SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ “૧૨ મું ] ભાષા અને સાહિત્ય [ ર૭૧ હતા. એમણે પાશુપત સંપ્રદાયના કેટલાક ગ્રંથ રચ્યા કહેવાય છે. સિદ્ધરાજના સમયમાં કેશવ નામના ત્રણ વિદ્વાન પાટણમાં હતા. આ પૈકીનો એક કેશવ રાજાને વેદ, પુરાણું અને કથાઓ સંભળાવતું હતું. એણે આગમ અને સંહિતાગ્રંથો ઉપર ભાષ્ય રચ્યાં હોવાનું મનાય છે. સત્યપુર(સર)ના પંડિત દામોદરના ગ્રંથ વિશે માહિતી મળતી નથી. પણ “સરસ્વતીપુરાણુ” એણે, એના પુત્ર કે એના શિષ્ય રચ્યું હોય એવું અનુમાન છે. સિદ્ધરાજની સભાના વિદ્વાને પૈકી મહર્ષિ નામનો વિદાન ન્યાય-તક, મહાભારત અને પારાશરસ્મૃતિને અભ્યાસી હતો એમ જાણવા મળે છે. ઉત્સાહ નામને પંડિત કાશ્મીરથી આવીને પાટણમાં વચ્ચે હતે. એ વિયાકરણ હતો અને હેમચંદ્રની વ્યાકરણ-રચનાના સમયે એ એમની સમક્ષ રહેતો હતો. આ સમયના વૈયાકરણ કાકલ કાયસ્થનું નામ પણ જાણવામાં આવે છે. એ આ. હેમચંદ્રના “સિદ્ધહેમચંદ્રશબ્દાનુશાસન'નું અધ્યયન કરાવતો હતો. આ સમયમાં સાગર નામનો પ્રતિભાશાળી વિદ્વાન થયો છે અને રામ નામના પંડિતનું નામ પણ જાણવામાં આવ્યું છે. રાજા કુમારપાલના સમયમાં પાશુપતાચાર્ય પ્રસર્વત નામે સમર્થ વિદ્વાન હતો. એણે માંગરોળ (સોરઠ) ની સોઢળી વાવની દીવાલમાં ક્યાંકથી લાવી ચોડેલા શિલાલેખમાંની પ્રશસ્તિ રચી છે. એમાં એણે પિતાને મહાપંડિત જણાવ્યા છે. બીજો ભાસર્વજ્ઞ નામનો વિદ્વાન હતા, જેણે પાશુપત સંપ્રદાયને અનુલક્ષીને ‘ગણુકારિકા’ નામનો ગ્રંચ રચે છે. આ સિવાય ભાવબૃહસ્પતિને જમાઈ વિશ્વેશ્વરરાશિ, શ્રી દુર્વાસુ, વિમલ, શિવમુનિ, ત્રિપુરાંતક, વેદગભરાશિ, વિશ્વામિત્ર વગેરે વિદ્વાનો પાશુપતાચાર્યો થયાનું જાણવા મળે છે. કુમારપાલના સમયમાં રામકીર્તિ નામને દિગંબર જૈનાચાર્ય હતો, જે જયકીર્તિને શિષ્ય હતો, એણે ચિતોડગઢ પરના સમિહેશ્વર નામના શિવ-મંદિરને કુમારપાલે આપેલા દાન વિશે દાનપત્ર લખ્યું છે. આ કાવ્યરચના ઉપરથી રામકીર્તિ સંસ્કૃત ભાષાને સારો પતિ હોય એમ જણાય છે. આબુ પર્વત પર આવેલા અચલેશ્વર મહાદેવના મંદિરનો જીર્ણોદ્ધારને એક લેખ મળે છે. વડનગરના લક્ષ્મીધર પંડિતે એ લેખ કાવ્યમય ભાષામાં ર
SR No.032607
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1976
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy