SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ મું . ભાષા અને સાહિત્ય [ ૨૪ (વિ. સં. ૧૧૭૦-ઈ. સ. ૧૧ ૧૪), ૩. વિશેષાવશ્યકભાષ્ય-બૃહદવૃત્તિ (વિ. સં. ૧૧૭૫–સં. ૧૧૧૯), ૪. ઉપદેશમાલા-પ્રકરણ વગેરે રચ્યા છે. આગમના ટીકાકારોમાં માલધારી આ. હેમચંદ્રની ગણના થાય છે. આગમની ટીકાઓમાં એમણે ૫. આવશ્યકમૂત્ર ટીકા, ૬. નંદીસૂત્ર-ટિપ્પણ, ૭. અનુગારસૂત્ર-ટીકા વગેરે ગ્રંથ રચ્યા છે.૪૮ આ આચાર્યો કાવ્ય-સાહિત્યના ગ્રંથમાં નેમિનાહચરિઉ ૪૦૫૦ ગાથા પ્રમાણે પ્રાકૃતમાં રચ્યું છે, પણ એ, “ભવભાવનાનો એક ભાગ છે તેથી એની સ્વતંત્ર ગણના કરવામાં આવી નથી. “વિશેષાવશ્યકભાષ્યની વૃત્તિની રચનામાં પિતાના સાત સહાયક વિદ્વાનોનાં નામ આ પ્રકારે આપ્યાં છે: ૧. અભયકુમારણિ, ૨. ધનદેવગણિ ૩. જિનભદ્રગણિ, ૪. લક્ષ્મણગણિ,૪૯ ૫. વિબુધચંદ્રમુનિ, ૬. સાધ્વી આનંદથી મહત્તા અને ૭ સાધી વીરમતી ગણિની.... ચંદ્રસૂરિ : આ. શીલભદ્રસૂરિના શિષ્ય ધનેશ્વરસૂરિના શિષ્ય ચંદ્રસૂરિ આચાર્યપદ પ્રાપ્ત થયા પહેલાં પાર્શ્વદેવગણિના નામથી ઓળખાતા હતા. ૧. પ્રખર બૌદ્ધનયાયિક દિનાગે રચેલા “ન્યાયપ્રવેશ ઉપર આ. હરિભદ્ર વૃત્તિ રચી છે તે વૃત્તિ ઉપર પ્રસ્તુત ચંદ્રસૂરિએ પાર્શ્વદેવગણિના નામથી વિ. સં. ૧૧૬૯(ઈ. સ. ૧૧૫૩)માં એનાં વિષમ પદને વિશદ કરતી “પંચિકા' રચી છે. ૨. વળી, જિનદાસગણિ મહત્તરે નિશીથચૂણિ પર રચેલી ટીકાના ઉદ્દેશ પર વૃત્તિ, ૩. ચૈિત્યવંદનસૂત્રની ૫૫૦ પ્રમાણ સુધા વ્યાખ્યા, ૪. વિ. સં. ૧રરર(ઈ. સ. ૧૧૬૬)માં ગુર્જરેશ્વર કુમારપાલના રાજયકાલમાં ૨૦૦૦ શ્લેકપ્રમાણ શ્રાવકપ્રતિક્રમણુસૂત્રની વૃત્તિ, ૫. વિ. સં. ૧૨૨ (ઈ. સ. ૧૧૭૧)માં છતક૯પની બૂમ્યુણિનાં દુર્ગમ પદની વ્યાખ્યા, ૬. વિ. સં. ૧૨૨૮(ઈ. સ. ૧૧૭૨)માં આભડવાસાકની વસતિમાં રહીને નિયમાવલી શ્રુતસ્કંધ (પાંચ ઉપાંગમય) વ્યાખ્યા ૫૧ ૭ પ્રતિકલ્પ, ૮. સર્વ સિદ્ધાંતવિષમપદપર્યાય, ૯. જયદેવકૃત છંદશાસ્ત્રનું ટિપ્પણુ વગેરે ગ્રંથ રચ્યા છે. આ. ચંદ્રસૂરિએ અન્ય ગ્રંથકારોની કૃતિઓનાં લેખન-સંશોધનમાં પણ સારે ફાળે આપ્યો હતો. પિતાના ગુરુ ધનેશ્વરસૂરિએ વિ. સં. ૧૭૧(ઈ. સ. ૧૧૧૫) માં આ. જિનવલમસૂરિના “સૂમાર્થવિચારસાર'ની વૃત્તિ રચી તેમાં આ. પાર્થ દેવે સહાય કરી હતી.પર ૫૯હ કવિ : પલ્પ નામના કવિએ જિનદત્તસૂરિની સ્તુતિરૂપે એક પટ્ટાવલી રચી છે, જેની એક નકલ સૂરિને રિન્ય જિનરલિત મુનિએ ધારાનગરીમાં વિ. સં. ૧૧૭૦(ઈ. સ. ૧૧૧૪)માં કરી છે, જ્યારે બીજી નકલ બીજા શિષ્ય બ્રહ્મચંદ્ર સિદ્ધરાજના રાજયકાલમાં પાટણમાં વિ. સં. ૧૧૭૧(ઈ. સ. ૧૧૧૫)માં કરી છે.પટ
SR No.032607
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1976
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy