SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ આર્થિક સ્થિતિ [ ૨૪૩ રાજ કે કુમારપાલના સમયમાં મારવાડમાંથી ગુજરાતમાં વસાવવામાં આવ્યા હતા, કેમકે પટોળાંની ઘણી માંગ ગુજરાતમાં રહેતી અને બહારથી આયાત થવાને કારણે એ મેંઘાં પડતાં. રાજાના નિમંત્રણથી સાળીઓ પાટણમાં આવ્યા હતા અને એમને ગુજરાતના જીવનમાં સ્થિર થવામાં રાયે સહાય કરી હતી.૫ જુદા જુદા પ્રકારની આશરે પાંચસો વચ્ચેની સૂચિ “વર્ણક–સમુચ્ચયમાં છે. એમાંનાં કેટલોકનાં નામ ફારસી-અરબી મૂળનાં હેઈ મુસ્લિમ રાજ્યશાસનમાં પ્રચલિત થયાં હશે, પણ બીજાં અનેકનાં નામ સોલંકીકાલના જીવનનું સાતત્ય વ્યક્ત કરે છે અને એ જ નામ અપભ્રંશ સાહિત્ય અને ગુજરાતી સાહિત્યમાં પણ મળતાં હોઈ આ વિધાનનું સમર્થન થાય છે. પણ એમાંનાં કયાં વસ્ત્ર ગુજરાતમાં બનતાં અને કયાં બહારથી આયાત થતાં એ નકકી કરવા માટે ગુજરાતનાં કાપડ ઉદ્યોગ અને વસ્ત્રકલાના ઇતિહાસનો વિગતે અભ્યાસ થવાની જરૂર છે. શેરડીનો સારો પાક થતો હેઈ શેરડી પીલવાનો તથા એના રસમાંથી ગોળ, ખાંડ અને સાકર બનાવવાનો સારે ઉદ્યોગ ચાલતો. “વર્ણક-સમુચ્ચય'માં ગોળની નવ જાતને,૮ ખાંડની ચૌદ જાતનો, અને સાકરની સાત જાતને ઉલેખ છે. શેરડી પીલવાના યંત્રને “કહુ” કહેતા.૧૧ માર્કેર્લાની નોંધ મુજબ, ગુજરાતમાં ચામડાં કમાવવાનો મોટો ઉદ્યોગ ચાલતો. આ ઘેટાં, ભેંસ, બળદ વગેરે જાનવરનાં ચામડાં હતાં. ચામડાં ભરેલાં સંખ્યાબંધ વહાણ દર વર્ષે ગુજરાતનાં બંદરોથી પરદેશ જતાં. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છમાં બહોળું પશુધન હતું, આજે પણ છે, અને એ કારણે પણ ચર્મોદ્યોગ સુવિકસિત હશે. “લેખપદ્ધતિ'માં સંગૃહીત થયેલા લાટાપલ્લીલાડોલ અને પિટલાઉદ્દ-પેટલાદના ગ્રામવ્યવસ્થાને લગતા બે દસ્તાવેજોમાં “ચ. ચરિકા”-ચામડાની ચોરી માટે પચીસ કર્મી દંડ લખે છે. ૧૨ એ કાલનું જીવન જોતાં એ ખરેખર આકરો ગણાય, પણ ઘણા દિવસ સુધી ચામડાં ખુલ્લામાં સૂકવવા પડતા હોઈ એ પાછળ ચર્મોદ્યોગને રક્ષણ આપવાનો આશય હશે. આ ચામડાંમાંથી જાતજાતના જોડા બનતા. ખંભાતનાં પ્રસિદ્ધ પગરખાંનો ઉલ્લેખ અલ મદીએ (ઈ. સ. ૯૪૩) કર્યો છે. પાણીની પખાલ અને તેલની ફૂપીઓ ચામડાની બનતી એ હેમચંદ્ર “દેશીનામમાલા'માં નેપ્યું છે. નિકાસ થતી કિંમતી ચીજોમાં ચામડાંના ગાલીચા નોંધપાત્ર છે. માર્કેલે એ વિશે લખે છેઃ રાતા અને ભૂરા રંગના પશુપંખીનાં ચિતરામણવાળા અને સેના-રૂપાની જરીથી ભરેલા ચામડાના સુંદર ગાલીચા ગુજરાતમાં બને છે...આ ગાલીચા એટલા આકર્ષિક હોય છે કે એ જોતાં જ આશ્ચર્ય થાય છે અને એનો ઉપયોગ અને સેવા
SR No.032607
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1976
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy