________________
૨૧ર ]
સેલંકી કાલ
[
-
દાન દેવામાં આવ્યું. ત્યાં કરણ તથા મંડપિકા (માંડવી) હવાને પણ એમાં ઉલ્લેખ આવે છે. પાહિણપુરના “પંચમુખસમસ્તનગર” નામે મોટા વહીવટી મંડલમાં ત્યાંના પંચકુલ ઉપરાંત પુરોહિત, સાધુઓ (શાહુકારો), શ્રેષ્ઠીઓ(શેઠ), ઠકકર, સોની, કંસારા વગેરે મહાજને, વણજારા અને નૌવિત્તક (નાખુદાઓ)ને સમાવેશ થતો. આ પંચમુખનગરે શ્રીકૃષ્ણનાં પૂજા, નૈવેદ્ય, અને પ્રેક્ષણક (એલ) માટે અમુક વસ્તુઓનાં ખરીદ-વેચાણ પર અમુક લાગા નાખ્યા હતા. આ લાગાઓની વસૂલાત હટકરણ અને શુક-મંડપિકા(દાણ-માંડવી)ના અધિકારી સંભાળતા હશે.૪૭ ગૃહવિક્રય તથા દાસીવિય અંગે પંચમુખનગરને જાણ કરવી આવશ્યક ગણાતી એવું એને લગતા શાસલેખોનાં ઉદાહરણે પરથી માલમ પડે છે.૪૮ ધમચીરિકાના ઉદાહરણમાં જણાવ્યા મુજબ અપરાધિતાનું પ્રતિજ્ઞાપૂર્વક નિવેદન પણ પંચમુખનગર સમક્ષ કરવું પડતું.૪૯ નગરના વહીવટમાં પંચકુલ અને પંચમુખનગર ઉપરાંત મહાસાધનિક, તલાર(રક્ષક) અને અધિકાનક જેવા અધિકારીઓની પણ જરૂર પડતી હોવી જોઈએ.૫૦ ચામ-વહીવટ
ગ્રામ એ વહીવટ માટેને સહુથી નાનો એકમ હતું. દરેક ગામની ચારે બાજની સીમા નિશ્ચિત કરવામાં આવતી. ક્યારેક નજીકનાં ગામ વચ્ચે તકરાર થતી તો એ પ્રાયઃ એ બે ગામો વચ્ચેની સીમા માટે થતી.૫૧ ત્યારે બંને પક્ષોને એકઠા કરી એને સર્વસંમત નિર્ણય કરવામાં આવતો ને એનું કરારનામું કરવામાં આવતું. એને “શીલપત્ર' કહેતા. - અભિલેખો તથા “લેખપદ્ધતિમાં આવતા ઉલ્લેખો પરથી ગ્રામના કેટલાક અધિકારીઓ વિશે જાણવા મળે છે. સારંગદેવના આબુ શિલાલેખ(વિ. સં. ૧૩૫૦-ઈ. સ. ૧૨૯૪)માં સેલહત્ય(સેલહત), તલાર વગેરેને ઉલેખ છે.પર
સેલહસ્ત’ પ્રાયઃ મહેસૂલી અધિકારી હશે.પ૩ “તલાર ને ઉલ્લેખ “લેખપદ્ધતિમાં પણ આવે છે.૫૪ હેમચંદ્રાચાર્યે “દેશીનામમાલામાં “તલાર' એટલે નગર-રક્ષક એવો અર્થ આપે છે. પ૫ નગર-તલારની જેમ ગ્રામ-તલાર પણ હતા.૫૬ એને અર્થ કેટવાળ થાય છે.૫૭ “હિંદી૫ક ૫૮ હિંડીને (ફરીને) કર ઉઘરાવનાર અધિકારી હશે.પ૯ “પ્રતીસારકને ઉલ્લેખ ભીમદેવ ૨ જાના સં. ૧૨૮૭ ના દાનપત્રમાં તેમજ “લેખપદ્ધતિમાં આવે છે. એક સ્થાનથી બીજે સ્થાન જવાની પરવાનગી (દેશરાર’) મેળવવા માટે નાળિયામાં રોકી રાખેલાં વાહનેને જકાત લઈ આગળ જવા દેનાર અધિકારીને “પ્રતીસારક” કહેતા. ૨ ઠફકુર’ બે પ્રકારના હતા : “દેશઠફકુર 58 અને “ગ્રામઠફકર.”૬૪ “દેશઠફકુર”