SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ મું ] ભાષા અને સાહિત્ય [ ર૭૭ વેદના ભાષ્યકાર તરીકે જાણીતા છે. એણે અવંતીમાં જઈને “શુકલ યજુર્વેદભાષ્ય રચ્યું. ઉપરાંત એણે “કફપ્રાતિશાખ્ય, યજુઃપ્રાતિશાખ્ય' “બહુર્વાચસર્વાનુક્રમ” ઉપર ભાષ્ય રચ્યાં છે. એણે વેદભાષ્યનું નામ “મંત્રાર્થપ્રકાશ' રાખ્યું હતું. આ વિદ્વાન લેજ(ઈ.સ. ૧૦૧૦ થી ૧૦૭૧)ને સમકાલીન હતો. વિષ્ણુ: આનંદપુરને વિષણુ નામને પંડિત ઉગ્લૅટનો સમકાલીન હતા. એ પિતાને આનર્તીય તરીકે ઓળખાવે છે. એણે શાંખાયન પદ્ધતિ” નામને ગ્રંથ રએ છે તેમાં એણે પિતાના વિદ્વાન પૂર્વજોને પરિચય આપ્યો છે. એ પણ ભેજના સમયમાં થયે. જિનેશ્વરસૂરિઃ જિનેશ્વરસૂરિ અને એમના ભાઈ બુદ્ધિસાગરસૂરિએ આ. વર્ધમાનસૂરિ પાસે દીક્ષા લીધી અને વિવિધ વિષયોનું અધ્યયન કરી વિદ્વાન તરીકે પ્રસિદ્ધિ મેળવી. એમના સમયમાં પાટણમાં ચિત્યવાસીઓનું એટલું બધું પ્રભુત્વ હતું કે એમની સંમતિ વિના સુવિહિત સાધુઓ પાટણમાં રહી શક્તા નહોતા. ત્યાં સુવિહિત સાધુઓને માટે એક સ્વતંત્ર ઉપાશ્રય બનાવવામાં આવ્યો.” આ. જિનેશ્વરસૂરિએ પંચલિંગી પ્રકરણ, ષટ્રસ્થાન પ્રકરણ, હારિભદ્રીય અષ્ટવૃત્તિ (સં. ૧૦૮૦), લીલાવતીકહા, કહાણયકેસ અને પ્રમાલક્ષ્મ વગેરે ગ્રંથ રહ્યા છે. આ ગ્રંથ ઉપરથી કહી શકાય કે તેઓ સૈદ્ધાંતિક, કથાસાહિત્યકાર અને દાર્શનિક વિદ્વાન હતા. સદ્ધાંતિક લેખે એમણે “છાણ-પરણ, જેને “શ્રાવકવક્તવ્યતા” પણ કહે છે, તે રચ્યું છે. એમાં ૧૦૪ પદ્ય છે. સમગ્ર ગ્રંચ છ સ્થાનકમાં વિભક્ત છેઃ ૧ વ્રત પરિકમ, ૨ શીલવ7, ૩ ગુણવત્વ, ૪ ઋજુવ્યવહાર, ૫ ગુરૂશુશ્રષા, અને ૬ પ્રવચન-કૌશલ્ય. આ છ સ્થાનકગત ગુણવાળે શ્રાવક ઉત્કૃષ્ટ ગણાય. આના ઉપર આ. અભયદેવસૂરિએ ૧૬૩૮ શ્લેપ્રમાણ ભાષ્ય રચ્યું છે. એના પર જિનપાલ ઉપાધ્યાયે વિ. સં. ૧૨૬૪(ઈ. સ. ૧૨૦૮)માં ૧૪૮૪ પ્રમાણ વૃત્તિ રચી છે. એક વૃત્તિ થારાપદ્રગથ્વીય શાંતિસૂરિએ રચી છે અને બીજી એક વૃત્તિ અજ્ઞાતકર્તક મળી આવે છે. આ. જિનેશ્વરની દાર્શનિક પ્રતિભા “પ્રમાલક્ષ્મીમાં જોઈ શકાય છે. તાંબર આચાર્યોમાં કોઈએ વાર્તિકની રચના કરી નહોતી. એ અભાવની પૂતિ આ. જિનેશ્વરસૂરિએ વિ. સં. ૧૦૯૫(ઈ. સ. ૧૦૩૯)માં “પ્રમાલક્ષ્મ' નામથી “ન્યાયાવતાર'ના વાતિકરૂપે કરી છે. આમાં અન્ય દર્શનનાં પ્રમાણભેદ અને લક્ષણનું
SR No.032607
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1976
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy