SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ મું ] સામાજિક સ્થિતિ [ ર૩૩ હિતથી ભિન્ન –ચિત્યવાસી યતિઓનું ઘેરણ બહુ ઊંચું નહિ હોય. મહામાત્ય સાંત હાથણી ઉપર બેસી પિતે બંધાવેલ સાંત્વસહિકામાં દેવને નમસ્કાર કરવા જતો હતો ત્યાં ગણિકાના ખભા ઉપર હાથ મૂકી ઊભેલા કોઈ ચિત્યવાસીને એણે જોયે; હાથી ઉપરથી ઊતરી, ઉત્તરાસંગ કરી, ખમાસણું કરી, મહામાયે એને નમસ્કાર કર્યા. આથી ચૈત્યવાસીને એટલી શરમ લાગી કે એ જ વખતે માલધારી હેમચંદ્ર પાસે આખાય ગ્રહણ કરી, શત્રુંજય ઉપર જઈ, એણે બાર વર્ષ તપ કર્યું. ૨૨ માંસાહાર અને મદ્યપાનની બંધી કરવાને કુમારપાલે પ્રયત્ન કર્યો હતો, પણ વેશ્યા-વ્યસન ઉપર પ્રતિબંધ મૂકવામાં એને સફળતા નહિ મળી હેય. સિદ્ધરાજ અને કુમારપાલના સમકાલીન કવિ રામચંદ્રકૃત “નલવિલાસ નાટક” માં નાયક નલરાજા એક સ્થળે દેવમંદિરમાંના સંગીતકને અનુલક્ષીને કહે છે કે કેવળ દેવતાયતન નહિ, સંગીતક કરતા પણ્યાંગનાચને પણ જોઉં છું.” અને પછી ઉમેરે છે કે “સર્વેના ઘરમાં હરિણાક્ષી કાંતાઓ ક્યાંથી હોય ? ન્યાયી રાજા પરદારગમન કરનારને સજા કરે છે. પરહિત કરનારી પરયાંગનાઓ ન હોય તો કામા જાને ક્યાં જાય ? ૨૩ મંત્રી યશપાલત સમકાલીન “મેહરાજપરાજય નાટકમાં રાજા કુમારપાલ પિતાના દાંઠપાશિકને આજ્ઞા કરે છે: “જા ! વ્રત, માંસ, મધ અને માર (હિંસા) નામે ચાર વ્યસનને બરાબર શોધી, પકડીને નગરમાંથી કાઢી મૂક; ચોરી અને પરદારગમન એ બે વ્યસનને તે આ પહેલાં જ નિર્વાસિત કર્યા છે. વેશ્યાવ્યસન તે બિચારું ઉપેક્ષણીય છે. એ રહે કે જાય, એનું કંઈ મહત્ત્વ નથી. ૨૪ હેમચંદ્રકૃત “કુમારપાલચરિત'(પ્રાકૃત ‘દ્વયાશ્રય” કાવ્ય)માં રાજા કુમારપાલની દિનચર્યાના વર્ણનમાં કહ્યું છે કે રાજા સભામાં વિરાજમાન થાય ત્યારે હાથમાં ચામર લઈને વારાંગનાઓ રાજાની પાસે ઊભી હોય છે; આ વારસ્ત્રીઓ ગેરી અને મીઠું બેલનારી છે તથા તેઓએ મણિ અને હીરા જડેલાં નૂપુર પહેરેલાં હોય છે.૨૫ એટલે કે “મેહરાજપરાજય’ના નાયકના - દરબારમાં વારાંગનાઓનું વિધિવત સ્થાન હોઈ એમને નિર્વાસિત કરવાનો પ્રશ્ન નહોતે. વળી વારાંગનાના વ્યસનમાંથી રાજયને સારી આવક થતી હશે અને એ જતી કરવાની રાજ્યની તૈયારી, સ્વાભાવિક રીતે જ નહિ હોય. મારવાડના ચાહમાનના સં. ૧૧૪૭(ઈ. સ. ૧૦૯૧)ના એક લેખમાં “શૂલપાલ” તરીકે ઓળખાતા એક અધિકારીને ઉલ્લેખ છે, જેનું કામ દેવમંદિર સાથે સંબંધ ધરાવતી વારાંગનાઓ ઉપર નિયંત્રણ રાખવાનું હતું. એ સમયનાં ગુજરાતનાં મોટાં દેવમંદિરોમાં પણ વારાંગનાઓ હતી એ પ્રમાણસિદ્ધ છે. એમના ઉપર તેમજ અન્ય પર્યસ્ત્રીઓ ઉપર દેખરેખ રાખનાર અધિકારીઓ ગુજરાતમાં પણ હશે. આ
SR No.032607
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1976
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy