SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ મું ] ભાષા અને સાહિત્ય ' ૨૫ રો હેય. અલબત્ત, ધનપાલ ઘણું થયા છે એટલે એ પ્રસ્તુત ધનપાલ કે બીજો કઈ ધનપાલ એ જાણવાનું રહે છે. કવિ ધનપાલે ગદ્યમાં બાણની “કાદંબરી' જેવો “તિલકમંજરી' નામક સંસ્કૃત કથાગ્રંથ રચ્યો છે. આ સુંદર સુલલિત ગદ્યમાં થયેલી રચના ઉત્તમ કોટિની ગણાય છે. આ ગ્રંથમાં કેટલાક ફેરફાર કરવાને અસંમત થતાં રાજા ભેજ સાથે એને અણબનાવ થયે અને એ ધારાથી નીકળી સચેરમાં આવીને રહ્યો. સારના જિનમંદિરમાંની ભ. મહાવીરની મૂર્તિ જોઈને એને જે સંતોષ થયે તે એણે અપભ્રંશમાં રચેલા “સત્યપુરમંડન-મહાવીરસાહ” નામના કાવ્યમાં વ્યક્ત કર્યો છે. આ કાવ્યમાં ઉલિખિત તુના આગમનની તેમજ સોમનાથ વગેરે પ્રદેશ ભાંગ્યાની વાત મહમૂદ ગઝનવીએ ગુજરાત પર કરેલી ચડાઈને લાગુ પડે છે. આ દષ્ટિએ આ કાવ્યનું અતિહાસિક મૂલ્ય પણ છે. - આ ઉપરાંત એણે વીરસ્તવ, ઋષભ-પંચાશિકા, સાવયવિહી, શોભન મુનિએ રચેલી “જિનચતુર્વિશતિકા ઉપર ટીકા આદિ કરેલી રચનાઓ પ્રાપ્ત થાય છે. શોભન મુનિ : કવિ ધનપાલના નાના ભાઈ શોભન નામના જનાચાર્ય મહા વિદ્વાન હતા. તેઓ વ્યાકરણશાસ્ત્રમાં વિચક્ષણ, જૈન-બૌદ્ધ તવોમાં નિષ્ણાત અને સાહિત્યશાસ્ત્રના અઠંગ અભ્યાસી હતા.૮ એમણે “જિનચતુર્વિશતિકા” નામક જિનેશ્વરની સ્તુતિરૂપે ૯૬ પદ્ય સંસ્કૃતમાં રચ્યાં છે. આ સ્તુતિ શબ્દલંકાર, યમક અને અનુપ્રાસ તેમજ વિવિધ અલંકારોથી સભર છે. આ સ્તુતિઓ ઉપર પં. ધનપાલે સંસ્કૃતમાં ટીકા રચી છે. અભયદેવસૂરિ : આ. અભયદેવસૂરિ આ. પ્રદ્યુમ્નસૂરિના શિષ્ય હતા. આ પ્રદ્યુમ્નસૂરિ પૂર્વાશ્રમમાં રાજવી હતા. તેઓ દીક્ષા લઈ વિદ્વાન થયા. એમણે ધર્મ-વિવાદમાં દિગંબરોને પરાજિત કર્યા હતા. એમણે ૮૪ ગ્રંથ રચ્યા એમ કહેવાય છે, જેમાંનો એક ગ્રંથ ઉપલબ્ધ થયો નથી. એમણે સપાદલક્ષ, ત્રિભુવનગિરિ આદિ અનેક દેશોના રાજાઓને જનધમી બનાવ્યા હતા. એમણે “રાજગછ ની સ્થાપના કરી હતી. આ રાજગના અભયદેવસૂરિએ સિદ્ધસેન દિવાકરે રચેલા “સન્મતિ– પ્રકરણ” ઉપર “તત્ત્વબોધ –વિધાયિની” નામક ટીકા રચી છે, જે “વાદમહાવ” નામથી પણ પ્રસિદ્ધ છે. આ ટીકામાં એમણે અનેકાંતવાદનો વિસ્તાર અને સ્પષ્ટીકરણ કર્યું છે. એમણે પ્રત્યેક વિધ્ય ઉપર લાંબા-લાંબા વાદ-વિવાદોની યોજના કરી છે. આ યોજનામાં સર્વપ્રથમ નિર્બલતમ પક્ષ ઉપસ્થિત કરીને એના પ્રત
SR No.032607
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1976
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy