SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨] સેલંકી કાલ [ પ્ર કૃષ્ણરાજના ઉત્તરાધિકારીઓ ખોદિગ(ઈ. સ. ૯૭૪)ના સમયમાં એ આધિપત્ય ફગાવી દીધું. એ પછી થોડાં વર્ષોમાં ચાલુક્યકુલના તેલ ઉફે બોટિંગના ઉત્તરાધિકારી કર્કરાજ ૩ જાના સમયમાં રાષ્ટ્રકૂટ સત્તાને નાશ કરી ચાલુક્યવંશની રાજસત્તા સ્થાપી (ઈ. સ. ૯૭૩-૭૪) ત્યારથી દખ્ખણમાં ફરી ચાલુક્યવંશનું રાજ્ય પ્રત્યુ. આ વંશના રાજાઓને “અનુકાલીન ચાલુક્યો' કહે છે. (૧) કલ્યાણુની શાખા આરંભમાં તે તૈલપ ઉફે તૈલ ૨ જે માન્ય ખેટના રાષ્ટ્રકૂટ કૃષ્ણ ૩ જાને સામત હતા. આગળ જતાં એણે કર્કને હરાવી પોતાની રાજધાની માન્યખેટમાં કરી, જે ઈ.સ. ૯૯૩ સુધી ત્યાં હતી. દક્ષિણમાં બધું ઠીકઠાક કરી એણે કોંકણના શિલાહારે તરફ નજર ફેરવી અને શિલાહાર અધરાજ કે પછી એના પુત્ર રદરાજને પોતાનો ખંડિયે બનાવ્યો. દેવગિરિના યાદવ રાજા ભિલ્લમે એનું સ્વામિત્વ સ્વીકારી લીધું. આમ પોતાના રાજ્યની આસપાસના રાજવીઓ ઉપર પિતાની આણ વરતાવ્યા પછી એણે લાટના પ્રદેશ ઉપર ચડાઈ કરી અને કબજે કરી ત્યાં પિતાના એક સેનાપતિ બારપને સત્તાસ્થાને મૂક્યો. એણે માળવા ઉપર ચડાઈ કરી, પણ એને પાછું પડવું પડયું. ઊલટું, મુજ વળતી ચડાઈ કરી છેક ગોદાવરી સુધી ધસી ગયે. તૈલ ૨ જાએ દેવગિરિના યાદવ ભિલમ ૨ જાની મદદથી પ્રબળ સામને આયે, જેમાં મુજ હારી ગયો અને કેદ પક્કા. થોડા સમય પછી તૈલે મુંજનો શિરચ્છેદ કરાવી નાખે. તલ ૨ જાના સમયમાં એના રાજ્યની સીમા ખૂબ વિસ્તરી હતી. એના પછી એને પુત્ર સત્યાશ્રય ઈ. સ. ૯૯૭માં ગાદીએ આવ્યો. માળવાના સિંધરાજે થોડા જ સમયમાં એના પ્રદેશ ઉપર ચડાઈ કરી મુંજની સત્તામાંથી ચાલોએ લીધેલા પ્રદેશ પાછા હાથ કરી લીધા. એણે ગુજરાત ઉપર ચડાઈ કરી ચામુંડરાજને હાર આપી. એના પછી એને ભત્રીજો વિક્રમાદિત્ય ૫ મો સત્તા ઉપર આવ્યો. એના પછી એને નાનો ભાઈ અઅણુ ૨ જે અને એના પછી નાને ભાઈ જયસિંહ ર જે સત્તા ઉપર આવ્યો. ઈ. સ. ૧૦૧૦ પૂર્વે કલચુરિ ગાંગેયદેવ, માળવાનો પરમાર ભોજદેવ અને રાજેન્દ્ર ચોળ એ ત્રણ જણાઓએ એકઠા મળી જયસિંહના પ્રદેશ ઉપર ચડાઈ કરી, જેને જયસિંહે હાંકી કાઢયા, પરંતુ આ ગરબડમાં ભારે ઉત્તર કોંકણને પ્રદેશ કબજે કરી લીધું. ઈ. સ. ૯૯૩ પછી તરતમાં જ માન્ય ખેટમાંથી રાજધાની ખસેડી લેવામાં આવી હતી, અને જયસિંહ કલ્યાણી(જિ. ગુલબર્ગ, મૈસુર રાજ્ય)માં રહી સત્તાશાસન ચલાવતો હતો. એના પછી ઈ. સ. ૧૯૪૩ માં એને પુત્ર સોમેશ્વર સત્તા ઉપર આવ્યો. એના સમયમાં
SR No.032607
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1976
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy