્ટ છે કે લખારામ—અને પછી પાટણ—સા માગેર્યાંના સંગમસ્થાને આવેલું હતું એ વસ્તુએ પણ એના વિકાસમાં વિશિષ્ટ કાળા આપ્યા હતા. લખારામમાં અરિષ્ટનેમિચૈત્યમાં પ્રથમ ધ્વજારાપમહાત્સવ સ. ૫૦૨(ઈ. સ. ૪૪૬ )માં થયા હતા એમ જિનપ્રભસૂરિ *
SR No.032607
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1976
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy