SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૪] સેલંકી કાલ [ પ્ર. કૃદશા-વૃત્તિ, ૭. અનુત્તરૌપપાતિક-વૃત્તિ, ૮. પ્રશ્નવ્યાકરણ–વૃત્તિ, ૯. વિપાક્સવવૃત્તિ, ૧૦. ઔપપાતિકસૂત્ર-વૃત્તિ તથા ૧૧. પ્રજ્ઞાપના તૃતીયપદસંગ્રહણી ગાથા ૧૭૩ વગેરે–આગમિક વૃત્તિઓ રચી. એમણે આ ઉપરાંત ૧૨. જિનેશ્વરસૂરિના છઠ્ઠાણપયરણ” પર ભાષ્ય રચ્યું છે. ૧૩. હરિભદ્રસૂરિના “પચાસગ' પર વૃત્તિ, ૧૪. આરાધનાકુલક અને ૧૫. જયતિહુઅણસ્તોત્ર (અપભ્રંશમાં રચ્યાં છે. આગમેની ટીકા રચતાં એમણે સંપ્રદાયપરંપરાને અભાવ, ઉત્તમ તકને અભાવ, વાચનાઓની અનેતા અને પુસ્તકની અશુદ્ધિઓ વગેરે મુશ્કેલીઓ જણાવી છે. વળી તેઓ વૃત્તિઓના રચનાકાલ દરમ્યાન આયંબિલ વગેરે તપ કરતા, રાત્રે ઉજાગરા વેઠતા અને ખૂબ મહેનત કરતા તેથી એમને કોઢ થઈ ગયો હતો. આ રોગને દૂર કરવાના ઉપાય માટે, સેઢી નદીના કિનારે થાંભણ ગામના એક વૃક્ષ નીચે જિનેશ્વરની મૂર્તિ હતી તે એમણે “જયતિહુઅણ સ્તોત્રની રચના કરીને પ્રગટ કરી, થાંભણામાં સ્તંભન પાશ્વનાથનું મંદિર બંધાવી એ મૂતિને -ત્યાં સ્થાપિત કરી એમ કહેવાય છે. સાધારણ સિદ્ધસેનસૂરિ જેમનું પૂર્વાશ્રમનું નામ “સાધારણ હતું તે સિદ્ધસેનસૂરિએ વિ. સં. ૧૧૨ (ઈ. સ. ૧૦૬૭)માં “વિલાસવતી' નામક કૃતિ અપભ્રંશમાં ૧૧ સંધિઓમાં રચી છે.૩૩ વેતાંબર જૈનાચાર્યોએ અપભ્રંશમાં સ્વતંત્ર અને મેટી કથારૂપે રચેલી કૃતિઓમાં આ કૃતિને સર્વપ્રથમ કૃતિ માની શકાય. નમિસાધુઃ નમિસાધુ થારાપદ્રીયગચ્છા આ. શાલિભદ્રસૂરિના પ્રશિષ્ય હતા. એમણે રુટ કવિના “કાવ્યાલંકાર' પર વિ. સં. ૧૧રપ(ઈ.સ. ૧૦૬૯)માં - વૃત્તિ-ટિપ્પણની રચના કરી છે.૩૪ નમિસાધુએ અપભ્રંશના ૧. ઉપનાગર, ૨. આભીર અને ૩. ગ્રામ્ય-આ ત્રણ ભેદો સંબંધી માન્યતાના વિષયમાં ઉલ્લેખ કર્યો છે. રકટના વિધાનને નિરાસ કરતાં દેશ-પ્રભેદથી અપભ્રંશ ભાષા છે તે પ્રદેશની અપેક્ષાએ અનેક ભેદ- વાળી છે, તેનાં લક્ષણ તે તે દેશના લેકેથી જાણી શકાય છે, એમ કહ્યું છે. નમિસાધુએ “આવશ્યક ચિત્યવંદન-વૃત્તિ'ની રચના સં. ૧૧રર(ઈ. સ. ૧૦૬૬) માં કરી છે. જિનચંદ્રસૂરિઃ આ. જિનચંદ્રસૂરિએ “સંગરંગશાલા” નામને બૃહકાય ગ્રંથ સં. ૧૧૨૫(ઈ. સ. ૧૦૬૯)માં રચ્યો છે, જેને આ. દેવભદ્રસૂરિએ પ્રતિસંસ્કાર કર્યો છે. આ ગ્રંથમાં સંવેગભાવનાનું વર્ણન છે. સમગ્ર વર્ણન
SR No.032607
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1976
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy