________________
પ્રકરણ ૧૨
ભાષા અને સાહિત્ય
ભાષા
ગુજરાતમાં સોલંકી અને વાઘેલા કાલ દરમ્યાન લખાયેલાં જે દાનપત્ર મળે છે તેઓમાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યું છે, તેથી રાજભાષા. સંસ્કૃત હતી એમ જણાય છે.
સોલંકી અને વાઘેલા રાજાઓનાં દાનપત્ર મૈત્રકોનાં દાનપત્રો જેવી ઓજસ્વી શૈલીમાં નથી, તદ્દન સાદી અને અલંકૃત ભાષામાં છે, પરંતુ આ કાલના અભિલેખો અને પ્રશસ્તિ–લેખોની રચના ઉચ્ચ કોટિનું કવિત્વ ધરાવે છે. ખાસ કરીને શ્રીપાલ કવિએ રચેલી “વડનગર પ્રશસ્તિ, “સહસ્ત્રલિંગસર પ્રશસ્તિ, રુદ્ધમાલપ્રશસ્તિ' તથા કવિ સંમેશ્વર, જયસિંહસૂરિ, નરચંદ્રસૂરિ અને નરેંદ્રપ્રભસૂરિએ રચેલી પ્રશસ્તિઓ સુંદર કાવ્યકોટિના નમૂના છે.
વળી, આ સમયનું ઉપલબ્ધ સાહિત્ય પાંડિત્યપૂર્ણ છે. ભાષાકીય ગુણવત્તા, વિષયનું વૈવિધ્ય અને સંખ્યાની દષ્ટિએ બીજો કોઈ પ્રદેશ ભાગ્યેજ એની સ્પર્ધામાં ઊતરી શકે એમ છે.
જૈન વિદ્યાનેએ પ્રાકૃત ભાષામાં રચેલી કથાઓ તે ભારતીય સાહિત્યમાં એક વિશિષ્ટ અર્પણ છે. આપણા દેશની સર્વ અર્વાચીન આર્યભાષાઓની માતામહી. પ્રાકૃત ભાષાના સાહિત્યને વિપુલ ભંડાર ગુજરાતની વિપુલ સંપત્તિ છે. પ્રસ્તુત સમયમાં જૈન વિદ્યામાં પ્રબળ જાગૃતિ આવી જાય છે, જેના કારણે સાડાત્રણસો વર્ષના આ ગાળામાં સેંકડે કથાઓની રચના થઈ છે. જૈનાચાર્યોએ. માત્ર ધાર્મિક જ નહિ, પણ લૌકિક આખ્યાને રચીને પ્રાકૃત સાહિત્યના ભંડારને સમૃદ્ધ કર્યો છે. આ કથાઓને હૃદયંગમ બનાવવા વાર્તા, આખ્યાન, ઉપમા, સંવાદ, સુભાષિત, સમસ્યાપૂર્તિ, પ્રશ્નોત્તર, પ્રહેલિકા વગેરેને એમણે આધાર લીધે. છે. સંસ્કૃત સાહિત્યમાં ખાસ કરીને રાજાઓ, ધાઓ અને ધનિક વ્યક્તિઓનું ચરિત્રચિત્રણ રહેતું, પણ જૈનાચાર્યો દ્વારા એમની કથાઓમાં સાધુ-સાવી, શ્રાવકશ્રાવિકા, દરિદ્ર, ચોર, જુગારી, અપરાધી, ધૂત, વેશ્યા, ચેટી, દૂતી આદિ સાધારણ જનોનું ચિત્રણ થવા લાગ્યું. દેશવિદેશમાં ભ્રમણ કરતા આ પરિવારજક જૈન શ્રમણોએ તે તે દેશની લોકભાષા, લેકજીવન અને રીતરિવાજોનું સૂક્ષ્મ નિરીક્ષણ કરી છે તે હકીક્તને કથાઓમાં ગૂંથી દીધી. જોકે જન કથાકારોની રચનામાં