SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૪ ] સાલડી કાલ [ 31. ઘટી છે. લાંગનુ કઠોળ અહીં. હાથબ્રટીઓમાં ભરડાતું અને એની દાળ મલબાર સુધી જતી. હવે લાંગ મુંબઈ પહેાંચીને ત્યાંની મિલમાં ભરડાઈ ને દાળ તૈયાર ચાય છે, એટલે ભરૂચમાં હાથધટીને વપરાશ ઘટી ગયા. પહેલાં પરદેશથી આવતા માલ, જો મુંબઈથી દેશમાં આવતા, તેા એ મેાંધે પડતા, એટલે એ સીધા જ ભરૂચ આવતા. આજે માલ ભરૂચને બદલે મુંબઈ પહેાંચીને દેશનાં જુદાં જુદાં સ્થળાએ જાય છે. ". કેંદ્ર સરકારે ભરૂચને મધ્યમ કક્ષાનું બંદર જાહેર કર્યુ છે. એના વિકાસ અર્થ બીજી અને ત્રીજી યાજના દરમ્યાન લગભગ દસ લાખથી વધુ રૂપિયા ખર્ચાયા છે. બંદર–કિનારે લાંગરતાં વહાણેામાંથી માલની ચઢઊતર કરવા માટે એક સાથે ૧૫ વહાણ ઊભાં રહી શકે એટલી લંબાઈ ના ડા બાંધવામાં આવ્યો છે, વહાણાને પાણી આપવા માટે ટાંકી પણુ બાંધવામાં આવી છે, આમ છતાં આટલી સુવિધા પૂરતી નથી. ભરૂચ મધ્ય ગુજરાતનુ મેટામાં મેાટું બંદર છે, એટલુ જ નહિ, પણ એ બ્રોડગેજ રેલવે તેમજ ડામરના પાકા બનાવેલા રાષ્ટ્રિય ધારી મા`થી જોડાયેલુ છે. બાજુમાં આવેલુ અંકલેશ્વર ભારતનું વિશાળ તેલક્ષેત્ર બન્યું છે. જિલ્લાના કેટલાક ભાગમાંથી લિગ્નાઈટ પણ મોટા પ્રમાણમાં શોધાયુ છે. આવા સંચાગેામાં ભય બંદરને વિકસાવવું ઘટે છે. દરિયાના મુખથી ભરૂચ અંદર સુધી રેતીના પટ પથરાયેલા છે ત્યાં ડ્રેજિંગ કરી, સલામત બનાવાય તેા મેટાં વહાણ છેક અંદર લગી જેનું રૂ પરદેશમાં નિકાસ થઈ ને જતું તે ભચમાં આજે ત્રણ નાની મિલ જ ચાલે છે એ પણ એક કરુણ સ્થિતિ છે. ભરૂચ શહેર ઉદ્યોગેાથી ધમધમતું થાય અને ભરૂચ તેમજ પાસેનું કાવી એ બે બંદર વિકાસ પામે તે। ભરૂચનું ભાવિ ઉજ્જવળ અને, એમાં શંકા નથી. જળમાર્ગઙ્ગા અને સહેલાઈથી આવી શકે. પાદટીપા ૧. મુસ્લિમેાની વટાળપ્રવૃત્તિ દરમ્યાન, એ મંદિર પાછળથી, ઇ. સ. ૧૩૦૨માં મરજદમાં ફેરવાઇ ગયુ. આજે પણ ' જુમ્મા મરિજમાં રૂપાંતર પામેલું એ મદિર ભરૂચમાં હયાત છે. ૩. A. S. Altekar, A History of Important Ancieni Towns and Cities in Gujarat and Kathiawad, p. 3 3. Bombay Gazetteer, Vol. I, Pt. 1, p. 510 " " કુઅ. ૨. છે. પરીખ, “ ગુજરાતની રાજધાનીએ, ” પૃ. ૪૪
SR No.032607
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1976
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy