SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪] સેલંકી કાલ [પ્ર. યશોવિગ્રહના પુત્ર મહીચંદ્રના પુત્ર ચંદ્રદેવે ઈ. સ. ૧૧૦૪ સુધીમાં ગુર્જર પ્રતીહારીને દૂર કરી કાજમાં જમાવ્યું હતું. કાશી, ઈદ્રપ્રસ્થ, અયોધ્યા અને પાંચાલ દેશ એની સત્તા નીચે હતાં. એના પછી પાંચમો રાજા જયચંદ્ર થયું. ઈ. સ. ૧૧૯૪માં શાહબુદ્દીન ઘેરીએ એને હરાવ્યો ત્યારે એણે ગંગામાં પ્રવેશી આત્મઘાત કર્યો.૨૨૦ એના પછી એને પુત્ર હરિશ્ચંદ્ર સત્તા ઉપર આવેલે, પરંતુ ઈ. સ. ૧૨૨૬ આસપાસ શસુદ્દીન અલ્તમશે કનોજ ઉપર વિજય મેળવી એને ખાલસા ક્યું. હરિશ્ચંદ્ર અને એને પુત્ર સંતરામ વતન છોડી ચાલી નીકળ્યા. આ સેતરામનો પુત્ર સીહા ત્યાંથી ઈ. સ. ૧૨૨૭ ના નજીકના સમયમાં નીકળી દ્વારકાની યાત્રા કરવા ગયો અને પાછા વળતાં થોડો સમય અણહિલપુર પાટણમાં પણ રહ્યો. એણે મૂલરાજની સાથે જઈ સૌરાષ્ટ્રના વિગ્રહમાં ગ્રાહરિપુ સામે યુદ્ધ કર્યું હતું. કચ્છના લાખા ફુલાણીને યુદ્ધમાં એણે માર્યો એમ કહેવાય છે; ૨૨૧ સંભવ માત્ર લડાઈ થયાને જ છે, કેમકે લાખા ફુલાણીને તો મૂળરાજે કચ્છમાં જઈ એની રાજધાની કેરાકોટમાં માર્યો હતો. ૨૨ આ સહાજી પાટણથી નીકળી મારવાડમાં પાલીથી પસાર થયો ત્યારે બ્રાહ્મણોની વિનંતિથી એણે એ પ્રદેશમાં સ્થિર થઈ જોધપુરને રાજધાની બનાવી સત્તા જમાવવાનો આરંભ કર્યો. નજીકના ખેડ ઉપર ગૃહિલ રાજપૂતોની સત્તા હતી તેમને દબાવવા સહાજી ગયો તે જ અરસામાં પાલી ઉપર મુસલમાન આક્રમણ આવ્યું. આ સમાચાર મળતાં જ સીતાજીએ ધસી જઈ, પ્રબળ સામને આપી આક્રમણને પાછું વાળ્યું, પણ નવી ફૂમક આવી મળતાં મુસલમાનોએ ફરીથી આક્રમણ કર્યું તેમાં સહાજી માર્યો ગયો અને એની રાણું પાર્વતી એની પાછળ સતી થઈ (ઈ. સ. ૧૨૭૩). પછી રાવ આસથાનછ સત્તા ઉપર આવ્યો.૨૨૩ એનાથી લઈ ઈ. સ. ૧૯૪૭ માં જોધપુર રાજ્ય ભારત પ્રજાસત્તાકમાં સામેલ થયું ત્યાંસુધી આ રાજવંશ અવિચ્છિન્ન ચાલ્યા. આ દરમ્યાન ગુજરાત સાથેનો કોઈ વિગ્રહ નોંધાયો નથી. ૨૨. જેજાભક્તિ (બુદેલખંડ)નો ચંદેલ્સ-વશર ૨૪ જેજાભક્તિમાં પિતાને ચંદ્રવંશને કહેવડાવતે ચંદેલ્લવંશ કનોજના ગુજર પ્રતીહારના સામંત તરીકે ઈ. સ.ની નવમી સદીની બીજી પચીસીમાં સત્તા ઉપર આ હતો અને ખજુરાહો (જિ. છત્તરપુર, મધ્યપ્રદેશ)માં રાજધાની રાખી નાના નાના દેશવિભાગ ઉપર રાજ્ય કરતા હતા. આ વંશને જાણવામાં આવેલે પહેલે રાજવી નમ્નક છે. એના પછી એને પુત્ર વાફપતિ અને વાપતિ પછી એને પુત્ર જયશક્તિ કિંવા જે જજક કે જે જજા રાજા થયો હતો. આ જજાના
SR No.032607
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1976
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy