SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ ર૫૦] સેલંકી કાલ [ . લાખ દીનાર આપીને એ મણિ લીધો અને પરદેશમાં પણ જગડૂની કીર્તિ ફેલાવી. આટલું મોટું મૂલ્ય આપવા માટે જગ પિતાને શિક્ષા કરશે એ જયંતસિંહને ડર હતા, પણ જગડૂએ તે પરદેશમાં પિતાનું ગૌરવ જાળવી રાખવા બદલ એને રેશમી વસ્ત્ર અને વીંટીનું પ્રતિદાન આપ્યું, અને ઈચ્છા કરતાં પણ અધિક ધન આપીને એને પોતાની પાસે રાખ્યો.૪૨ સમુદ્ર-કિનારાથી સો માઈલ દૂર આવેલા ગુજરાતના પાટનગર પાટણમાં નાવિકને અલગ મહોલે હતો૩ એ વસ્તુ ગુજરાતના સમૃદ્ધ વહાણવટાની કલ્પના કરાવવાને પર્યાપ્ત છે. “મોહરાજપરાજય'ના ત્રીજા અંકમાં પાટણના વહાણવટી કુબેરની સમૃદ્ધિનું વિસ્તૃત વર્ણન છે. કુબેર એ કવિકલ્પનાનું પાત્ર હોય તે પણ એ વર્ણન પાછળ રહેલી વસ્તુસ્થિતિ ધ્યાનપાત્ર છે. એક પ્રકારની ગુજરાતી ભાષા બોલનાર “લંકાઈ' (અર્થાત લંકાથી. પાછા આવેલ) વાણિયા આજે પણ તમિળનાડુમાં વસે છે. ૪૪ ખુશ્કીમાગે પણ અહીંના વેપારી દૂર દેશાવર ખેડતા હતા. જામેઉલાહકા-- યતને કર્તા મુહમ્મદ ઉફી (ઈ.સ. ૧૪૧૧) લખે છે કે નહરવાલા(અણહિવાડ)ને વસા આભીર (વસા આભડ?) નામે એક વેપારી ગઝનીમાં લાખોને. વેપાર કરતો હતો. એક વાર અણહિલવાડના સૈન્યના હાથે ગઝનીના સુલતાનને પરાજય થતાં એ નુકસાન વસૂલ કરવા માટે સુલતાનને એના વજીરોએગુજરાતી વેપારીની મિલકત લૂંટી લેવાની સલાહ આપી હતી, પણ સુલતાને એ સલાહ. અન્યાયી ગણીને સ્વીકારી નહોતી.૪પ ગઝનીમાં આ તરફના વેપારીઓમાં વસા. આભડ એળે નહિ હોય, બીજા પણ વેપારી ત્યાં હશે તથા અનેક વ્યવસાય. કરતા હશે. સોલંકી કાલનું ગુજરાતનું વહાણવટું સમૃદ્ધ હતું અને સમુદ્ર-કિનારા ઉપરના. પ્રત્યેક નગરમાં જગતના અનેક દેશોના વેપારીઓનાં નિવાસ અને અવરજવર, હતાં, પણ તકાલીન સાહિત્યમાંથી એ વિશે વ્યવસ્થિત માહિતી અલ્પ મળે છે. આબુ ઉપર લુણવસતિમાં, કુંભારિયાના મંદિરમાં અને ખંભાતના એક જૈન મંદિરમાં શકુનિકાવિહારની આખ્યાયિકાનું શિલ્પ છે તેમાં લંકાથી ભરૂચ આવતું વહાણ દર્શાવેલું છે. એ સમયને દરિયાઈ જીવનમાં સાહસિક વેપારી અને ચાંચિયા વચ્ચે સંજોગવશાત ઝાઝો ભેદ નહિ હેય. તત્કાલીન સાહિત્યમાં વહાણવટી માટે નોદિત્તિ, સાંસાત્રિ આદિ શબ્દ પ્રયોજાયા છે, પણ દરિયાઈ લૂંટાર માટે કોઈ જુદો શબ્દ જણાતું નથી. (સૌરાષ્ટ્રની દક્ષિણે આવેલે ચાંચ બેટ એક સમયે દરિયાઈ લૂંટારુઓનું આશ્રયસ્થાન હતું, એના ઉપરથી “ચાંચિયા” શબ્દ થયે. છે.) એમનાથ અને દ્વારકા હાથમાં રાખીને ચાવડા રાજપૂત સાગર ખેડતા તથા
SR No.032607
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1976
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy