SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ ] સાલ ફી કાલ [ 34. * સ.ની પહેલી પાંચ સદીઓમાંની છે, તેને · એભલ વાળાના મંડપ' સંજ્ઞા આગળ · જતાં એભલ વાળા ૧ લા કે ૨ જાના નામ ઉપરથી મળી હોવાની શકયતા છે. સંભવ છે કે એ આ જૂના સુંદર સ્થાનમાં એસી રાજદરબાર ભરતા હોય. ૧૦, સૌરાષ્ટ્રમાં ચાવડા શિયાળબેટને અનંતસેન ચાવડા રા' કવાત ૧ લા (ઈ. સ. ૯૮૨-૧૦૦૩) સારઠમાં સત્તા ઉપર હતા તે સમયે અનંતસેન નામના ચાવડા રાજાની સત્તા દીવમાં હતી.૮૯ કહેવાય છે કે એણે કેટલાક રાજાઓને પકડી શિયાળબેટમાં કેદ કર્યો હતા, પણ રા' કવાતની સાથે મુકાબલે કરવાની હિંમત ચાલતી નહોતી, તેથી એ યાત્રાને બહાને સામનાથ આવ્યા અને રાતે ભાજન માટે સમુદ્રમાં રાખેલા વહાણમાં નિમંત્રણ આપ્યું, વિશ્વાસે રા' આવતાં એને કબજે કરી એ રા'ને શિયાળબેટ લઈ ગયા. રા' વાત અને તળાજાના ઉગા વાળાને બનાવ નહેાતા, પરંતુ જ્યારે એણે જાણ્યું કે ભાણેજને દગાથી પકડવામાં આવ્યા છે ત્યારે એ શિયાળબેટ ઉપર ચડાઈ લઈ ગયા અને યુદ્ધમાં અનંતસેન ચાવડાને હણી ભાણેજને છેડાવી લાવ્યા.૮૯ આ પ્રસંગ બન્યા હોય તેા એ ઈ. સ. ૧૦૦૩માં રા' વાત ૧ લાનું અવસાન થયુ તે પડેલાને હાઈ શકે. એમ દસમી સદોના છેલ્લા દાયકામાં સંભવિત આ બનાવથી અન ંતસેન ચાવડાને સમય દસમી સદીના ઉત્તરાધ` કહી શકાય. એના પછી શિયાળબેટ ઉપર એનેા કોઈ પુત્ર કે વંશજ ચાલુ રહ્યો હતેા કે ત્યાં જ એ વશ ખતમ થયા એ વિશે કશુ જાણી શકાતું નથી.૯॰ દ્વારકામાં સત્તા સ્થાપનાર અનંતદેવ ચાવડા કોઈ જુદા જ જણાય છે. ૧૧. ઝાલા વંશ (૧) પાટડી શાખા સૈવે। જેમ સિ ંધમાંથી આવી સૌરાષ્ટ્રમાં સ્થિર થયા હતા તે પ્રમાણે ઝાલા પણ સિંધના નગરપારકર પ્રદેશમાંથી આવ્યા હેાવાનું કહેવાય છે. પાછળથી ઝાલાવંશ તરીકે જાણીતા આ રાજવંશ મૂળ મકવાણુ(સિંધ)ને મકવાણા વંશ હતા અને સિંધના નગર પારકરના નજીકના ‘ કેર ́તી ’ નગરમાં શાસક હતા. ઈ. સ. ૧૦૫૫ માં મક્વાણાને કેરતીમાંથી હાંકી કાઢવામાં આવ્યા એમાં કેસરદેવ મકવાણા મરાયા અને એના પુત્ર હરપાલદેવે અણહિલપુર પાટણ આવી કર્ણદેવ સાલકી(ઈ. સ. ૧૦૬૪-૧૦૮૪)નું શરણું માગ્યું. એની સેવાતા ઉપ લક્ષ્યમાં સૌરાષ્ટ્રમાં ૧૮૦૦ અને ભાલમાં ૫૦૦ ગામ એને જાગીરમાં આપવામાં આવ્યાં. એના પરાક્રમથી પ્રસન્ન થયેલી કર્ણદેવની રાણીએ એને ધા ભાઈ
SR No.032607
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1976
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy